Free Aadhaar Update: ફ્રીમાં આધાર અપડેટ કરાવવા માત્ર થોડા દિવસો બાકી, જૂનમાં આ તારીખ પછી નહી થાય
જો તમારું આધાર કાર્ડ 10 વર્ષથી વધુ જૂનું છે, તો તમે UIDAI વેબસાઇટ પર જઈને તેને મફતમાં અપડેટ કરાવી શકો છો. તમારી પાસે હજી થોડો સમય બાકી છે.
Free Aadhaar Update: જો તમારું આધાર કાર્ડ 10 વર્ષથી વધુ જૂનું છે, તો તમે UIDAI વેબસાઇટ પર જઈને તેને મફતમાં અપડેટ કરાવી શકો છો. તમારી પાસે હજી થોડો સમય બાકી છે. આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ 14મી જૂન છે. આધાર કાર્ડ અપડેટ કરવા માટે તમે UIDAI ની સત્તાવાર વેબસાઇટ uidai.gov.in પર જઈ શકો છો. જાણકારી અનુસાર, તમે તમારા આધાર કાર્ડનું સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર અને ફોટોમાં ફેરફાર કરી શકો છો.
આધાર અપડેટ કરવાની સુવિધા માત્ર વેબસાઈટ પર જ ઉપલબ્ધ છે, એટલે કે આધારને ફ્રીમાં અપડેટ કરવા માટે તમારે આ કામ ઓનલાઈન કરવું પડશે. જો તમે આધાર સેન્ટર પર જઈને આ કામ કરાવો છો, તો તમારે આ માટે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે.
આધારની ક્યાં જરૂર પડે?
બેંક એકાઉન્ટ ખોલવા, સરકારી યોજનાઓનો લાભ લેવા, સિમ કાર્ડ ખરીદવા, મકાન ખરીદવા વગેરે જેવી નાણાં સંબંધિત તમામ પ્રવૃત્તિઓ માટે આધાર જરૂરી બની ગયું છે. આવી સ્થિતિમાં જો આધાર કાર્ડ (Aadhaar Card)ને સમય-સમય પર અપડેટ કરવામાં ન આવે તો અનેક કામો અટવાઈ શકે છે.
શું અપડેટ કરી શકાય છે ?
તમે તમારા આધાર કાર્ડમાં તમારા ઘરનું સરનામું, ફોન નંબર, નામ, ઈમેલ આઈડી વગેરે અપડેટ કરી શકો છો. પરંતુ જો તમે ફોટો, બાયોમેટ્રિક અને આઇરિસ જેવી માહિતી અપડેટ કરવા માંગો છો, તો તેના માટે તમારે એનરોલમેન્ટ સેન્ટર પર જવું પડશે અને ચાર્જ પણ ચૂકવવો પડશે.
આ રીતે મફતમાં આધાર ઓનલાઈન અપડેટ કરો
આ માટે તમે UIDAI ની સત્તાવાર વેબસાઇટ પર ક્લિક કરો.
આ પછી તમારે આધાર અપડેટનો વિકલ્પ પસંદ કરવો પડશે.
ઉદાહરણ તરીકે, એડ્રેસ અપડેટ કરવા માટે, તમારે અપડેટ એડ્રેસનો વિકલ્પ પસંદ કરવો પડશે.
આગળ, નોંધાયેલ મોબાઇલ નંબર દાખલ કરીને અહીં OTP દાખલ કરવો પડશે.
આ પછી ડોક્યુમેન્ટ્સ અપડેટનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
આગળ તમે આધાર સંબંધિત વિગતો જોશો.
બધી વિગતો ચકાસો અને પછી સરનામું અપડેટ કરવા માટે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
આ પછી, આધાર અપડેટ પ્રક્રિયા સ્વીકારો.
આ પછી તમને અપડેટ રિક્વેસ્ટ નંબર (URN) નંબર 14 મળશે.
તેના દ્વારા તમે આધાર અપડેટની પ્રક્રિયાને ટ્રેક કરી શકો છો.