(Source: ECI/ABP News/ABP Majha)
Gold Silver Price Today : સોનાની કિંમતમાં તેજી, જાણો આજના લેટેસ્ટ ભાવ
સોમવારે ઘરેલુ માર્કેટમાં એમસીએક્સ પર સોનું 0.23 ટકા વધીને 48515 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું.
નબળો ડોલર અને અમેરિકામાં બોન્ડ યીલ્ડમાં ઘટાડાને કારણે વૈશ્વિક બજારમાં સોનાની કિંમતમાં ઉછાળો આવ્યો છે. ભારતમાં ગોલ્ડ ઇટીએફમાં વધારાનો નોંધાયો છે. જોકે ફિઝિકલ ગોલન્ડની માગ ઘટી છે અને લોકડુનને કારણે સ્ટોર ન ખુલવાથી ગ્રાહકો ગોલ્ડ જ્વેલરી અથવા સિક્કા ખરીદી નથી શકતા. તહેવાર અને લગ્નની સીઝન હોવા છતાં ફિઝિકલ ગોલ્ડનું વેચાણ ઘટ્યું છે. પરંતુ રોકાણકારો સોનાને રોકાણના એક શ્રેષ્ઠ વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે.
ઘરેલુ માર્કેટમાં વધી સોનાની કિંમત
સોમવારે ઘરેલુ માર્કેટમાં એમસીએક્સ પર સોનું 0.23 ટકા વધીને 48515 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું જ્યારે ચાંદી 0.63 ટકા વધીને 71499 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ. જ્યારે હાજર બજારમાં શુક્રવારે સોનું 48553 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર વેચાયું અને ચાંદી 71245 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ હતી. અમદાવાદમાં હાજર બજારમાં સોનું 47569 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થયું જ્યારે ગોલ્ડ ફ્યૂચર 48617 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થયું.
ક્રિપ્ટો કરન્સીમાં ઘટાડાથી સોનામાં રોકાણ વધ્યું
સોનાની કિંમત ડોલર નબળો પડવાને કારણે વધી છે. જ્યારે ક્રિપ્ટો કરન્સીમાં વેચવાલીએ પણ સોનામાં રોકાણ વધાર્યું છે. મોંઘવારીની આશંકાથી પણ ટ્રેડર અ રોકાણકારો સોના પર જોખમ લઈ રહ્યા છે. આ જ કારણે તેની કિંમત વધી છે. વિશ્લેષકોનું માનવું છે કે, કોમેક્સમાં સોનું 1860 ડોલર પર સપોર્ટ જોવા મળી રહ્યું છે અને 1900 ડોલર પ્રતિકારક સપાટી છે. એમસીએક્સમાં સોનું 48200 રૂપિયા પર સપોર્ટ અને 48800 રૂપિયા પર પ્રતિકારક સપાટી છે. બીજી બાજુ સોનાની કિંમતમાં ઘરેલુ સ્તરે વિતેલા એક સપ્તાહમાં કિંમતમાં દોઢ ટકાનો ઉછાળો આવ્યો છે. જોકે ચાંદીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે.
આ Mutual Fundએ 1 વર્ષમાં 220% નું વળતર આપ્યું, રોકાણ કરશો કે નહીં ?