શોધખોળ કરો
Advertisement
Facebook ની મોટી જાહેરાતઃ કોરોના મહામારીના સમયે ન્યૂઝ ઇન્ડસ્ટ્રીને કરશે 10 કરોડ ડૉલરની મદદ
ફેસબુકે અમેરિકામાં જાહેરાત કરી છે કે કૉવિડ-19 મહામારી દરમિયાન ન્યૂઝ ઇન્ડસ્ટ્રીને વધુ આર્થિક સહાયતા આપશે.
કેલિફોર્નિયાઃ કોરોના વાયરસની મહામારી સમયે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકે મોટી જાહેરાત કરી છે. હાલ કોરોના સામે દુનિયાભરની સંસ્થાઓ પોત પોતાના સ્તરે કામ કરી રહી છે. આવા સમયે ફેસબુક ન્યૂઝ ઇન્ડસ્ટ્રીમાં મદદ માટે આગળ આવી છે.
ફેસબુકે અમેરિકામાં જાહેરાત કરી છે કે કૉવિડ-19 મહામારી દરમિયાન ન્યૂઝ ઇન્ડસ્ટ્રીને વધુ આર્થિક સહાયતા આપશે. આ માટે ફેસબુકે એક ઇન્વેસ્ટમેન્ટ ફંડ તૈયાર કર્યુ છે. જે અંતર્ગત કંપની 25 મિલિયન એટલેકે 2.5 કરોડ અમેરિકન ડૉલર ફેસબુકના જર્નાલિઝમ પ્રૉજેક્ટ મારફતે સ્થાનિક ખબરો -સમાચારો માટે આપશે.
આ ઇમર્જન્સી ફંડનો હેતુ ખાસ કરીને મહામારીના સમયમાં ન્યૂઝ ઇન્ડસ્ટ્રીને મદદ કરવાનો છે.
આ ઉપરાંત ફેસબુકે 75 મિલિયન ડૉલર એટલે કે 7.5 કરોડ બીજા માર્કેટિંગ ખર્ચાઓ માટે આપવાની જાહેરાત કરી છે. આ મદદની રકમ પહેલા સ્ટેજમાં અમેરિકા અને કેનેડાને અપાઇ ચૂકી છે.
ફેસબુક દ્વારા અપાયેલી મદદ દ્વારા હાલ કોરોના વાયરસના કવરેજમાં ખર્ચવામાં આવી રહી છે. જેમા મુસાફરી ખર્ચ, રિમૉટ કાર્યની ક્ષમતાઓ અને ફ્રી-લાન્સ રિપોટર્સની હાયરિંગ સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement