આ Mutual Fundએ 1 વર્ષમાં 220% નું વળતર આપ્યું, રોકાણ કરશો કે નહીં ?
મ્યુચ્યુઅલ ફંડ, અલગ અલગ કંપનીઓની કેપિટલ પ્રમાણે તેની બાસ્કેટ બને છે અને પછી તેમાં રોકાણ કરવામાં આવે છે. નાની અથવા ઓછી મૂડી ધરાવતી કંપનીઓને સ્મોલ કેપ કંપનીઓ તરીકે ઓળખવામાં આવે છે.
મ્યુચ્યઅલ ફંડમાં અલગ અલગ કેટેગરી હોય છે. જેમ કે બ્લૂચિપ ફંડ, ફાર્મા ફંડ, મિડ કેપ ફંડ, સ્મોલ કેપ ફંડ, લાર્જ કેપ ફેડ વેગરે, પરંતુ વિતેલા એક વર્ષમાં જે કેટેગરીમાં મ્યુચ્યુઅલ ફંડે 200 ટકા જેટલો અધધધ વળતર આપ્યું છે તે સ્મોલ કેપ મ્ચુચ્યુઅલ ફંડ છે.
મ્યુચ્યુઅલ ફંડ, અલગ અલગ કંપનીઓની કેપિટલ પ્રમાણે તેની બાસ્કેટ બને છે અને પછી તેમાં રોકાણ કરવામાં આવે છે. નાની અથવા ઓછી મૂડી ધરાવતી કંપનીઓને સ્મોલ કેપ કંપનીઓ તરીકે ઓળખવામાં આવે છે. માટે સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ આવી જ કંપનીઓમાં રોકાણ કરે છે.
જો સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડના પ્રદર્શનની વાત કરીએ તો વિતેલા 3 વર્ષમાં તેનું પ્રદર્શન સામાન્ય રહ્યું છે. પરંતુ વિતેલા એક વર્ષમાં આ કેટેગરીમાં સતત ટોપ પર બનેલી છે. જો વિતેલા એક વર્ષના એ કેટેગરીના એવરેજ વળતરની વાત કરીએ તો તેણે 120 ટકા જેટલું રિટર્ન આપ્યું છે. જ્યારે કેટલાક ટોપ પર્ફોર્મરે તો 220 ટકા સુધીનું વળતર આપ્યું છે. આવો જાણીએ કોણ કોણ છે ટોપ પરફોર્મર?
સ્મોલ કેપ મ્ચુચ્યુઅલ ફંડ કેટેગરીમાં વિતેલા એક વર્ષમાં સૌથી સારું પરફોર્મન્સ ‘ક્વાન્ટ સ્મોલ કેપ ફંડ’નું રહ્યું છે, જેણે 217 ટકા જેટલું વળતર આપ્યું છે. જ્યારે કોટક સ્મોલ કેપ ફંડે 139 ટકા વળતર આપ્યં છે અને તે બીજા ક્રમ પર છે. હાલમાં બજારમાં કુલ 24 સ્મોલ કેપ ફંડ છે તેમાંથી 22 ફંડનું વળતર વિતેલા એક જ વર્ષમાં 100 ટકા જેટલો રહ્યું છે. આ કેટેગરીમાં કોઈ ફડંનું ઓછામાં ઓછું વળતર 96 ટકા રહ્યું છે.
નિષ્ણાંતોનું કહેવું છે કે, 2018માં સ્મોલ કેપ ફંડ પોતાની નીચલી સપાટીએ પહોંચી ગયા હતા, પંરતુ કોરોના બાદ તેમાં ફરીથી રોકાણ વધ્યું છે. એવામાં 2018થી અને હવે કોરોના બાદની સ્થિતિમાં સ્મેલ કેપ કેટેગરીમાં ઘણો ફેરફાર આવ્યો છે. પહેલા જે કંપની નબળી હતી તે વધારે નબળી પડી ગઈ અને જે મજબૂત હતી તે વધુ દમદાર થઈ, જેના કારણે કન્સોલિડેશન વધ્યું છે. કંપનીઓની બેલેન્સ શીટમાં ઘણો સુધારો આવ્યો છે અને લિક્વિડિટીની સમસ્યા કેટલીક હદે સુધરી છે. જેના કારણે આ કેટેગરીમાં કંપનીઓ અને મ્યુચ્યુઅલ ફંડનું પ્રદર્શન સારું રહ્યં છે.
શું તમારે Small Cap Fund ફંડમાં રોકાણ કરવું જોઈએ કે નહીં ? તેના વિશે નિષ્ણાંતોનું કહેવું છે કે, શેર બજારમાં છેલ્લે જ્યારે સ્મોલ કેપ કપનીઓનો ઇન્ડેક્સ મજબૂત થયો ત્યારે 300 ટકા સુધી ઉછળ્યો હતો. જ્યારે તેમાં આગળ ઉછાળો કંપની-કંપની પ્રમાણે બદલાતું રહે છે. આ રીતે જોવા જીએ તો સ્મેલ કોપ કેટેગરીમાં હજુ પણ થોડો વધારો થવાની શક્યતા છે. પરંતુ સાથે જ નિષ્ણાંતોનું એ પણ કહેવું છે કે, રોકાણકારોએ અચાકનથી આટલું મોટું વળતર મળવાથી પ્રભાવિત ન થવું જીએ કારણ કે Small Cap અને Mid Cap ફંડની સાથે જોખમ પણ ઘઉં વધારે હોય છે અને તેમાં અસામાન્ય ઉતાર-ચડાવ એટલે કે volatile પણ હોય છે.