શોધખોળ કરો

Free Aadhaar Card Update: આ તારીખ પહેલા મફતમાં ઓનલાઈન અપડેટ કરો આધાર, જાણો પ્રોસેસ

આધારકાર્ડ આપણું સૌથી મહત્વનું દસ્તાવેજ છે. કોઈપણ સરકારી કામમાં આ પૂરાવાની જરુર પડે છે.  આધાર કાર્ડ ધારકો માટે તેમના આધારને અપડેટ કરવાની આ એક સુવર્ણ તક છે.

Free Aadhaar Card Update: આધારકાર્ડ આપણું સૌથી મહત્વનું દસ્તાવેજ છે. કોઈપણ સરકારી કામમાં આ પૂરાવાની જરુર પડે છે.  આધાર કાર્ડ ધારકો માટે તેમના આધારને અપડેટ કરવાની આ એક સુવર્ણ તક છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) 14 જૂન 2025 સુધી કોઈપણ ચાર્જ વિના આધાર કાર્ડના ઓનલાઈન અપડેટની સુવિધા પૂરી પાડી રહી છે.

આધાર અપડેટ શા માટે જરૂરી છે ?

UIDAI ના નોંધણી અને અપડેટ નિયમો, 2016 મુજબ, દરેક આધાર કાર્ડ ધારકે દર 10 વર્ષે ઓળખનો પુરાવો અને સરનામાનો પુરાવો  અપડેટ કરવો જરૂરી છે. આનાથી સરકારી લાભો, બેંકિંગ સેવાઓ અને KYC પ્રક્રિયાઓમાં કોઈ સમસ્યા થતી નથી.

શું બધું અપડેટ કરી શકાય છે ?

આધાર કાર્ડ ધારકો નીચેની વિગતો ઓનલાઇન મફતમાં અપડેટ કરી શકે છે: નામ,  જન્મ તારીખ (નિયમો મુજબ); સરનામું; લિંગ; ભાષા પસંદગી.  જોકે, બાયોમેટ્રિક અપડેટ (ફિંગરપ્રિન્ટ, આઇરિસ સ્કેન, ફોટો) માટે તમારે નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડશે.

ચાલો જાણીએ આધાર અપડેટ કરવાની સરળ રીત 

  • સૌ પ્રથમ, UIDAI ની સત્તાવાર વેબસાઇટ uidai.gov.in પર જાઓ.
  • અહીં તમારે તમારી ભાષા પસંદ કરવાની રહેશે. તમારી અનુકૂળતા મુજબ અહીં દર્શાવેલ કોઈપણ ભાષા પસંદ કરી શકો છો.
  • હવે તમે જે પણ માહિતી અપડેટ કરવા માંગો છો તેના પર ક્લિક કરો. ઉદાહરણ તરીકે, જો તમે તમારું સરનામું અપડેટ કરવા માંગો છો તો તમારે આધાર અપડેટનો વિકલ્પ પસંદ કરવો પડશે.
  • આગલી સ્ક્રીન પર, તમારે માય આધાર પર જઈને લોગ ઇન કરવું પડશે, જેના માટે તમારે તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ ભરવાનો રહેશે.
  • આ પછી, વેરિફિકેશન માટે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે. આના દ્વારા તમે લોગીન કરી શકશો.
    ત્યારબાદ એક નવી વિન્ડો ખુલશે જ્યાં તમને ટોપ પર ડોક્યુમેન્ટ અપડેટનો વિકલ્પ જોવા મળશે.
  • હવે ડોક્યુમેન્ટ અપડેટ પર જાઓ અને તમારી વસ્તી વિષયક વિગતો જેમ કે નામ, જન્મ તારીખ, સરનામું ચકાસો.
  • બધી વિગતો ચકાસ્યા પછી, ઓળખ અને સરનામાના પુરાવાના દસ્તાવેજો અપલોડ કરો,
  • આ દસ્તાવેજ માત્ર PDF, JPEG અથવા PNG ફોર્મેટમાં હોવો જોઈએ અને 2 MB કરતા ઓછો હોવો જોઈએ.
  • તમે પુરાવા તરીકે પાન કાર્ડ, મતદાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ સહિત સૂચિબદ્ધ કોઈપણ દસ્તાવેજો અપલોડ કરી શકો છો.
  • અહીં તમામ વિગતો અને દસ્તાવેજો અપલોડ કર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો.
  • આ પછી, તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર 14 અંકનો અપડેટ રિક્વેસ્ટ નંબર મોકલવામાં આવશે. આ નંબર વડે તમે તમારી આધાર અપડેટ વિનંતીને ટ્રેક કરી શકો છો.
  • જ્યારે આધાર કાર્ડ અપડેટ થશે, ત્યારે તમને UIDAI તરફથી એક મેઇલ અથવા મેસેજ મોકલવામાં આવશે.
  • એકવાર આધાર અપડેટ થઈ ગયા પછી, તમે UIDAI સાઇટ પર જઈને તેને ડાઉનલોડ કરી શકો છો.

ટૂંક સમયમાં અપડેટ કરો, સમયમર્યાદા ચૂકશો નહીં 

જો તમારું આધાર અપડેટ ન થયું હોય, તો 14 જૂન પહેલા તેને મફતમાં અપડેટ કરવાનું ભૂલશો નહીં. આ સુવિધા મર્યાદિત સમયગાળા માટે ઉપલબ્ધ છે, તેથી તમારા દસ્તાવેજો સમયસર અપડેટ કરીને સરકારી સેવાઓ અને બેંકિંગ કામગીરીમાં અસુવિધાઓ ટાળો.  

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Advertisement

વિડિઓઝ

Rajkot Murder Case: રાજકોટમાં મહિલાની મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ, પતિએ જ પત્નીની હત્યા કર્યાનો થયો ખુલાસો.
Ahmedabad Demolition News: અમદાવાદના ઈસનપુરમાં સતત બીજા મેગા ડિમોલિશન ચાલ્યું
PM Modi Speech: રામ મંદિરમાં ધ્વજારોહાણ બાદ PM મોદીનું મોટું એલાન
Ram Mandir Dhwajarohan: PM મોદી અને મોહન ભાગવતે રામ મંદિરના શિખરે કેસરિયો ધ્વજ ફરકાવ્યો
SIR IN Gujarat: SIRની કામગીરીને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ચૂંટણી આયોગને રજૂઆત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Embed widget