શોધખોળ કરો

EPS Pensioners: 78 લાખ પેન્શનધારકો માટે ખુશખબર! 1 જાન્યુઆરી 2025થી દેશની કોઈપણ બેંકમાંથી મળશે પેન્શન

Employees Pension Scheme 1995: સેન્ટ્રલાઈઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમ હેઠળ પેન્શન વિતરણમાં મદદ મળશે અને આ માટે પેન્શન ચુકવણી ઓર્ડર ટ્રાન્સફર કરવાની જરૂર રહેશે નહીં.

EPS Pensioners: એમ્પ્લોઈ પેન્શન યોજના (Employee Pension Scheme)  હેઠળ પેન્શન મેળવતા પેન્શનરો માટે સારા સમાચાર છે. 1 જાન્યુઆરી, 2025 થી, EPS પેન્શનરો દેશના કોઈપણ ખૂણામાં કોઈપણ બેંકની કોઈપણ શાખામાંથી પેન્શન મેળવી શકે છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ આ માહિતી આપી છે. આ નિર્ણયથી લગભગ 78 લાખ EPS પેન્શનરોને ફાયદો થશે.

78 લાખ EPS પેન્શનરોને લાભ
શ્રમ અને રોજગાર મંત્રાલયે એક અખબારી યાદીમાં આ નિર્ણય વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે શ્રમ અને રોજગાર મંત્રી અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી, EPFના અધ્યક્ષ મનસુખ માંડવિયાએ કર્મચારી પેન્શન યોજના 1995 માટે સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમને મંજૂરી આપી છે. સેન્ટ્રલાઈઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. રાષ્ટ્રીય સ્તરે સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમની રચના સાથે, ભારતના કોઈપણ ખૂણામાં કોઈપણ બેંકની કોઈપણ શાખામાંથી પેન્શનધારકોને પેન્શન આપી શકાય છે. EPFOના 78 લાખ EPS પેન્શનરોને સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમનો લાભ મળશે.

પેન્શનધારકોની સમસ્યાઓમાં ઘટાડો થશે
આ ઐતિહાસિક નિર્ણય પર શ્રમ અને રોજગાર મંત્રીએ કહ્યું કે, સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમની મંજૂરી EPFOના આધુનિકીકરણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે. દેશમાં કોઈપણ બેંકની કોઈપણ શાખામાંથી પેન્શનધારકોને પેન્શન આપવાથી પેન્શનધારકોની સમસ્યાઓ હલ કરવામાં મદદ મળશે જેનો તેઓ લાંબા સમયથી સામનો કરી રહ્યા હતા.

પેન્શન પેમેન્ટ ઓર્ડરની જરૂર રહેશે નહીં
સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ દેશમાં પેન્શન વિતરણમાં મદદ કરશે અને આ માટે પેન્શન પેમેન્ટ ઓર્ડર ટ્રાન્સફર કરવાની જરૂર રહેશે નહીં. અગાઉ, જ્યારે પેન્શનરો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા અથવા બેંકો અથવા શાખાઓ બદલતા ત્યારે પેન્શન પેમેન્ટ ઓર્ડર જારી કરવા પડતા હતા. નિવૃત્તિ પછી વતન જતા આવા પેન્શનરોને આનાથી મોટી રાહત મળશે. આગામી તબક્કામાં સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમને આધાર આધારિત પેમેન્ટ સિસ્ટમ સાથે લિંક કરવામાં આવશે.

આ પણ વાંચો...

પાન કાર્ડની પ્રક્રિયા થઇ સરળ, ઘરે બેઠા એક મિનિટમાં કરો ડાઉનલોડ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cold Wave: આ દિવસથી ગુજરાત બનશે ઠંડુગાર, અંબાલાલની હાડ ગાળતી ઠંડીને લઇને લેટેસ્ટ આગાહી
Cold Wave: આ દિવસથી ગુજરાત બનશે ઠંડુગાર, અંબાલાલની હાડ ગાળતી ઠંડીને લઇને લેટેસ્ટ આગાહી
Ahmedabad: ગાંધી આશ્રમના નવીનીકરણના કારણે આજથી  આ રસ્તા થયા બંધ, હવે આ વૈકલ્પિક રૂટનો  કરી શકાશે ઉપયોગ
Ahmedabad: ગાંધી આશ્રમના નવીનીકરણના કારણે આજથી આ રસ્તા થયા બંધ, હવે આ વૈકલ્પિક રૂટનો કરી શકાશે ઉપયોગ
Pakistan: પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટ, 21 લોકોના મોત, અનેક ઘાયલ
Pakistan: પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટ, 21 લોકોના મોત, અનેક ઘાયલ
Accident: અમદાવાદથી અયોધ્યા દર્શને જતી બસને નડ્યો  અકસ્માત, 3નાં કરૂણ  મોત
Accident: અમદાવાદથી અયોધ્યા દર્શને જતી બસને નડ્યો અકસ્માત, 3નાં કરૂણ મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Elon Musk: સૌથી ધનિક ઉદ્યોગપતિ એલન મસ્કે કરી સૌથી મોટી ભવિષ્યવાણી, કેનેડામાં હારશે ટ્રુડોAmbaji Rape Case: અંબાજીમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસને લઈને સૌથી મોટા સમાચારDang Crime News: યુવકને માર મારવા અને યુવતીના છેડતીના કેસમાં પોલીસે ચાર શખ્સોને ઝડપ્યાVadodara Suicide Case: ગ્રાહક સુરક્ષા એક્ટિવિસ્ટે કર્યો આપઘાત, કારણ જાણી ચોંકી જવાશે Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cold Wave: આ દિવસથી ગુજરાત બનશે ઠંડુગાર, અંબાલાલની હાડ ગાળતી ઠંડીને લઇને લેટેસ્ટ આગાહી
Cold Wave: આ દિવસથી ગુજરાત બનશે ઠંડુગાર, અંબાલાલની હાડ ગાળતી ઠંડીને લઇને લેટેસ્ટ આગાહી
Ahmedabad: ગાંધી આશ્રમના નવીનીકરણના કારણે આજથી  આ રસ્તા થયા બંધ, હવે આ વૈકલ્પિક રૂટનો  કરી શકાશે ઉપયોગ
Ahmedabad: ગાંધી આશ્રમના નવીનીકરણના કારણે આજથી આ રસ્તા થયા બંધ, હવે આ વૈકલ્પિક રૂટનો કરી શકાશે ઉપયોગ
Pakistan: પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટ, 21 લોકોના મોત, અનેક ઘાયલ
Pakistan: પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટ, 21 લોકોના મોત, અનેક ઘાયલ
Accident: અમદાવાદથી અયોધ્યા દર્શને જતી બસને નડ્યો  અકસ્માત, 3નાં કરૂણ  મોત
Accident: અમદાવાદથી અયોધ્યા દર્શને જતી બસને નડ્યો અકસ્માત, 3નાં કરૂણ મોત
Heart Attack: સુરતમાં ક્રિકેટ રમતા યુવાનનું મેદાન પર મોત, હાર્ટ એટેક આવતા જ ઢળી પડ્યો
Heart Attack: સુરતમાં ક્રિકેટ રમતા યુવાનનું મેદાન પર મોત, હાર્ટ એટેક આવતા જ ઢળી પડ્યો
Navsari Fire: કેમિકલના ગોડાઉનમાં આગ લાગતા 3ના મોત, ચારને સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયા
Navsari Fire: કેમિકલના ગોડાઉનમાં આગ લાગતા 3ના મોત, ચારને સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયા
Baba Siddique Murder Case: બાબા સિદ્દીકી હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો,લોરેન્સ બિશ્નોઈ ગેંગના નક્સલ કનેક્શનની શક્યતા
Baba Siddique Murder Case: બાબા સિદ્દીકી હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો,લોરેન્સ બિશ્નોઈ ગેંગના નક્સલ કનેક્શનની શક્યતા
IND vs SA: ટી20માં ભારતની સતત 11મી જીત, દક્ષિણ આફ્રિકાને તેના જ ઘરમાં 61 રનથી હરાવ્યું
IND vs SA: ટી20માં ભારતની સતત 11મી જીત, દક્ષિણ આફ્રિકાને તેના જ ઘરમાં 61 રનથી હરાવ્યું
Embed widget