Gold Price: રેકોર્ડ સ્તરે પહોંચ્યો સોનાનો ભાવ, જાણો સોના ચાંદીની લેટેસ્ટ કિંમત
સોનુ દિવસેને દિવસે સુવર્ણ બની રહ્યું છે. વૈશ્વિક બજારોમાં તેજી અને ડોલર સામે રૂપિયાની નરમાઈના કારણે સોનાનો ભાવ આસમાને પહોંચ્યો છે.

Gold Price Today: સોનુ દિવસેને દિવસે સુવર્ણ બની રહ્યું છે. વૈશ્વિક બજારોમાં તેજી અને ડોલર સામે રૂપિયાની નરમાઈના કારણે સોનાનો ભાવ આસમાને પહોંચ્યો છે. સોનુ 84850 નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 75750 પહોંચ્યો છે. દિવાળી પછી સતત સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જોકે હાલ લગ્નસરાની સીઝન હોવાના કારણે લોકો ખરીદારી તો કરી રહ્યા છે. સાથે જ રોકાણકારોને તેનું વળતર સારું મળવાના કારણે રોકાણ કરી રહ્યા છે. હજુ પણ આવનારા સમયમાં સોનાનો ભાવ વધે તેવી શક્યતા છે. 2024 માં સોનાનો ભાવ 78,700 અને ચાંદીનો ભાવ 86,500 હતો જ્યારે 2025 માં 84,800 સોનુ અને ચાંદી 92500 જ્યારે 2025 માં સોનામાં 5,300 અને ચાંદી 6000 રૂપિયા વધ્યા છે.
શુક્રવારે સવારે સોનાના ભાવમાં વધારો થયો છે. સ્થાનિક વાયદાના કારોબારમાં પણ સોનામાં લીલા રંગે કારોબાર થતો જોવા મળ્યો હતો. MCX એક્સચેન્જ પર પ્રારંભિક વેપારમાં, 4 એપ્રિલ, 2025 ના રોજ ડિલિવરી માટે સોનું 0.27 ટકા અથવા રૂ. 218 ના વધારા સાથે રૂ. 82,262 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. મજબૂત વૈશ્વિક વલણ વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાના ભાવ ગુરુવારે સતત બીજા સત્રમાં વધ્યા હતા અને 83,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નવી સર્વકાલીન ઊંચી સપાટીએ બંધ થયા હતા.
ચાંદીના ભાવમાં વધારો
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. એમસીએક્સ એક્સચેન્જ પર, 5 માર્ચ, 2025 ના રોજ ડિલિવરી માટે ચાંદી શરૂઆતના ટ્રેડમાં 0.16 ટકા અથવા રૂ. 153ના વધારા સાથે રૂ. 93,599 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતી જોવા મળી હતી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગુરુવારે ચાંદીનો હાજર ભાવ રૂ. 1,150ના વધારા સાથે રૂ. 94,150 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.
સોનાની વૈશ્વિક કિંમત
સોનાના વૈશ્વિક ભાવમાં વધારો જોવા મળ્યો છે. કોમોડિટી માર્કેટ એટલે કે કોમેક્સ પર સોનું 0.22 ટકા અથવા 6.20 ડોલરના વધારા સાથે 2851.40 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. સોનાની વૈશ્વિક હાજર કિંમત 0.10 ટકા અથવા $2.40 ના વધારા સાથે $2796.99 પ્રતિ ઓન પર ટ્રેડ થતી જોવા મળી હતી.
Budget Expectations 2025: 8 લાખ સુધીની આવક પર નહીં લાગે ટેક્સ! જાણો બીજા ક્યાં થવા જઈ રહ્યા છે બદલાવ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
