Gold-Silver Price Today: સોના-ચાંદીમાં આજે મોટો કડાકો, ચાર મહિનાની નીચલી સપાટીએ ભાવ પહોંચ્યા
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવમાં આજે 4.4 ટકાનો ઘટાડો થયો છે.
Gold-Silver Price Today: આજે ફરી એક વખત દેશમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. MCX પર સોનાની કિંમત આજે 1.3 ટકા ઘટી છે અને તે 600 રૂપિયા ઘટીને 46029 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગઈ છે. દેશમાં સોનાના છેલ્લા ચાર મહિનાના ભાવની આ સૌથી નીચલી સપાટી છે. બીજી બાજુ જો આપણે ચાંદીની વાત કરીએ તો આજે તેની કિંમતોમાં પણ 1.6 ટકાનો ઘટાડો થયો છે. આજે બજારમાં ચાંદીનો દર 1000 રૂપિયા ઘટીને 63983 રૂપિયા પ્રતિ કિલો થયો છે. તેના કારણે અગાઉના સત્રમાં પણ ચાંદીમાં 2000 રૂપિયાનો અને સોનામાં 1000 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવમાં આજે 4.4 ટકાનો ઘટાડો થયો છે. અહીં હાજર સોનું 2.3 ટકા ઘટીને 1,722.06 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. તે જ સમયે ચાંદી પણ 2.6 ટકા ઘટીને 23.70 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ આવી ગઈ છે. આ પહેલા સત્રની શરૂઆતમાં ચાંદીના ભાવમાં 7.5 ટકાનો ઘટાડો થયો હતો.
આગામી કેટલાક દિવસો સુધી સોનામાં ઘટાડો યથાવત રહેશે
નિષ્ણાતોના મતે, "આગામી કેટલાક દિવસોમાં પણ વૈશ્વિક બજારમાં સોનાની કિંમત 1,788 ડોલર પ્રતિ ઔંસથી નીચે રહેવાની ધારણા છે. જેના કારણે ભારતમાં તેના ભાવમાં ઘટાડાનો આ તબક્કો આગામી કેટલાક દિવસો સુધી ચાલુ રહી શકે છે. "
દિલ્હી, મુંબઈ અને ચેન્નઈમાં સોનાના ભાવ
ગુડ રિટર્ન્સ વેબસાઇટ અનુસાર, દિલ્હીમાં આજે સોનાની કિંમત 45,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. બીજી બાજુ, 10 ગ્રામ સોનાની કિંમત મુંબઈમાં 45,690 રૂપિયા અને ચેન્નઈમાં 44,390 રૂપિયા નોંધાઈ છે.
Atamnirbhar Bharat Yojna: શું છે આત્મનિર્ભર યોજના, જાણો કોને મળી શકે છે તેનો લાભ
આજથી પાંચ દિવસ સરકારની આ સ્કીમમાં રોકાણની તક, પાકતી મુદતે મળતી રકમ પર કોઈ ટેક્સ નહીં લાગે
Cartrade Tech અને Nuvoco Vistasના IPO આજે ખુલ્યા, આ સપ્તાહે ચાર કંપનીઓમાં રોકાણની તક
5 વર્ષમાં સોનામાં 56%નું વળતર મળ્યું, 50 વર્ષમાં ભાવ 184 રૂપિયાથી વધીને 48,000 થયા