અમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઇ-કોમર્સ કંપનીઓને મળશે ટક્કર, ગુગલની મદદથી સરકાર શરૂ કરશે ઇ-કોમર્સ કંપની
સરકાર દ્વારા ઈ-કોમર્સ કંપની શરૂ કરવાની જાહેરાત બાદ દેશની ઘણી મોટી ટેક કંપનીઓ આ ઈ-કોમર્સ કંપની સાથે ભાગીદારીમાં રસ દાખવી રહી છે

Open Network for Digital Commerce ONDC: છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં ઈન્ટરનેટના વધતા પ્રભાવની સાથે સાથે ઘણી ઈ-કોમર્સ કંપનીઓ પણ દેશમાં કરોડો રૂપિયાનો બિઝનેસ કરી રહી છે. એમેઝોન-ફ્લિપકાર્ટ વગેરે જેવી મોટી કંપનીઓ ભારતમાં દર વર્ષે હજારો કરોડનો બિઝનેસ કરે છે. આવી સ્થિતિમાં હવે કેન્દ્ર સરકાર પણ તેનું નવું ઈ-કોમર્સ પ્લેટફોર્મ શરૂ કરવા જઈ રહી છે. આ ઈ-કોમર્સ કંપનીનું નામ ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ એટલે કે ONDC છે.
આ કંપનીને પ્રારંભિક તબક્કામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવશે. તેને સૌથી પહેલા દિલ્હી-NCR, ભોપાલ, શિલોંગ અને કોઈમ્બતુરમાં લોન્ચ કરવામાં આવશે. જેમાં આ તમામ શહેરોના પહેલા 150 રિટેલર્સને જોડવામાં આવશે.
આ સાથે ONDC ને પણ Google સાથે લિંક કરવામાં આવશે. ONDC શરૂ કરવા પાછળનું કારણ મોટી ઈ-કોમર્સ કંપનીઓની ઈજારાશાહીને ખતમ કરવાનું અને દેશના તમામ નાના વેપારીઓને દેશના તમામ ભાગોમાંથી ઈન્ટરનેટની મદદથી જોડવાનું છે. આ ઈ-કોમર્સ કંપનીઓની મદદથી ONDC દેશના ગરીબ અને મધ્યમ વર્ગના વેપારીઓને મદદ કરવા માંગે છે. આ સાથે ગૂગલે પણ ONDCની પહોંચ વધારવા માટે આ પ્રોગ્રામમાં જોડાવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે.
ઘણી કંપનીઓ ONDCમાં જોડાઈ શકે છે
સરકાર દ્વારા ઈ-કોમર્સ કંપની શરૂ કરવાની જાહેરાત બાદ દેશની ઘણી મોટી ટેક કંપનીઓ આ ઈ-કોમર્સ કંપની સાથે ભાગીદારીમાં રસ દાખવી રહી છે. ONDCના ચીફ એક્ઝિક્યુટિવ ટી કોશીએ જણાવ્યું કે દેશની ઘણી કંપનીઓ ઈ-કોમર્સ કંપની સાથે ભાગીદારી કરવાની યોજના બનાવી રહી છે. આમાં સૌથી મોટી કંપની ગૂગલ છે.
ઓપન નેટવર્ક ફોર ડિઝિટલ કોમર્સ વિશે જાણો
ONDC એક ઈ-કોમર્સ કંપની છે જે દેશના ગ્રામીણ વિસ્તારોના છૂટક વેપારીઓને મદદ કરશે અને આ વેપારીઓને ઈન્ટરનેટની દુનિયા સાથે જોડવામાં મદદ કરશે. આ ઈ-કોમર્સ કંપનીની મદદથી ફ્લિપકાર્ટ-એમેઝોન વગેરે જેવી કંપનીઓ સાથે સ્પર્ધા કરવામાં અને તેમની અસર ઘટાડવામાં મદદ મળશે. ઉલ્લેખનીય છે કે આ ઈ-કોમર્સ કંપની વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT)ની મદદથી શરૂ કરવામાં આવી રહી છે.
Before You Go
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી





















