ESAF Small Finance Bank Listing: આ સ્મોલ ફાઇનાન્સ બેન્કનું ધમાકેદાર લિસ્ટિંગ, રોકાણકારોને થયો 20 ટકા નફો
ESAF Small Finance Bank Listing: ESAF સ્મોલ ફાઇનાન્સ બેન્કે એન્ટીમાં જ તેના રોકાણકારોને સારી કમાણી કરાવી દીધી છે
ESAF Small Finance Bank Listing: ESAF સ્મોલ ફાઇનાન્સ બેન્ક આજે ભારતીય શેરબજારમાં લિસ્ટિંગ થઇ હતી. અને તેણે તેના રોકાણકારોને સારી કમાણી કરાવી દીધી છે. માર્કેટમાં તેની એન્ટ્રી સાથે તેના રોકાણકારોને 20 ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. ESAF સ્મોલ ફાઇનાન્સ બેન્કનું લિસ્ટિંગ BSE પર શેર દીઠ 71.9 રૂપિયા જ્યારે તેની ઇશ્યૂ કિંમત 60 રૂપિયા હતી. આ રીતે રોકાણકારોને પ્રત્યેક શેર પર 11.9 રૂપિયાનો નફો મળ્યો છે અને 20 ટકાના પ્રીમિયમ પર શેરના લિસ્ટિંગનો લાભ મળ્યો છે.
ESAF Small Finance Bank Ltd. gets listed on BSE. Mr. P R Ravi Mohan, Chairman, ESAF Small Finance Bank Ltd., Mr. K Paul Thomas, MD&CEO, ESAF Small Finance Bank Ltd along with Mr. Girish Joshi, Chief Listing and Trading Development, BSE and Others ringing the #BSEBell to mark the… pic.twitter.com/mWwdLMLL4a
— BSE India (@BSEIndia) November 10, 2023
NSE પર શેર કેટલા રૂપિયામાં લિસ્ટ થયો?
ESAF સ્મોલ ફાઇનાન્સ બેન્કના શેર NSE પર 71 રૂપિયા પર લિસ્ટ થયા છે અને 60 રૂપિયાની ઇશ્યૂ કિંમત સામે, રોકાણકારોને પ્રત્યેક શેર પર 10 રૂપિયાનો નફો થયો છે. આ સ્મોલ ફાઇનાન્સ બેન્કના શેર લગભગ 17 ટકાના પ્રીમિયમ પર NSE પર લિસ્ટ થયા છે.
જીએમપી તરફથી જ મળી રહ્યા હતા બમ્પર લિસ્ટિંગના સંકેતો
ESAF સ્મોલ ફાઇનાન્સ બેંકના લિસ્ટિંગ પહેલા તેના શેર 26 ટકાના પ્રીમિયમ સાથે ગ્રે માર્કેટમાં ટ્રેડ થઈ રહ્યા હતા, જેનાથી એવો સંકેત મળ્યો હતો કે લિસ્ટિંગ સારી કિંમતે થઈ શકે છે. મોટાભાગના રોકાણકારો IPO શેરના લિસ્ટિંગનો ખ્યાલ મેળવવા માટે ગ્રે માર્કેટને ટ્રેક કરે છે.
ESAF સ્મોલ ફાઇનાન્સ બેન્કનો રિસ્પોન્સ કેવો હતો?
ESAF સ્મોલ ફાઇનાન્સ બેન્કના ઇશ્યુને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો અને તેનો IPO કુલ 73.15 ટકા સબસ્ક્રાઇબ થયો હતો. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) મોખરે હતા અને તેમણે 173.52 ગણો ઇશ્યૂ સબસ્ક્રાઇબ કર્યો હતો. હાઈ નેટ વર્થ ઈન્ડિવિઝ્યુઅલ્સ (HNIs) માટે અનામત ક્વોટા કુલ 84.37 ગણો સબસ્ક્રાઈબ થયો હતો જ્યારે છૂટક રોકાણકારોએ 16.97 ટકા સબસ્ક્રાઈબ કર્યા હતા.
ESAF સ્મોલ ફાઇનાન્સ બેન્કનો IPO 3 નવેમ્બર 2023થી ખુલ્લો હતો, જેમાં 7 નવેમ્બર 2023 સુધી નાણાંનું રોકાણ કરી શકાય છે. બેન્ક આ IPO દ્વારા 463 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. આ IPO દ્વારા બેન્કે કુલ રૂ. 390.70 કરોડના નવા શેર જાહેર કર્યા હતા, જ્યારે રૂ. 72.30 કરોડના શેરનું વેચાણ ઓફર ફોર સેલ દ્વારા કરવામાં આવ્યું હતું.