શોધખોળ કરો
Advertisement
સોનામાં રોકાણકારો માટે ખુશીના સમાચાર? 45 હજાર પહોંચી શકે છે સોનાનો ભાવ, જાણો
સોનામાં રોકાણ કર્યું છે તો તમારા માટે ખુશીના સમાચાર છે. સોનાના ભાવ 45,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી જશે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે.
મુંબઈ: જો તમે સોનામાં રોકાણ કર્યું છે તો તમારા માટે ખુશીના સમાચાર છે. છેલ્લા બે મહિના દરમિયાન સોનાની કિંમતોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. પહેલા અમેરિકા-ઈરાન અને પછી અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરના કારણે કિંમતી ધાતુના ભાવમાં તેજી જોવા મળી રહી છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, 10 ગ્રામના ભાવ 43 હજારને પાર પહોંચ્યા છે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, વૈશ્વિક સ્તરે તણાવ ઓછું થતાં સોનાના ભાવ ફરી ઘટીને 39,000 રૂપિયા સુધી પહોંચે તેવી સંભાવના છે. ચીનમાં ફેલાયેલ કોરોના વાયરસે સમગ્ર દુનિયાને હચમચાવી દીધી છે. વૈશ્વિક બજારોમાં તેની સીધે અસર જોવા મળી રહી છે.
કેટલાંક દેશોમાં વાયરસને લઈ એલર્ટ પર જાહેર કરવામાં આવ્યા છે. આ પરિસ્થિતિઓમાં રોકાણકારો સોનામાં રોકાણ કરવાનું વધુ સુરક્ષિત સમજી રહ્યા છે. ભારતમાં સોનાના ભાવ 43,000 પ્રતિ 10 ગ્રામ સુધી બોલાઈ રહ્યા છે. સોનાના ભાવ 45,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી જશે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, સકારાત્મક વૈશ્વિક વલણ વચ્ચે સોમવારે સોના વાયદા ભાવ 406 રૂપિયા વધીને 43,269 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નજીક પહોંચી ગયો હતો. જ્યારે વૈશ્વિક સ્તરે સોનું 0.93 ટકા વધીને 1,664.20 ડોલર પ્રતિ ઔંસ બોલાઈ રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement