Small Saving Rate Hike: નાની બચત યોજનામાં રોકાણ કરનાર માટે ખુશખબર, વ્યાજ દરોમાં થયો વધારો
PPF Interest Rate: પબ્લિક પ્રોવિડન્ટ ફંડના વ્યાજ દરોમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
![Small Saving Rate Hike: નાની બચત યોજનામાં રોકાણ કરનાર માટે ખુશખબર, વ્યાજ દરોમાં થયો વધારો Good news for small savings plan investors, interest rates have increased Small Saving Rate Hike: નાની બચત યોજનામાં રોકાણ કરનાર માટે ખુશખબર, વ્યાજ દરોમાં થયો વધારો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/24/828e452f5ca2c7c4731671f5595bff261695538736679666_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Small Saving Rate Hike: નાણા મંત્રાલયે ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે નાની બચત યોજનાઓના વ્યાજ દરોની જાહેરાત કરી છે. અને માત્ર આ સમયગાળા માટે, પોસ્ટ ઓફિસની 5 વર્ષની રિકરિંગ ડિપોઝિટના વ્યાજ દરોમાં 20 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના સહિત કિસાન વિકાસ પત્રના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વ્યાજ દરમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો
નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટરના વ્યાજ દરોની જાહેરાત કરી છે. 5 વર્ષની રિકરિંગ ડિપોઝીટ પર વ્યાજ દર 6.5 ટકાથી વધારીને 6.7 ટકા કરવામાં આવ્યો છે. વ્યાજ દરમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે અલગ-અલગ કાર્યકાળની પોસ્ટ ઓફિસ ડિપોઝિટ સ્કીમના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી
1 ઓક્ટોબર 2023 થી 31 ડિસેમ્બર 2023 સુધી સુકન્યા સમૃદ્ધિ યોજના પર 8 ટકા વ્યાજ મળશે. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ પર વ્યાજ દર 7.7 ટકા યથાવત રાખવામાં આવ્યો છે. કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરનારાઓને 7.5 ટકા વ્યાજ મળશે અને તે 115 મહિનામાં પરિપક્વ થશે. સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ પર આ ક્વાર્ટરમાં 8.2 ટકા વ્યાજ મળશે. પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ એકાઉન્ટ સ્કીમમાં રોકાણ પર તમને 7.4 ટકા વ્યાજ મળશે. એક વર્ષની ટર્મ ડિપોઝિટ પર 6.9% વ્યાજ, 2 વર્ષની ટર્મ ડિપોઝિટ પર 7% વ્યાજ, 3 વર્ષની ટર્મ ડિપોઝિટ પર 7% વ્યાજ અને 5 વર્ષની ટર્મ ડિપોઝિટ સ્કીમ પર 7.5% વ્યાજ મળશે.
PPF રોકાણકારોમાં નિરાશા
ફરી એકવાર, પબ્લિક પ્રોવિડન્ટ ફંડના વ્યાજ દરોમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી અને તેમાં રોકાણ કરનારા રોકાણકારોને માત્ર 7.1 ટકા વ્યાજ મળશે. એપ્રિલ 2020 થી પીપીએફના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર થયો નથી, જ્યારે આ સમયગાળા દરમિયાન આરબીઆઈએ રેપો રેટમાં 2.50 ટકાનો વધારો કર્યો છે. સરકારે તમામ બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો કર્યો છે. પરંતુ પીપીએફના વ્યાજદરમાં વધારો ન થતાં રોકાણ કરનારા રોકાણકારો નિરાશા છે.
આ પણ વાંચો
રાજ્યના આ જિલ્લાઓમાં પથ્થરમારાની ઘટનાઓ, ઘોઘંબામાં ગણેશ વિસર્જન દરમિયાન બબાલ
Asian Games 2023: શૂટિંગ પર સોના-ચાંદીની વર્ષા, ઐશ્વર્યા પ્રતાપ સિંહે સિલ્વર જીત્યો
Alert: સરકારે ગૂગલ ક્રોમ યુઝર્સ માટે જારી કરી ચેતવણી, અહીં જાણો તમારે શું ન કરવું જોઈએ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)