શોધખોળ કરો

7th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓ માટે સારા સમાચાર, આ દિવસે કરાશે DAમાં વધારાની જાહેરાત

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. જૂલાઈ 2024 થી અમલમાં આવનાર મોંઘવારી ભથ્થા (DA Hike) તારીખ કન્ફર્મ થઇ ગઇ છે

7th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. જૂલાઈ 2024 થી અમલમાં આવનાર મોંઘવારી ભથ્થા (DA Hike) તારીખ કન્ફર્મ થઇ ગઇ છે. સપ્ટેમ્બરના અંતમાં તેની જાહેરાત થવાની સંભાવના છે. ડીએમાં 3 ટકાના વધારાની આશા છએ. જેનો લાભ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને થશે. મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય AICPI-IW ઇન્ડેક્સ  (All India Consumer Price Index for Industrial Workers) ના ડેટા પર આધારિત છે. જાન્યુઆરીથી જૂન 2024ના AICPI ડેટા અનુસાર, જૂનમાં ઇન્ડેક્સમાં 1.5 પોઇન્ટનો વધારો નોંધવામાં આવ્યો હતો. આના કારણે ડીએની ગણતરીમાં ત્રણ ટકાનો વધારો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

એઆઈસીપીઆઈ ઈન્ડેક્સના જાન્યુઆરીથી જૂન 2024ના ડેટા પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે. જૂન 2024ના ડેટા અનુસાર, AICPI ઇન્ડેક્સ 141.4 પર પહોંચ્યો હતો, જે મે મહિનામાં 139.9 હતો. આનાથી સ્પષ્ટ છે કે આ વખતે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થવા જઈ રહ્યો છે.

મોંઘવારી ભથ્થું ક્યારે જાહેર થશે?

મોંઘવારી ભથ્થામાં વધારો સપ્ટેમ્બરના અંત સુધીમાં જાહેર કરવામાં આવશે, પરંતુ તેનો અમલ જુલાઈ 2024થી કરવામાં આવશે. આ ઓક્ટોબરના પગાર સાથે ચૂકવવામાં આવી શકે છે. જેમાં જૂલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના બાકી રૂપિયા પણ સામેલ હશે.

ડીએ વધારા સાથે એરિયસની ચૂકવણી

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને 3 મહિના (જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર)નું ડીએ એરિયર્સ મળશે. અત્યાર સુધી 50 ટકા ડીએ આપવામાં આવતું હતું, જે હવે વધારીને 53 ટકા કરવામાં આવશે. કેન્દ્રીય કર્મચારીઓ માટે આ એક મોટી રાહત છે, કારણ કે વધતી જતી મોંઘવારીના યુગમાં ડીએ વધારો તેમના નાણાકીય બોજને અમુક અંશે ઘટાડશે.

આ મહિનાની શરૂઆતમાં એમ્પ્લોઈ પેન્શન યોજના (Employee Pension Scheme)  હેઠળ પેન્શન મેળવતા પેન્શનરો માટે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી હતી. 1 જાન્યુઆરી, 2025 થી, EPS પેન્શનરો દેશના કોઈપણ ખૂણામાં કોઈપણ બેંકની કોઈપણ શાખામાંથી પેન્શન મેળવી શકે છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ આ માહિતી આપી છે. આ નિર્ણયથી લગભગ 78 લાખ EPS પેન્શનરોને ફાયદો થશે. શ્રમ અને રોજગાર મંત્રાલયે એક અખબારી યાદીમાં આ નિર્ણય વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે શ્રમ અને રોજગાર મંત્રી અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી, EPFના અધ્યક્ષ મનસુખ માંડવિયાએ કર્મચારી પેન્શન યોજના 1995 માટે સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમને મંજૂરી આપી છે. સેન્ટ્રલાઈઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. રાષ્ટ્રીય સ્તરે સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમની રચના સાથે, ભારતના કોઈપણ ખૂણામાં કોઈપણ બેંકની કોઈપણ શાખામાંથી પેન્શનધારકોને પેન્શન આપી શકાય છે. EPFOના 78 લાખ EPS પેન્શનરોને સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમનો લાભ મળશે.

EPS Pensioners: 78 લાખ પેન્શનધારકો માટે ખુશખબર! 1 જાન્યુઆરી 2025થી દેશની કોઈપણ બેંકમાંથી મળશે પેન્શન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત,  ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત, ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | યમદૂત નબીરાઓને ક્યારે પકડશે પોલીસ?Hun To Bolish | હું તો બોલીશ | આ દાવમાં કેટલો દમ?Ahmedabad Accident | અમદાવાદમાં પૂરપાટ આવતી કારે પરિવારને કચડ્યો, સામે આવ્યા સીસીટીવીRajkot Ganesh Visarjan | રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન 4 યુવાનો ડૂબ્યા | ABP Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત,  ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત, ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
WOMEN'S T20 WORLD CUP 2024: ICC એ કરી મોટી જાહેરાત, મહિલા ટી20 વર્લ્ડ કપની વિજેતા ટીમ થશે માલામાલ 
WOMEN'S T20 WORLD CUP 2024: ICC એ કરી મોટી જાહેરાત, મહિલા ટી20 વર્લ્ડ કપની વિજેતા ટીમ થશે માલામાલ 
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Delhi CM Atishi Caste: દિલ્હીના નવા સીએમ આતિષીની જાતિ શું છે? ખ્રિસ્તી હોવાનો આરોપ, નામમાંથી 'માર્લેના' કેમ હટાવ્યું
Delhi CM Atishi Caste: દિલ્હીના નવા સીએમ આતિષીની જાતિ શું છે? ખ્રિસ્તી હોવાનો આરોપ, નામમાંથી 'માર્લેના' કેમ હટાવ્યું
Antibioticનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન, 25 વર્ષમાં થશે લગભગ 4 કરોડનાં મોત, સ્ટડીમાં દાવો
Antibioticનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન, 25 વર્ષમાં થશે લગભગ 4 કરોડનાં મોત, સ્ટડીમાં દાવો
Embed widget