શોધખોળ કરો
Advertisement
ATMથી લઈને LPG સુધી, 1 ફેબ્રુઆરીથી દેશમાં થવા જઈ રહ્યા છે આ બદલાવ, જાણો તમારા પર શું પડશે અસર
દેશમાં એક ફેબ્રુઆરી 2021થી કેટલાક બદલાવ થવા જઈ રહ્યા છે જેની સીધી અસર સામાન્ય લોકો પર પડશે. તમને આ બદલાવની જાણકારી હોવી જોઈએ એટલે 1 ફેબ્રુઆરીથી તમારે કોઈ પરેશાનીનો સામનો ન કરવો પડે.
દેશમાં એક ફેબ્રુઆરી 2021થી કેટલાક બદલાવ થવા જઈ રહ્યા છે જેની સીધી અસર સામાન્ય લોકો પર પડશે. તમને આ બદલાવની જાણકારી હોવી જોઈએ એટલે 1 ફેબ્રુઆરીથી તમારે કોઈ પરેશાનીનો સામનો ન કરવો પડે.
સામાન્ય બજેટ
નાણા મંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2021-22 નું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરશે. કોરોના સંકટનો સામનો કરી રહેલા લોકોને બજેટમાં રાહત મળવાની સંભાવના છે. નોકરીયાતવર્ગ માટે ટેક્સમાં ઘટાડો થઈ શકે છે. વેપારીઓને પણ રાહત આપવાની જાહેરાત થઈ શકે છે. સરકાર અનેક ચીજો પર કસ્ટમ ડ્યુટી ઘટાડી શકે છે.
PNB એટીએમ
પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો એક ફેબ્રુઆરીથી નોન-ઈએમવી એટીએમ મશીનોથી લેવડ-દેવડ નહી કરી શકે. એટલે તમે નોન -ઈએમવી મશીનમાંથી રોકડ નહી ઉપાડી શકો. પીએનબીએ થોડા દિવસ પહેલા જ પોતાના ટ્વિટર હેન્ડલ પર તેની જાણકારી આપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ પગલું ખાતાધારકોને છેતરપિંડીથી બચાવવા માટે ઉઠાવવામાં આવ્યું છે.
LPG ના ભાવ
તેલ કંપનીઓ દર મહિને એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. એક ફેબ્રુઆરીએ આગામી મહીનાના ભાવની જાહેરાત થશે. દરેક રાજ્યમાં ટેક્સ અલગ-અલગ હોય છે અને એ હિસાબથી એલપીજીના ભાવમાં અંતર હોય છે. ગેસ સિલિન્ડરની કિંમત દર મહિને બદલાય છે. તેની કિંમતમાં અંતરરાષ્ટ્રીય આધાર પર બદલાવ કરવામાં આવે છે.
રેલવેની ઈ-કેટરિંગ સર્વિસ
ભારતીય રેલવે 1 ફેબ્રુઆરીથી પોતાની ઈ-કેટરિંગ સર્વિસ સેવા ફરી શરૂ કરવા જઈ રહ્યું છે. કોરોના સંકટના કારણે રેલવેએ તેને બંધ કર્યું હતું. પરંતુ શરૂઆતના સમયમાં આ સેવા પસંદ કરાયેલા અમુક સ્ટેશનો પર જ મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement