શોધખોળ કરો

Facebook નું નામ હવે બદલાઈ જશે ! જાણો કંપની કેમ બદલી રહી છે નામ

અહેવાલમાં ઉમેરવામાં આવ્યું હતું કે, રિબ્રાન્ડિંગ સંભવત ફેસબુકની સોશિયલ મીડિયા એપને પેરેન્ટ કંપની હેઠળની ઘણી પ્રોડક્ટ્સમાં સ્થાન આપશે.

સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુક ઇન્ક આગામી સપ્તાહે મેટાવર્સના નિર્માણ પર પોતાનું ધ્યાન પ્રતિબિંબિત કરવા માટે નવા નામ સાથે રિબ્રાન્ડ કરવાની યોજના બનાવી રહી છે, the Verge એ મંગળવારે આ બાબતની સીધી જાણકારી ધરાવતા સ્રોતને ટાંકીને અહેવાલ આપ્યો હતો.

Verge એ પોતાના અહેવાલમાં કહ્યું છે કે, ફેસબુકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માર્ક ઝુકરબર્ગ 28 ઓક્ટોબરના રોજ કંપનીની વાર્ષિક કનેક્ટ કોન્ફરન્સમાં નામ બદલવાની વાત અંગે ચર્ચા કરશે પરંતુ તે પહેલા જ નામની જાહેરાત થઈ શકે છે.

અહેવાલમાં ઉમેરવામાં આવ્યું હતું કે, રિબ્રાન્ડિંગ સંભવત ફેસબુકની સોશિયલ મીડિયા એપને પેરેન્ટ કંપની હેઠળની ઘણી પ્રોડક્ટ્સમાં સ્થાન આપશે, જે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ઓક્યુલસ અને વધુ જેવા જૂથોની દેખરેખ રાખશે.

નોંધનીય છે કે, સોશિયલ મીડિયા દિગ્ગજ ફેસબુકે સોમવારે જાહેરાત કરી હતી કે તે ઈન્ટરનેટનું વર્ચ્યુઅલ રિયાલિટી વર્ઝન 'metaverse'  બનાવવા માટે યુરોપિયન યુનિયનના દેશોમાં 10,000 નોકરીઓનું સર્જન કરશે. ફેસબુક આ ડિજિટલ દુનિયાને ભવિષ્ય માને છે. કંપનીના સીઈઓ માર્ક ઝુકરબર્ગ છેલ્લા કેટલાક સમયથી આ metaverse ના ખ્યાલ પર અવાજ ઉઠાવી રહ્યા છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે આ ખ્યાલ વાસ્તવિકતામાં ફેરવાશે, ત્યારે તે વાસ્તવિક અને વર્ચ્યુઅલ વિશ્વ વચ્ચેનો તફાવત ભૂંસી નાખશે. ઉદાહરણ તરીકે, આ ટેકનોલોજી સાથે, કોઈપણ જે વર્ચ્યુઅલ રિયાલિટી ચશ્મા પહેરે છે તેને લાગશે કે તેઓ મિત્ર સાથે રૂબરૂ વાત કરી રહ્યા છે, પછી ભલે તેમનો મિત્ર હજારો માઇલ દૂર બેઠો હોય અને બંને ઇન્ટરનેટ સાથે જોડાયેલા હોય.

ફેસબુકે બ્લોગપોસ્ટમાં લખ્યું, 'આ metaverse માં નવી સર્જનાત્મક, સામાજિક અને આર્થિક શક્યતાઓના દરવાજા ખોલવાની ક્ષમતા છે અને યુરોપિયનો તેની શરૂઆતથી જ તેને આકાર આપવા માટે કામ કરશે. આજે અમે આગામી પાંચ વર્ષમાં યુરોપિયન યુનિયનમાં 10,000 અત્યંત કુશળ નોકરીઓ ઉભી કરવાની જાહેરાત કરી રહ્યા છીએ. ફેસબુકે કહ્યું છે કે તેમાં ભરતી હેઠળ 'અત્યંત વિશિષ્ટ ઈજનેરો' સામેલ થશે, પરંતુ આ સિવાય તેણે કોઈ માહિતી આપી નથી.’

ટોપ સ્ટોરી

EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
8th Pay: લેવલ 10 કર્મચારીઓને 10 વર્ષમાં મળશે 34 લાખ એક્સ્ટ્રા!
8th Pay: લેવલ 10 કર્મચારીઓને 10 વર્ષમાં મળશે 34 લાખ એક્સ્ટ્રા!
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

Embed widget