Gold Price Today: સોનાની કિંમતમાં સામાન્ય ઉછાળો, જાણો સોના-ચાંદીના આજના લેટેસ્ટ ભાવ
વિતેલા વર્ષે ઓગસ્ટમાં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56000 રૂપિયાની ઉચ્ચ સપાટી પર પહોંચી ગયો હતો.
Gold Price Today: દેશમાં આજે સોનાના ભાવમાં સામાન્ય ઉછાળો જોવા મળ્યો છે. આજે હાજરમાં સોનાની કિંમત 48490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જે આ સપ્તાહના સરેરાશ ભાવ (48038.6 રૂપિયા પ્રતિ 10 ગ્રામ)થી 0.94 ટકા વધારે છે. ગઈકાલે માર્કેટમાં હાજરમાં સોનાની કિંમત 48480 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. એટલે કે આજે કિંમતમાં સામાન્ય 10 રૂપિયાનો ઉછાળો આવ્યો છે.
બીજી બાજુ ચાંદીમાં પણ 300 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે. આજે માર્કેટમાં ચાંદીનો ભાવ 69500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યો, ગઈકાલે ચાંદીનો ભાવ 69200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX)ની વાત કરીએ તો અહીં સોના અને ચાંદી બન્નેની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો છે. આજે સોનું 48409 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે ચાંદી 0.4 ટકાની તેજી સાથે 696900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી છે.
હજુ પણ રેકોર્ડ સપાટીથી સસ્તુ છે સોનું
વિતેલા વર્ષે ઓગસ્ટમાં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56000 રૂપિયાની ઉચ્ચ સપાટી પર પહોંચી ગયો હતો. એટલે કે જો આજના ભાવ સાથે સરખામણી કરીએ તો સોનું માર્કેટમાં હજુ પણ 7590 રૂપિયા સસ્તુ મળી રહ્યું છે.
વૈશ્વિક બજારની વાત કરીએ તો અહીં હાજરમાં સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. આજે વૈશ્વિક બજારમાં હાજરમાં સોનું 1826.9 ડોલર પ્રતિ ઔંસ પર બંધ રહ્યું. આજે તેમાં 0.14 ટકાનો ઘટાડો નોંધાયો છે. ચાંદીની કિંમતમાં પણ આજે 1.63 ટકાનો ઘટાડો નોંધાયો છે. આજે વૈશ્વિક બજારમાં તેની કિંમત 26.4 ડોલર પ્રતિ ઔંસ પર બંધ રહી છે.
મુકેશ અંબાણી કરવા જઈ રહ્યા છે વધુ એક ખરીદદારી, જાણો હવે કઈ કંપનીમાં હિસ્સો ખરીદશે
4 મેથી અત્યાર સુધીમાં 40 વખત પેટ્રોલના ભાવ વધ્યા, 19 રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર