(Source: ECI/ABP News/ABP Majha)
Gold Price Today: 12 જૂલાઈએ સોનાના ભાવમાં થયો વધારો, જાણો લેટેસ્ટ ભાવ
રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત વધીને 73,580 રૂપિયા અને મુંબઈમાં 10 ગ્રામની કિંમત 73,430 રૂપિયા પર પહોંચી ગઈ છે.
નવી દિલ્હી: શુક્રવારે 12 જુલાઈએ દેશમાં સોનાની કિંમતમાં થોડો વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત વધીને 73,580 રૂપિયા અને મુંબઈમાં 10 ગ્રામની કિંમત 73,430 રૂપિયા પર પહોંચી ગઈ છે. કોલકાતામાં 24 કેરેટ સોનાની કિંમત 73,430 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ચાંદીની વાત કરીએ તો તેની કિંમત વધીને 95,600 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. ચાલો જાણીએ દેશના 12 મોટા શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાની છૂટક કિંમત શું છે.
12 જુલાઈ, 2024ના રોજ દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત અંદાજે 67,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત અંદાજે 73,580 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
હાલમાં મુંબઈમાં 22 કેરેટ સોનાની કિંમત 67,310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 73,430 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત 67,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 73,480 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
શહેર | 22 કેરેટ સોનાનો ભાવ | 24 કેરેટ સોનાનો ભાવ |
ચેન્નઈ | 67860 | 74030 |
કોલકાતા | 67310 | 73430 |
ગુરુગ્રામ | 67460 | 73580 |
લખનઉ | 67460 | 73580 |
બેંગ્લુરુ | 67310 | 73430 |
જયપુર | 67460 | 73580 |
પટના | 67360 | 73480 |
ભુવનેશ્વર | 67310 | 73430 |
હૈદરાબાદ | 67310 | 73430 |
11 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારોમાં, સોનાની કિંમત $9.50 પ્રતિ ઔંસ વધીને $2,389.20 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી હતી. ન્યુયોર્કમાં ચાંદીનો ભાવ પણ નજીવો વધીને $31.32 પ્રતિ ઔંસ થયો હતો. દેશમાં સોના અને ચાંદીના ભાવ સ્થાનિક પરિબળો તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોથી પ્રભાવિત છે.
વિશ્લેષકો માને છે કે સોનું ટૂંક સમયમાં તેની ઓલ ટાઈમ હાઈ લેવલ પાર કરી શકે છે. સોનું ઓલ ટાઈમ હાઈ $2,450 પ્રતિ ઔંસ છે, જે તેણે આ વર્ષે હાંસલ કર્યું છે.
પીળી ધાતુ માટે સ્થિતિ અનુકૂળ જણાય છે. ફેડરલ રિઝર્વે પણ સોના માટે સકારાત્મક માહોલ તૈયાર કર્યો છે. અમેરિકાની સેન્ટ્રલ બેંક, ફેડરલ રિઝર્વ સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં ઘટાડો કરશે તેવી અપેક્ષા મજબૂત બની છે, જે કિંમતી ધાતુઓને મદદ કરી રહી છે.
જો વિશ્લેષકોનો અંદાજ સાચો નીકળે અને સોનું આંતરરાષ્ટ્રીય બજારમાં ઓલ ટાઈમ હાઈ પર પહોંચે તો તેની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળશે. મતલબ કે આગામી દિવસોમાં સોનું મોંઘુ થઈ શકે છે.
દેશમાં આ સપ્તાહે સોનાના ભાવમાં 800 રુપિયાનો વધારો થયો છે. સોનાના ભાવમાં સતત વધઘટ જોવા મળી હતી. 6 જુલાઈએ સોનામાં રૂપિયા 710નો ઉછાળો જોવા મળ્યો હતો. જુલાઈની શરૂઆતમાં ચાંદીની ચમકમાં ફરી ઉછાળો આવ્યો છે. જેમાં એક જ ઝટકામાં ચાંદી લગભગ 5,000ની સપાટી કૂદાવી ગઈ હતી. તેથી ચાંદીમાં ભાવ વધારાથી હવે ગ્રાહકોને આંચકો લાગ્યો હતો. તો સોનામાં આ સપ્તાહમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો.