શોધખોળ કરો

Gold silver rate today: સતત બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો, 83 હજાર નીચે ભાવ, જાણો રેટ 

સોનાના ભાવમાં મંગળવારે સતત બીજા કારોબારી સત્રમાં ઘટાડો ચાલુ રહ્યો હતો. જ્વેલર્સ અને રિટેલર્સની ધીમી માંગને કારણે મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાના ભાવમાં 160 રૂપિયાનો ઘટાડો થયો હતો.

Gold silver rate today: સોનાના ભાવમાં મંગળવારે સતત બીજા કારોબારી સત્રમાં ઘટાડો ચાલુ રહ્યો હતો. જ્વેલર્સ અને રિટેલર્સની ધીમી માંગને કારણે મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાના ભાવમાં 160 રૂપિયાનો ઘટાડો થયો હતો. ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશને આ માહિતી આપી હતી. 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાની કિંમત 160 રૂપિયા ઘટીને 82,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. સોમવારે તે 83,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. 99.5 ટકા શુદ્ધતા ધરાવતું સોનું પણ રૂ. 160 ઘટીને રૂ. 82,440 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું, જ્યારે અગાઉના ટ્રેડિંગ સત્રમાં તેનો ભાવ રૂ. 82,600 પ્રતિ 10 ગ્રામ હતો.

ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી 

જોકે, મંગળવારે ચાંદી રૂ. 92,000 પ્રતિ કિલોગ્રામ પર સ્થિર રહી હતી. બજારના સૂત્રોએ જણાવ્યું હતું કે વેપારીઓ બુધવારે મહત્વના FOMC વ્યાજ દરના નિર્ણય પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે યુએસ ડૉલરને પ્રભાવિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે અને બુલિયનના ભાવના આગામી તબક્કાની દિશા નક્કી કરવામાં મદદ કરશે. HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટીઝ) સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, "યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પછી કે તેઓ વૈશ્વિક ટેરિફ 2.5 ટકા કરતા 'ઘણા મોટા' ઇચ્છે છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં કોમેક્સ ગોલ્ડ ફ્યુચર્સ 10 ડોલર પ્રતિ ઔંસ વધીને 2,776.20 ડોલર પ્રતિ ઔંસ થયું હતું.

બુલિયનના ભાવ અસ્થિર રહેશે 

કોમેક્સ ચાંદીનો વાયદો એશિયન બજારના કલાકોમાં 0.48 ટકા વધીને 30.56 ડોલર પ્રતિ ઔંસ હતો. એક્સિસ સિક્યોરિટીઝના વરિષ્ઠ સંશોધન વિશ્લેષક-કોમોડિટીઝ દેવયા ગગલાનીએ જણાવ્યું હતું કે FOMC મીટિંગની સાથે એડવાન્સ જીડીપી ડેટા, ગ્રાહક વિશ્વાસ અહેવાલ અને બેરોજગારી દાવાઓના ડેટાને કારણે આ સપ્તાહ બુલિયનના ભાવ અસ્થિર રહેવાની વેપારીઓ અપેક્ષા રાખે છે, જે સોનાની કિંમતોમાં ઉતાર-ચઢાવમાં યોગદાન કરી શકે છે.   

કેમ વઘે છે સોનાના ભાવ 

સોનાના ભાવ સ્થાનિક માંગ, યુએસ અર્થતંત્રની સ્થિતિ, ફેડરલ રિઝર્વના વ્યાજ દરો અને આંતરરાષ્ટ્રીય બજારના વલણો પર આધાર રાખે છે. રોકાણકારો આગામી સમયમાં સોનાના ભાવમાં વધુ વધારો જોઈ શકે છે. અમેરિકાથી આવતા બેરોજગારી અને PMI જેવા આર્થિક ડેટા સોના અને ચાંદીના બજારને અસર કરી શકે છે. આ કારણે રોકાણકારોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારોની મજબૂત સ્થિતિને જોતાં સોના-ચાંદીમાં રોકાણ કરનારાઓ માટે આ સમય મહત્ત્વનો સાબિત થઈ શકે છે.  

તમારા શહેરની સોનાની કિંમત જાણવા માટે આ નંબર પર કોલ કરો

તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો. આ રીતે તમે ઘરે બેઠા જ જાણી શકશો સોનાના લેટેસ્ટ રેટ.  

Budget 2025: શું જૂની ટેક્સ વ્યવસ્થા સંપૂર્ણપણે નાબૂદ થશે ? જાણો

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થતાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા જિલ્લામાં તબાહી મચાવશે
ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થતાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા જિલ્લામાં તબાહી મચાવશે
ગુજરાતમાં AAPનો મોટો રાજકીય દાવ: તમામ નગરપાલિકા-પંચાયત બેઠકોની ચૂંટણીને લઈ કરી મોટી જાહેરાત
ગુજરાતમાં AAPનો મોટો રાજકીય દાવ: તમામ નગરપાલિકા-પંચાયત બેઠકોની ચૂંટણીને લઈ કરી મોટી જાહેરાત
Airtel Down: સમગ્ર દેશમાં એરટેલની સેવાઓ ડાઉન! કોલ અને ઇન્ટરનેટ સેવાઓ પ્રભાવિત
Airtel Down: સમગ્ર દેશમાં એરટેલની સેવાઓ ડાઉન! કોલ અને ઇન્ટરનેટ સેવાઓ પ્રભાવિત
Next Gen GST Reforms: ઓનલાઈન ગેમિંગથી લઈને AC-સિગારેટ સુધી... જીએસટી સુધારા બાદ શું થશે સસ્તું અને શું થશે મોંઘું? જાણો વિગતે
Next Gen GST Reforms: ઓનલાઈન ગેમિંગથી લઈને AC-સિગારેટ સુધી... જીએસટી સુધારા બાદ શું થશે સસ્તું અને શું થશે મોંઘું? જાણો વિગતે
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હવે સમજાયો ખાતરનો ખેલ!
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ સરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : છૂપા કેમેરાથી સાવધાન!
Hun To Bolish : હવે રાઈડ દુર્ઘટનાની તપાસને લઈ પ્રશાસન અને પોલીસ દોડતા થયા
Gujarat Fertilizer Scam : ખાતરમાં ગેરરીતિ મામલે મોટો ધડાકો , જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થતાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા જિલ્લામાં તબાહી મચાવશે
ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થતાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા જિલ્લામાં તબાહી મચાવશે
ગુજરાતમાં AAPનો મોટો રાજકીય દાવ: તમામ નગરપાલિકા-પંચાયત બેઠકોની ચૂંટણીને લઈ કરી મોટી જાહેરાત
ગુજરાતમાં AAPનો મોટો રાજકીય દાવ: તમામ નગરપાલિકા-પંચાયત બેઠકોની ચૂંટણીને લઈ કરી મોટી જાહેરાત
Airtel Down: સમગ્ર દેશમાં એરટેલની સેવાઓ ડાઉન! કોલ અને ઇન્ટરનેટ સેવાઓ પ્રભાવિત
Airtel Down: સમગ્ર દેશમાં એરટેલની સેવાઓ ડાઉન! કોલ અને ઇન્ટરનેટ સેવાઓ પ્રભાવિત
Next Gen GST Reforms: ઓનલાઈન ગેમિંગથી લઈને AC-સિગારેટ સુધી... જીએસટી સુધારા બાદ શું થશે સસ્તું અને શું થશે મોંઘું? જાણો વિગતે
Next Gen GST Reforms: ઓનલાઈન ગેમિંગથી લઈને AC-સિગારેટ સુધી... જીએસટી સુધારા બાદ શું થશે સસ્તું અને શું થશે મોંઘું? જાણો વિગતે
Mumbai Red Alert Heavy Rainfall:  મુંબઇમાં મૂશળધાર, રસ્તા જળમગ્ન, હાઇટાઇડનો ખતરો, રેડ એલર્ટ જાહેર
Mumbai Red Alert Heavy Rainfall: મુંબઇમાં મૂશળધાર, રસ્તા જળમગ્ન, હાઇટાઇડનો ખતરો, રેડ એલર્ટ જાહેર
Ahmedabad: અમદાવાદ શહેરમાં 31 PIની આંતરિક બદલી, જાણો કોને સોંપાઈ કઈ જવાબદારી?
Ahmedabad: અમદાવાદ શહેરમાં 31 PIની આંતરિક બદલી, જાણો કોને સોંપાઈ કઈ જવાબદારી?
Accident: નવસારીના બીલીમોરામાં મેળામાં રાઈટ તૂટી જતા મોટી દુર્ઘટના, પાંચ લોકો ગંભીર રીતે ઘવાયા
Accident: નવસારીના બીલીમોરામાં મેળામાં રાઈટ તૂટી જતા મોટી દુર્ઘટના, પાંચ લોકો ગંભીર રીતે ઘવાયા
સુરતના પીપલોદમાં કે.ચારકોલ રેસ્ટોરન્ટમાં મહિલાના વોશરૂમમાંથી મળ્યો ફોન, સફાઈકર્મીની ધરપકડ, પાંચ વીડિયો મળ્યા
સુરતના પીપલોદમાં કે.ચારકોલ રેસ્ટોરન્ટમાં મહિલાના વોશરૂમમાંથી મળ્યો ફોન, સફાઈકર્મીની ધરપકડ, પાંચ વીડિયો મળ્યા
Embed widget