શોધખોળ કરો
Advertisement
ઈતિહાસમાં પહેલીવાર દેશની આ સૌથી મોટી કંપનીની એક પણ કાર નથી વેચાઈ, જાણો વિગત
કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉ લાગુ કરવામાં આવ્યું છે. જેના કારણે ઓટો ઈન્ડસ્ટ્રી્સ પર પણ મોટી અસર પડી છે.
નવી દિલ્હી: લોકડાઉનના કારણે દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીનું પહેલીવાર વેચાણ શૂન્ય રહ્યું છે. 1983 બાદ પહેલીવાર બન્યું છે કે જ્યારે કંપનીએ એક મહિનામાં પોતાની એક પણ કાર વેચી નથી. કંપનીએ અગાઉથી જ આ આશંકા વ્યક્ત કરી હતી. સામાન્ય સ્થિતિમાં કંપની દર મહિને દોઢ લાખ કારનું પ્રોડક્શન કરે છે.
કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉ લાગુ કરવામાં આવ્યું છે. 25 માર્ચથી લાગુ કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન મારુતિ સુઝુકીના તમામ પ્લાન્ટ્સ બંધ છે. કારોનું પ્રોડક્શન ઠપ રહ્યું હતું. કંપનીના શોરૂમ પણ બંધ રહ્યા, જેના કારણે દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની છેલ્લા એકત મહિનામાં એક પણ કાર વેચી શકી નથી.
માર્ચ 2019ના આંકડાની તુલનામાં આ વર્ષે માર્ચ મહિનામાં 79,080 યૂનિટ્સનના વેચાણ સાથે 47.4 ટકા ઘટાડો નોંધાયો છે. તેના બાદ અગાઉથી જ આ વાતનો અંદાજો થઈ ગયો હતો કે એપ્રિલના મહિનામાં સ્થિતિ વધુ ખરાબ થવાની છે.
જો કે, આ લૉકડાઉન દરમિયાન કંપનીએ પોતાની કારોનું નિકાસ કરવાનું ચાલુ રાખ્યું હતું. કંપનીએ કહ્યું કે, સરકાર દ્વારા જારી કરવામાં આવેલી ગાઈડલાઈન પ્રમાણે મુંદ્રા બંદરથી 632 કારોનું નિકાસ કરવામાં આવ્યું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement