શોધખોળ કરો
Advertisement
વૈશ્વિક મંદીની આશંકાને પગલે સોનામાં લાલચોળ તેજી, 10 ગ્રામના ભાવ 35,000 રૂપિયા
અમદાવાદ ખાતે સોનું પ્રતિ 10 ગ્રામ 800 વધી 38500ની નવી ઉંચી સપાટી પર પહોંચ્યું છે.
અમદાવાદઃ મજબૂત વિદેશી સંકેતો અને ઘર આંગણે આવેલ જબરદસ્ત તેજીને કારણે ગોલ્ડ માર્કેટમાં સોનું 38,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયું હતું. ઘર આંગણે વાયદા બજારમાં સોનું નવી ઉંચાઈ પર પહોંચી ગયું છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 1500 ડોલર પ્રતિ ઔંસ પાર કરી ગયો છે. આ ભાવ માસિક ધોરણે 2013 બાદની સૌથી ઉંચી સપાટીએ છે. ચાંદી પણ 43500 રૂપિયાની આસપાસ બોલાઈ રહી છે.
અમદાવાદ ખાતે સોનું પ્રતિ 10 ગ્રામ 800 વધી 38500ની નવી ઉંચી સપાટી પર પહોંચ્યું છે. જ્યારે નવી દિલ્હી ખાતે સોનામાં 1113નો ઝડપી ઉછાળો આવી 37920 બોલાઇ ગયું હતું. બજેટમાં સોનાની આયાત ડ્યૂટી વધારી 12 ટકા કરી દેવામાં આવતા તેજી જોવા મળી રહી છે.
ચાંદીની વાત કરીએ તો દિલ્હી ખાતે 650 વધી 43670 બોલાવા સાથે 2 માર્ચ 2017 પછીની ઉંચી સપાટી પર પહોંચી છે. અમદાવાદ ખાતે ચાંદી 1000 વધી 43500 બોલાતી હતી. જ્યારે વૈશ્વિક બજારમાં ચાંદી 17 ડોલરની સપાટી કુદાવી 17.05 ડોલર પ્રતિ ઔંસ રહ્યા છે. વૈશ્વિક બજારમાં સોનું 5 સપ્ટેમ્બર 2011ના 1895 ડોલર પહોંચ્યા બાદ સતત ઘટી 17 ડિસેમ્બર 2017માં 1049 ડોલર થયા બાદ ફરી ઝડપી તેજી આવી 12 એપ્રિલ 2013ના 1535 ડોલર બાદની નવી ઉંચી સપાટી જોવા મળી છે.
બીજી બાજુ ડોલર સામે રૂપિયો પણ ઘસાતો જાય છે. ગુરુવારે ઇન્ટ્રાડે 71ની સપાટી નજીક 70.99 પહોંચ્યા બાદ અંતે 8 પૈસા ઘટી 70.89 બંધ રહ્યો હતો. નિષ્ણાંતોના મતે વૈશ્વિક કરન્સી માર્કેટમાં ડોલર સતત મજબૂત બની રહ્યો છે જેના કારણે રૂપિયો વધુ નબળો પડી ચાલુ માસમાં 72-72.30ની સપાટી સુધી જઇ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
અમદાવાદ
દેશ
Advertisement