શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ચાઇનીઝ એપ પર પ્રતિબંધ બાદ સરકાર વિદેશી કંપનીઓને આપશે ઝટકો, ઈ-કોમર્સ પોલિસીના નિયમ કરી રહી છે કડક
રિપોર્ટ પ્રમાણે, ઈ-કોમર્સ પોલિસી ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે સેક્ટરને કાયદા હેઠળ રાખવા તથા તેના પર નજર રાખવા એક નિયામક બનાવાશે.
નવી દિલ્હીઃ દેશમાં વિદેશી ઉત્પાદનનો ઉપયોગ ઘટાડવા અને સ્વેદશી સામાન તથા કંપનીનો ઉપયોગ વધારવાની લાંબા સમયથી માંગ થઈ રહી છે. હવે આ દિશામાં સરકાર આગળ વધી રહી છે. ઈ-કોમર્સ કંપનીઓ માટે સરકાર નવા નિયમ લાવી રહી ચે અને ભારતની લેટેસ્ટ ઈ-કોમર્સ પોલિસીના ડ્રાફ્ટમાં એવા પગલા સામેલ છે, જે સ્થાનિક સ્ટાર્ટઅપ્સને મદદ કરશે. વિદેશી કંપનીઓને ભારતમાં કારોબાર કરવા માટે અનેક કડક નિયમોનું પાલન કરવું પડશે.
સરકાર છેલ્લા બે વર્ષથી ઈ-કોમર્સ પોલિસી પર કામ કરી રહી છે અને આ દરમિયાન વૈશ્વિક કંપનીઓ જેવીકે ગૂગલ, અમેઝોન અને ફેસબુકના ભારતમાં વધતા પ્રસારને મર્યાદિત કરવાની માંગ ઉઠી રહી ચે. આ ઉપરાંત સ્વદેશી કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન મળે તેવી જાહેરાત કરવામાં આવશે અને આ દિશામાં સરકાર ફેંસલો કરવા જઈ રહી છે તેમ એક રિપોર્ટમાં જણાવાયું છે.
રિપોર્ટ પ્રમાણે, ઈ-કોમર્સ પોલિસી ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે સેક્ટરને કાયદા હેઠળ રાખવા તથા તેના પર નજર રાખવા એક નિયામક બનાવાશે. નવી ઈ-કોમર્સ પોલિસીમાં એવી જોગવાઈ હશે કે એમેઝોન જેવી કંપનીઓ ગ્રાહકોનો ડેટા વિદેશમાં સ્ટોર કરે છે તેમણે નક્કી કરેલા સમયગાળામાં ઓડિટ કરાવું પડશે. આ ઉપરાંત કંપનીઓને વિવરણ આપવાનું કહેવામાં આવે તો 72 કલાકની અંદર ઉપલબ્ઘ કરાવવું પડશે. આમ નહીં કરવા તેમને દંડ થશે.
ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સના ગ્રાહકોએ વિક્રેતાને જાણકારી ઉપલબ્ધ કરાવવી પડશે અને તેમાં ફોન નંબરથી લઈ ગ્રાહકોને ફરિયાદ કરવા માટે શું વ્યવસ્થા હશે તે માટે ઈ-મેલ અને સરનામા સહિતની વિગત આપવી પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion