![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ભારતમાં રીયલ એસ્ટેટ સેક્ટરમાં વિદેશી રોકાણમાં વધારો, જાણો છેલ્લાં 5 વર્ષમાં કેટલું રોકાણ આવ્યું
Real Estate : 2017 થી 2021 દરમિયાન એટલે કે પાંચ વર્ષમાં દેશના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વિદેશી રોકાણ ત્રણ ગણું વધી ગયું છે.
![ભારતમાં રીયલ એસ્ટેટ સેક્ટરમાં વિદેશી રોકાણમાં વધારો, જાણો છેલ્લાં 5 વર્ષમાં કેટલું રોકાણ આવ્યું foreign investment in real estate increased in india ભારતમાં રીયલ એસ્ટેટ સેક્ટરમાં વિદેશી રોકાણમાં વધારો, જાણો છેલ્લાં 5 વર્ષમાં કેટલું રોકાણ આવ્યું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/05/f942b1938d0d166d338948af88cd1c2c_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Foreign Investment in Real Estate: દેશના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વિદેશી રોકાણ અગાઉના પાંચ વર્ષની સરખામણીમાં 2017 થી 2021 સુધીમાં ત્રણ ગણું વધીને 23.9 અરબ ડોલર થઈ ગયું છે. રિયલ એસ્ટેટ કન્સલ્ટિંગ કંપની કોલિયર્સ અને ઇન્ડસ્ટ્રી બોડી ફેડરેશન ઓફ ઇન્ડિયન કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI) એ તેના રિપોર્ટમાં આ માહિતી આપી છે.
ભારતમાં રિયલ્ટી સેક્ટરમાં વિદેશી રોકાણકારોનો રસ વધ્યો
ભારતીય રિયલ એસ્ટેટમાં વિદેશી રોકાણ અંગેના તેના અહેવાલમાં, કોલિયર્સે જણાવ્યું હતું કે વૈશ્વિક રોકાણકારોએ 2016માં નિયમનકારી સુધારાઓને કારણે દેશના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં રોકાણ કરવામાં રસ દાખવ્યો છે. કંપનીએ કહ્યું, “વિદેશી રોકાણકારોએ 2017થી વધુ આશાવાદ સાથે દેશમાં રોકાણ કરવાનું શરૂ કર્યું છે. અગાઉ, વિદેશી રોકાણકારો ભારતના રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં પારદર્શિતાના અભાવને કારણે રોકાણ કરવાનું ટાળતા હતા."
વિદેશી રોકાણ 7.5 અરબ ડોલરથી વધીને 23.9 અરબ ડોલર થયું
ડેટા અનુસાર, 2017 થી 2021 ના સમયગાળા દરમિયાન દેશના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વિદેશી રોકાણ વધીને 23.9 અરબ ડોલર થયું છે, જે 2012 થી 2016 ના સમયગાળા દરમિયાન 7.5 અરબ ડોલર થયું હતું. 2012 થી 2021 દરમિયાન ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કુલ રોકાણ વધીને 49.4 અરબ ડોલર થયું છે. આમાં વિદેશી રોકાણકારોનો હિસ્સો 64 ટકા છે.
વિદેશી રોકાણકારોનો હિસ્સો પણ વધ્યો
વધુમાં, ભારતીય રિયલ એસ્ટેટમાં વિદેશી રોકાણકારોનો હિસ્સો 2017-2021 દરમિયાન વધીને 82 ટકા થયો, જે અગાઉના પાંચ વર્ષના સમયગાળામાં 37 ટકા હતો. કન્સલ્ટિંગ ફર્મના જણાવ્યા અનુસાર, 2017થી વિદેશી રોકાણમાં યુએસ અને કેનેડાના રોકાણનો હિસ્સો દર વર્ષે 60 ટકાથી વધુ રહ્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)