શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ફિક્સ્ડ ડીપોઝિટના વ્યાજ દર સાવ તળિયે, જાણો એક લાખ રૂપિયાની એફ.ડી. પર હવે મળે છે કેટલું ઓછું વ્યાજ ?
છેલ્લા એક-બે વર્ષમાં એફડી પર મળનારું વળતર ઘણું નીચું થઈ ગયું છે.
જમા અને બચતની વાત કરીએ તો બેંકોની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) સ્કીમ ખૂબ જ પોપ્યુલર છે. તેનું સૌથી મોટું કારણ છે કે લોકો તેને સુરક્ષિત ગણે છે અને તેના પર ચોક્કસ રિટર્ન મળે છે. સૌથી સારી વાત એ છે કે માર્કેટ લિંક્ડ સ્કીમ નથી હોતી અને માટે બજારની ઉતાર ચડાવની તેના પર કોઈ અસર નથી થથી. ઘણાં લોકો પોતાની બચતના રૂપિયા એફડીમાં જ રોકાણ કરતાં હોય છે.
જોકે છેલ્લા એક બે વર્ષમાં એફડી પર મળનારું વળતર ઘણું નીચું થઈ ગયું છે. એફડી પર વ્યાજ દર હાલમાં ઓલ ટાઈમ લો એટલે કે સૌથી નીચી સપાટી પર છે. દેશની બેંકો હાલમાં વાર્ષિક 4.9થી 7 ટકાની વચ્ચે વ્યાજ આપી રહી છે.
જો તમે હાલમાં 1 વર્ષનીએફડી કરાવાવની યોજના બનાવો છો તો તમારે એ જાણવું જરૂરી છે કે કઈ બેંક કેટલું વ્યાજ આપી રહી છે. અહીં અમે તમને દેશની જાણીતી બેંકોની 1 વર્ષની એફડી પર કેટલું વ્યાજ મળી રહ્યું છે જેથી તમે તમારી જરૂરિયાત પ્રમાણે રોકાણ કરી શકો.
સરકારી બેંક SBI 5% થી પણ ઓછું વ્યાજ આપે છે
દેશની સૌથી મોટી અને સરકારી બેંક SBI એક વર્ષની એફડી પર સૌથી ઓછું 4.9 ટકા વ્યાજ આપી રહી છે. આ રીતે જોવા જઈએ તો 1 રૂપિયાનું રોકાણ કરો તો તમને એક વર્ષ બાદ 104,990 રૂપિયા મળશે.
કઈ બેંક કેટલું વ્યાજ આપી રહી છે
બેંક | વાર્ષિક વ્યાજ દર (%) | રોકાણ (રૂ) | 1 વર્ષ બાદ કેટલા મળશે (રૂ) |
ઇન્ડસઇન્ડ બેંક | 7.00 | 1,00,000 | 107,186 |
RBL બેંક | 6.75 | 1,00,000 | 106,923 |
યસ બેંક | 6.75 | 1,00,000 | 106,923 |
DCB બેંક | 6.50 | 1,00,000 | 106,660 |
બંધન બેંક | 5.75 | 1,00,000 | 105,875 |
પોસ્ટ ઓફિસ | 5.50 | 1,00,000 | 105,406 |
કેનેરા બેંક | 5.30 | 1,00,000 | 105,406 |
પંજાબ એન્ડ સિંધ બેંક | 5.30 | 1,00,000 | 105,354 |
બેંક ઓફ ઈન્ડિયા | 5.25 | 1,00,000 | 105,354 |
યુનિયન બેંક | 5.20 | 1,00,000 | 105,302 |
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion