શોધખોળ કરો

લોકડાઉન દરમિયાન સમયસર EMI ભરનારાને કેશબેક આપશે સરકાર, જાણો શું છે સમગ્ર મામલો

નાણાં મંત્રાલયે લોન મોરટોરિયમ સંબંધિત વ્યાજમાંથી મુક્તિ આપવા માર્ગદર્શિકા જાહેર કરી છે.

નવી દિલ્હીઃ લોનદારોક માટે સારા સમાચાર સામે આવ્યા છે. લોનધારકોએ હવે વ્યાજ પર વ્યાજ નહીં ભરવું પડે. નાણા મંત્રાલયે શુક્રવારે કહ્યું કે, જો કોઈ લોનધારકે લોન મોરેટોરિયમ દરમિયાન સતત બેંકના હપ્તા ભર્યા હશે તો તેને બેંક કેશબેક પણ આપશે. સરકારે બે કરોડ સુધીની લોન પર મોરેટોરિયમ દરમિયાન વ્યાજના વ્યાજ પર છૂટ આપવાની જાહેરાત કરી હતી. એનો મતલબ એ કે, જો તમે લોકડાઉન દરમિયાન મોરેટોરિયમનો લાભ નહીં ઉઠાવ્યો હોય અને દરેક હપ્તો ચુકવ્યો હશે તો બેંક તરફથી તમને કેશબેક મળશે. યોજનાનો લાભ ન ઉઠાવનાર અને સમયસર હપ્તા ચુકવનારને સરકાર અન્યાય નહીં થવા દે. નાણાં મંત્રાલયે લોન મોરટોરિયમ સંબંધિત વ્યાજમાંથી મુક્તિ આપવા માર્ગદર્શિકા જાહેર કરી છે. કોવિડ -19 કટોકટીને લીધે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા લોનની ચુકવણી માટે સમય આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ અંતર્ગત, સરકાર રૂ. બે કરોડ સુધીની લોન પર છ મહિનાના સમયગાળા માટે સંચિત વ્યાજ, એટલે કે વ્યાજ પરના વ્યાજ અને સરળ વ્યાજ વચ્ચેના તફાવતની સમાન રકમ ચૂકવશે. ભારતીય સુપ્રીમ કોર્ટે આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી મુદત અંતર્ગત 2 કરોડ રૂપિયા સુધીની લોન પર વ્યાજ માફી યોજના વહેલી તકે લાગુ કરવા કેન્દ્રને નિર્દેશ આપ્યો હતો. તે પછી આ માર્ગદર્શિકા આવી છે.
નાણાકીય સેવાઓ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા માર્ગદર્શિકા અનુસાર, ઋણ લેનાર સંબંધિત લોન ખાતા પર યોજનાનો લાભ મેળવી શકે છે. આ લાભ 1 માર્ચ, 2020 થી 31 ઓગસ્ટ, 2020 ના સમયગાળા માટે છે. આ પ્રમાણે 29 ફેબ્રુઆરી સુધીના કુલ ઋણ 2 કરોડથી વધુ નહીં હોય તેવા લોન લેનારાઓ આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર બનશે. આ યોજના અંતર્ગત હાઉસિંગ લોન, એજ્યુકેશન લોન, ક્રેડિટ કાર્ડના લેણાં, ઓટો લોન, એમએસએમઇ (માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો), માટેની લોન અને વપરાશ માટેની લોન હશે. કેંદ્ર સરકારે શુક્રવારે લોન મોરેટોરિયમ દરમિયાન વ્યાજ પર વ્યાજને લઈને પોતાના નિર્ણયની જાણકારી આપી છે. લોન મોરેટોરિયમને 1 માર્ચથી 31 ઑગસ્ટ સુધી લાગૂ કરાયું હતું. આ દરમિયાન લેણદારોને EMI ચુકવવામાંથી રાહત અપાઈ હતી. જો કે, બાદમાં આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો અને સરકારે કહ્યું- લોનધારકોએ વ્યાજ પર વ્યાજ નહીં ભરવું પડે. સરકારના આ નિર્ણયથી સરકારી તિજોરી પર આશરે 7 હજાર કરોડનો બોજો આવશે. સરકાર બે કરોડ સુધીની લોન પર વ્યાજનું વ્યાજ માફ કર્યું હતું. આ અંગે સરકારે સુપ્રીમ કોર્ટમાં પણ સોગંદનામું પણ દાખલ કર્યું હતું. અને આ અંગે સુપ્રીમ કોર્ટે લોકોની દિવાળી સુધારવી કે બગાડવી તેનો નિર્ણય કેંદ્ર સરકાર પર છોડ્યો હતો. જો કે, હવે કેંદ્ર સરકારના આ નિર્ણયથી લોકોની દિવાળી સુધરી જશે. ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવવામાં આવી, જાણો કઈ તારીખ છે છેલ્લી કોરોના વાયરસઃ WHOનું મોટું નિવેદન, કહ્યું- કેટલાક દેશો મહામારીના ડેન્જર ટ્રેક પર અમદાવાદઃ ધનિક પરિવારની મહિલા કોની સાથે શરીર સુખ માણી રહી હતી ને પુત્રવધૂ જોઈ ગઈ ? પતિને કહેતાં મળ્યો શું નફફટ જવાબ ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી
પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી
રોજના માત્ર ₹50 બચાવીને મેળવો ₹35,00,000! જાણો પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમ વિશે
રોજના માત્ર ₹50 બચાવીને મેળવો ₹35,00,000! જાણો પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમ વિશે
સોનું  ₹1.54 લાખને પાર, ચાંદી ₹3600 ઉછળી, રોકાણકારોએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન
સોનું  ₹1.54 લાખને પાર, ચાંદી ₹3600 ઉછળી, રોકાણકારોએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget