શોધખોળ કરો
Advertisement
આ સરકારી કંપનીમાં રોકાણ કરવાની ઉત્તમ તક, 16 ફેબ્રુઆરીથી ખુલી રહ્યો છે IPO, જાણો કેટલો છે શેરનો ભાવ
આઈપીઓ ઓફરની લોટ સાઈઝ 155 શેરની રાખવામાં આવી છે. એટલે કે ઓછામાં ઓછા 155 શેર માટે અરજી કરવી પડશે.
આ વર્ષે લગભગ બે ડઝન કરતાં પણ વધારે આઈપીઓ બજારમાં આવી શકે છે. હવે સરકારી કંપની રેલટેલ પણ આઈપીઓલ લાવાવની તૈયારીમાં છે. 16 ફેબ્રુઆરીએ તેનો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે ખુલી જશે. તે 18 ફેબ્રુઆરી સુધી ખુલો રહેશે. રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ તેની પ્રાીસ બેન્ડ 93-94 રૂપિયા રાખી છે. આ આઈપીઓ દ્વારા કંપનીએ 819 કરોડ રૂપિયા મેળવવાનો ટાર્ગેટ રાખ્યો છે.
પ્રાઈસ બેન્ડ 93-94 રૂપિયા
આઈપીઓ દ્વારા 8,71,53,369 શેર ઓફર ફોર સેલ દ્વારા આપવામાં આવશે. પાંચ લાખ શેર કંપનીના કર્મચારીઓ માટે રિઝર્વ છે. આ ઓફરથી મળનારી રકમ સરકા પાસે જશે. આઈપીઓના બુક રનિંગ લીડ મેનેજર આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, આઈડીબીઆઈ કેપિટલ માર્કેટ્સ એન્ડ સિક્યોરિટીઝ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ છે.
પ્રાઈસ બેન્ડ 93-94 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આ તેની ફેસ વેલ્યૂના 9.4 ગણી છે. આઈપીઓ ઓફરની લોટ સાઈઝ 155 શેરની રાખવામાં આવી છે. એટલે કે ઓછામાં ઓછા 155 શેર માટે અરજી કરવી પડશે. એટલે કે આઈપીઓમાં ઓછામાં ઓછું 14570 રૂપિયાનું રોકાણ કરવું પડશે. વધુમાં વધુ 13 લોટ સાઈઝ માટે રિટેલ રોકાણકારો બોલી લગાવી શકે છે.
શું કરે છે કંપની?
રેલ ટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આઈસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડર કંપની છે. આ અગ્રમી ટેલીકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડર કંપની છે. વર્ષ 2000માં શરૂ થયેલ આ કંપનીનું નિયંત્રણ રેલવે મંત્રાલયની પાસે છે. તેની પ્રોડક્ટ અને સર્વિસીસમાં ટેલીકોમ નેટવર્ક સર્વિસીસ, ટેલીકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસીસ, ડેટા સેન્ટર એન્ડ હોસ્ટિંગ સર્વિસીસ અને સિસ્ટમ ઇન્ટીગ્રેશન સર્વિસીસ સામેલ છે. કંપની ટ્રેનોના નિયંત્રણ સંચાલન, સુરક્ષા અને દેશભરમાં બ્રોડબેન્ડ અને મલ્ટી મીડિયા નેટવર્ક સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને કમાણી કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બોલિવૂડ
અમદાવાદ
Advertisement