શોધખોળ કરો

Fertiliser Price Reduced: ખેડૂતો માટે સારા સમાચાર! IFFCO એ ખાતરના ભાવમાં 14% સુધીનો ઘટાડો કર્યો

દેશમાં ખાદ્ય સુરક્ષા જાળવવા માટે સરકાર ખેડૂતોને ખાતરના ઉપયોગ પર સબસિડી આપે છે. સરકાર ઘણી ખાતર કંપનીઓને 80 ટકા સુધીની સબસિડીનો લાભ આપે છે, જેના કારણે ખેડૂતોને તેનો લાભ મળે છે.

Fertiliser Price Reduced: ભારતની સૌથી મોટી ખાતર ઉત્પાદક કંપની IFFCO અથવા ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (IFFCO) એ ખેડૂતોને મોટી રાહત આપતા તેના ઘણા ખાતરોના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. કંપની તેના ઉત્પાદનોની કિંમતમાં 14 ટકા સુધીનો ઘટાડો કરવા જઈ રહી છે. હિંદુસ્તાન ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ આ બાબતે માહિતી આપતાં કંપનીના અધિકારીએ જણાવ્યું કે વિશ્વભરમાં ખાદ્યપદાર્થોની અછત અને ખેતી માટે ખાતરોની વધતી કિંમતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગરીબ ખેડૂતોને ફાયદો થશે

IFFCO અધિકારીનું કહેવું છે કે આ નિર્ણયથી ગરીબ ખેડૂતોને મહત્તમ ફાયદો થશે. તેનાથી તેમની ખેતીનો ખર્ચ ઘટશે. ખાતર બનાવવા માટે હવે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેનાથી ખાતરની કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે, જેનો ફાયદો હવે ખેડૂતોને થશે. આના કારણે દેશમાં કૃષિનું ઉત્પાદન વધશે અને સમગ્ર વિશ્વમાં અનાજ સંબંધિત સમસ્યાઓ દૂર થશે.

સરકાર ખેડૂતોને ખાતરના ઉપયોગ માટે સબસિડી આપે છે

દેશમાં ખાદ્ય સુરક્ષા જાળવવા માટે સરકાર ખેડૂતોને ખાતરના ઉપયોગ પર સબસિડી આપે છે. સરકાર ઘણી ખાતર કંપનીઓને 80 ટકા સુધીની સબસિડીનો લાભ આપે છે, જેના કારણે ખેડૂતોને તેનો લાભ મળે છે. IFFCO અધિકારીએ જણાવ્યું છે કે NPKS, એક મહત્વપૂર્ણ ખાતરની કિંમત 200 રૂપિયાથી ઘટીને 1200 રૂપિયા પ્રતિ થેલી પર આવી ગઈ છે. આ સાથે ખેડૂતોને ખરીફ સિઝનના વાવેતર ખર્ચમાં ઘટાડાનો લાભ મળશે.

નાણામંત્રીએ ખાતર સબસિડી પર બજેટ 2023માં કાતર ચલાવી હતી

બજેટ 2023માં નાણા મંત્રી નિર્મલા સીતારમણે ખાતર પરની સબસિડીમાં મોટો કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે. આ વખતે સરકારે ખાતર સબસિડી માટે કુલ રૂ. 1.75 લાખ કરોડની જોગવાઈ કરી છે, જે વર્તમાન નાણાકીય વર્ષ કરતાં 22 ટકા ઓછી છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક ખાદ્ય સંકટને ધ્યાનમાં રાખીને વર્તમાન નાણાકીય વર્ષમાં સરકારે ફોસ્ફેટ અને પોટાશ ખાતરો પર સબસિડી વધારવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે ખેડૂતોને સસ્તા ભાવે ખાતર મળી રહ્યું છે.

આ પણ વાંચોઃ

Food Inflation: એપ્રિલ 2023થી અનાજના ભાવ 15 ટકા વધી જશે! જાણો શા માટે ભોજનની થાળી મોંઘી થઈ જશે

UPI-PayNow: ભારત અને સિંગાપોર વચ્ચે ડિજિટલ પેમેન્ટ બનશે સરળ, UPI-PayNow વચ્ચે કરાર થયો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget