Gold-Silver Rates Today: સોના-ચાંદીમાં આજે ભરી ઘટાડો, જાણો આજના લેટેસ્ટ ભાવ
દેશના ગોલ્ડ માર્કેટમાં આ સપ્તાહેનો સોનાનો ભાવ 46200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે જ્યારે ચાંદીમાં 69 હજાર રૂપિયા પ્રતિ કિલોનું લેવલ જોવા મળી શકે છે.
Gold-Silver Rates Today: દેશમાં લગ્નની સીઝન શરૂ થઈ ગઈ છે. ત્યારે Gold અને Silverની કિંમતમાં ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. ઘણાં દિવશતી તેજીમાં રહેલ Gold Silverની ચકમ આજે ફીકી પડી છે. આજે એમસીએક્સ પર 0.33 ટકા ઘટીને 10 ગ્રામ Goldની કિંમત 45767 રૂપિયા પર પહોંચી ગઈ. જ્યારે એમસીએક્સ પર 0.25 ટકા ઘટીને એક કિલો Silverની કિંમત 65 હજાર 715 રૂપિયા પર આવી ગઈ.
હાલમાં જ Gold-Silverમાં ઉછાળો આવ્યો હતો
આ પહેલા વિતેલા દિવસોમાં 10 ગ્રામ Goldની કિંમતમાં 1.25 ટકા એટલે કે 600 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. જ્યારે Silver બે ટકા એટલે કે 1300 રૂપિયા પ્રતિ કિલોગ્રામ મોંઘી થઈ હતી. જોકે વૈશ્વિક બજારમાં આગામી સપ્તાહે Goldમાં તેજી થવાની ધારણા છે, કારણ કે અમેરિકામાં પ્રોત્સાહન પેકેજની જાહેરાત થયા બાદ આગળ મોંઘવારી વધવાની આશાથી રોકાણકારો Gold તરફ વળી શકે છે.
કારોબારીઓના મતે દેશના Gold માર્કેટમાં આ સપ્તાહેનો Goldનો ભાવ 46200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે જ્યારે Silverમાં 69 હજાર રૂપિયા પ્રતિ કિલોનું લેવલ જોવા મળી શકે છે. કેડિયા એડવાઈઝરીના ડાયરેક્ટર અજય કેડિયાનું કહેવું છે કે, વૈશ્વિક બજારમાં Goldમાં 1750 ડોલર પ્રતિ ઔંસ સુધીની સપાટી જોવા મળી શે છે. જ્યારે ઘરેલુ વાયદા બજાર એમસીએક્સ પર Gold 45800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર જઈ શકે છે, જ્યારે Silverમાં 67000 રૂપિયા પ્રતિ કિલોની સપાટી જોવા મળી શકે છે.
લગ્નની સીઝન શરૂ થવાથી Gold-Silverની માગ વધી
Gold માર્કેટમાં કારોબારીઓનું કહેવું છે કે લગ્નની સીઝન શરૂ થવાથી દેશમાં Goldની માગમાં ઉછાળો આવ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (આઈબીજેએ)ના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મેહતાએ કહ્યું કે, Goldના ભાવમાં ઘટાડો થવાથી Goldની માગ વધી છે. જ્યારે એક્સાઈઝ ડ્યૂટી ઘટવાથી આયાત પણ વધી છે. તેમણે કહ્યું કે, છેલ્લા માર્ચ મહિનાથી અંદાજે 160 ટન Goldની આયાત થઈ હતી.