Gold Silver Price Today : સોનાના ખરીદી નીકળતા ભાવ ઉછળ્યા, જાણો આજના લેટેસ્ટ ભાવ
ઘરેલુ બજારમા સોનાની ખરીદી હજુ પણ યથાવત છે. કોરોનાની બીજી લહેરને કારણે ઉભી થયેલ અનિશ્ચિતતાને જોતા સોનામાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
![Gold Silver Price Today : સોનાના ખરીદી નીકળતા ભાવ ઉછળ્યા, જાણો આજના લેટેસ્ટ ભાવ gold silver price today 17 may gold rate jump again today know gold silver 10 pram price in your city Gold Silver Price Today : સોનાના ખરીદી નીકળતા ભાવ ઉછળ્યા, જાણો આજના લેટેસ્ટ ભાવ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/29/626fbc25c07e5b4664bcac5d7258431a_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
યૂએસ ડોલર મજબૂત થતા ને બોન્ડ યીલ્ડમાં વધારાને કારણે વૈશ્વિક માર્કેટમાં સોનાની કિંમત વિતેલા સાડા ચાર મહિનાની નીચલી સપાટી પર આવી ગઈ છે. જોકે ભારતમાં બુધારે દિલ્હીના ગોલ્ડ માર્કેટમાં સોનાની કિંમત 527 રૂપિયા વધીને 48589 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગઈ.
ઘરેલુ બજારમાં સોનાની ખરીદી વધી
ઘરેલુ બજારમા સોનાની ખરીદી હજુ પણ યથાવત છે. કોરોનાની બીજી લહેરને કારણે ઉભી થયેલ અનિશ્ચિતતાને જોતા સોનામાં ઉછાળો જોવા મળી રહ્યો છે. હાલમાં સોવેરન ગોલ્ડ બોન્ડ સ્કીમ અંતર્ગત સોનાની ખીદી માટે ખુલ્યું છે. ગુરુવારે ઘરેલુ માર્કેટમાં સોનું સ્થિર રહ્યું છે ગુરુવારે તેની કિંમત 48783 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર રહી. જ્યારે સિલ્વર 0.07 ટકા ઘટીને 71361 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગઈ છે.
દિલ્હી માર્કેટમાં સોનામાં ઉછાળો
દિલ્હી ગોલ્ડ માર્કેટમાં બુધવારે સોનું 527 રૂપિયા વધીને 48589 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ રહ્યું હતું. તેના પહેલા દિવસે તેનો બંધ ભાવ 48062 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો. ચાંદીમાં પણ 1043 રૂપિયાનો ઉછાળા સાથે 71775 રૂપિયા પ્રતિ કિલો પર બંધ રહી હતી.
વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ 1908 ડોલર પ્રતિ ઔંસ પર રહ્યો છે. ગુરુવારે અમદાવદામાં હાજરમાં સોનું 49051 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહ્યો હતો જ્યારે ગોલ્ડ ફ્યૂચર 48815 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો. કોમેક્સમાં સોનું 1876 ડોલર પ્રતિ ઔંસ પર સપોર્ટ છે જ્યારે 1920 ડોલર પર પ્રતિકારક સપાટી જોવા મળી રહી છે. એમસીએક્સમાં સોનામાં 48300 પર સપોર્ટ છે જ્યારે 49000 રૂપિયા પ્રતિકારક સપાટી છે.
કેટલો થશે ભાવ
કોમોડિટી એક્સપર્ટના કહેવા માટે સોનામાં રોકાણ કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે. આગામી સમયમાં તેજી રહેવાની આશા છે. સોનામાં છેલ્લા થોડાં દિવસોથી તેજી આવી છે અને 48 હજાર આસપાસ થોડો ઘટાડો થવાની શક્યતા છે. મિડ ટર્મમાં 52 હજાર રૂપિયા અને લોંગ ટર્મમાં 60 હજાર રૂપિયા સુધી જઈ શકે છે.
પ્રથમ ત્રિમાસિકમાં સોનાની માંગ વધી
ભારતમાં સોનાની માંગ જાન્યુઆરી-માર્ચ 2021 ત્રિમાસિક દરમિયાન ગત વર્ષની તુલનામાં ચાલુ વર્ષના સમયગાળામાં 37 ટકા વધીને 140 ટન પર પહોંચી છે. ડબલ્યુસીજીના આંકડા મુજબ 2020ના પ્રથમ ત્રિમાસિકમાં સોનાની માંગ 102 ટન હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)