Finance Bill : સરકારી કર્મચારીઓને સારા સમાચાર, પેન્શનને લઈ નાણામંત્રીની મોટી જાહેરાત
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં નાણા બિલ 2023 રજૂ કર્યું હતું. આ દરમિયાન વિપક્ષી સાંસદોએ અદાણી-હિંડનબર્ગ મુદ્દે હોબાળો મચાવ્યો હતો.
Finance Bill 2023: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં નાણા બિલ 2023 રજૂ કર્યું હતું. આ દરમિયાન વિપક્ષી સાંસદોએ અદાણી-હિંડનબર્ગ મુદ્દે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષી દળોના સાંસદોની માંગણી હતી કે, આ મામલે JPCની રચના કરવામાં આવે. ફાયનાન્સ બિલ 2023 ભારે હોબાળા વચ્ચે પસાર કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, સરકારી કર્મચારીઓ માટે લાગુ કરવામાં આવેલી નેશનલ પેન્શન સિસ્ટમમાં સુધારો કરવાની જરૂર છે.
નાણા સચિવના નેતૃત્વમાં રચના કરવામાં આવશે
નાણામંત્રીએ કહ્યું હતું કે, હું સરકારી કર્મચારીઓના પેન્શન સંબંધિત મામલાને જોવા માટે એક સમિતિની રચના કરવાનો પ્રસ્તાવ મૂકું છું. નાણા સચિવના નેતૃત્વમાં આ સમિતિની રચના કરવામાં આવશે. અગાઉ, તેમણે કહ્યું હતું કે, આવી રજૂઆતો મળી છે કે સરકારી કર્મચારીઓને લાગુ પડતી નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માં સુધારાની જરૂર છે. આ સિવાય નાણામંત્રીએ કહ્યું હતું કે, લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ વિદેશી મુલાકાતો પર ક્રેડિટ કાર્ડથી ચૂકવણી સ્વીકારવામાં આવી રહી નથી. આ પણ RBIએ જોવું જોઈએ.
કેપિટલ ગેઈન ટેક્સમાંથી મુક્તિ આપવાનો પ્રસ્તાવ
રિપોર્ટ અનુસાર ફાઇનાન્સ બિલ 2023માં ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ કે જેઓ તેમની સંપત્તિના 35 ટકાથી ઓછી રકમ ઇક્વિટીમાં રોકાણ કરે છે. આવા રોકાણકારોને લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સથી અલગ રાખવાનો પ્રસ્તાવ છે. આ રીતે મ્યુચ્યુઅલ ફંડ પર માત્ર શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગુ થશે. આવી મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓના ધારકો. જેઓ ગૃહની મંજૂરી મેળવ્યા પછી તેમની સંપત્તિના 35 ટકા ઇક્વિટી શેર્સમાં રોકાણ કરે છે. તેમના પર સ્લેબ મુજબ ટેક્સ લાગશે.
જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની માંગ
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓની જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાની માંગ છે. હિમાચલ પ્રદેશ, પંજાબ, છત્તીસગઢ, રાજસ્થાન અને ઝારખંડની સરકારો દ્વારા જૂની પેન્શન (OPS) પુનઃસ્થાપિત કરવામાં આવી છે. કેટલાક અન્ય રાજ્યોના કર્મચારીઓ જૂની પેન્શન પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે હડતાળ પર જવાની યોજના બનાવી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓ માટે કડક ચેતવણી જારી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર વતી હડતાળ પર ઉતરેલા કર્મચારીને વિરોધ કરવાની અથવા નોકરીમાંથી કાઢી મૂકવાની ચેતવણી આપવામાં આવી હતી.