શોધખોળ કરો
Advertisement
સોનામાં રોકાણ કરવાની ઉત્તમ તક! 6 મહિનામાં ભાવ 9000 ઘટ્યા, જાણો લેટેસ્ટ ભાવ
વર્ષના અંતે સોનું ફરી વધી પ્રતિ 10 ગ્રામ 58 હજાર-60 હજારની સપાટીએ પહોંચશે તેવો અંદાજ છે.
સોનામાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. 7 ઓગસ્ટના રેકોર્ડ પ્રતિ 10 ગ્રામ 58 હજારની સપાટીથી છ માસના અત્યંત ટૂંકાગાળામાં સરેરાશ 9 હજાર ઘટીને અત્યારે 48 હજારની સપાટી પર બોલાઈ ચુક્યું છે.
સોનામાં ઘટાડાના મુખ્ય કારણોમાં વૈશ્વિક સ્તરે કોરોના વેક્સીનની ઉપલબ્ધી, બજેટમાં આયાત ડયુટીમાં 5 ટકાનો ઘટાડો કરી 7.5 ટકા કરી દેવામાં આવતા તેમજ હેજફંડો-રોકાણકારો ગોલ્ડમાં પ્રોફિટબુક કરી ઈક્વિટીમાં પ્રવેશતા માર્કેટમાં શોર્ટટર્મ ટ્રેંડ નેગેટિવ રહ્યો છે.
બુલિયન એનાલિસ્ટોના મતે સોનામાં 48 હજારના ભાવે ખરીદવું ઉત્તમ સાબિત થઈ શકે છે. વર્ષના અંતે સોનું ફરી વધી પ્રતિ 10 ગ્રામ 58 હજાર-60 હજારની સપાટીએ પહોંચશે તેવો અંદાજ છે.
નોંધનીય છે કે, ગયા વર્ષે સોનામાં 28 ટકાનો વધારો આવ્યો હતો. ઓગસ્ટ મહિનામાં સોના-ચાંદીએ રેકોર્ડ બનાવ્યો હતો અને તેની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું. માત્ર ભારતમાં જ નહીં પણ વૈશ્વિક બજારમાં પણ સોનાના ભાવમાં ઉછાળો આવ્યો હતો. વૈશ્વિક બજારમાં સોનું 23 ટકા મોંઘું થયું હતું. આ અગાઉ 2019 માં પણ સોનાના ભાવમાં વૃધ્ધી દર બે આંકડામાં હતો, આ વખતે પણ સોનાના ભાવમાં વૃધ્ધી દર બે આંકડામાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement