(Source: ECI/ABP News/ABP Majha)
Harsh Goenka: સ્ટોક માર્કેટમાં ચાલી રહી છે પોલંપોલ, નાના રોકાણકારોને થઈ શકે છે નુકસાન,જાણીતા ઉદ્યોગપતિએ કહ્યું,હર્ષદ મહેતા યુગની વાપસી
Stock Prices Manipulation: પ્રખ્યાત ઉદ્યોગપતિ અને RPG ગ્રુપના ચેરમેન, હર્ષવર્ધન ગોએન્કા તેમના સ્પષ્ટવક્તા અને સોશિયલ મીડિયા પર સક્રિયતા માટે જાણીતા છે. હર્ષ ગોએન્કાએ હવે શેરબજારમાં શેરના ભાવમાં હેરાફેરીનો આરોપ લગાવ્યો છે.
Stock Prices Manipulation: પ્રખ્યાત ઉદ્યોગપતિ અને RPG ગ્રુપના ચેરમેન, હર્ષવર્ધન ગોએન્કા તેમના સ્પષ્ટવક્તા અને સોશિયલ મીડિયા પર સક્રિયતા માટે જાણીતા છે. હર્ષ ગોએન્કાએ હવે શેરબજારમાં શેરના ભાવમાં હેરાફેરીનો આરોપ લગાવ્યો છે. તેણે હર્ષદ મહેતા અને કેતન પારેખના યુગના પુનરાગમન સુધીની વાત કરી છે. તેણે કહ્યું છે કે કોલકાતામાં શેરની કિંમત સાથે રમત રમાઈ રહી છે. જેમાં કંપનીઓના પ્રમોટર્સ અને સ્ટોક બ્રોકર્સનો સમાવેશ થાય છે. હર્ષ ગોયેન્કાએ નાણા મંત્રાલય પાસે આ મામલે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.
With a booming stock market, all the malpractices of Harshad Mehta/Ketan Parekh era are back primarily in Kolkata. Promoters are inflating profits (through profit entry) and in nexus with Gujarati-Marwari brokers driving their stock prices to unrealistic levels. It's time for…
— Harsh Goenka (@hvgoenka) May 4, 2024
પ્રમોટર અને બ્રોકર સાથે મળીને આ રમત રમી રહ્યા છે
હર્ષ ગોયેન્કાએ શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ટ્વિટમાં લખ્યું કે આ દિવસોમાં શેરબજારમાં જબરદસ્ત વૃદ્ધિ થઈ રહી છે. તેનો લાભ લેવા માટે કેટલાક લોકો હર્ષદ મહેતા અને કેતન પારેખની જેમ કામ કરી રહ્યા છે. આ સાંઠગાંઠ મુખ્યત્વે કોલકાતાથી કાર્યરત છે. કંપનીઓના પ્રમોટરો પ્રોફિટ એન્ટ્રી દ્વારા પોતાનો નફો વધારીને કહી રહ્યા છે. આ ગરબડમાં ગુજરાતી અને મારવાડી દલાલો પણ સામેલ છે. આ બ્રોકરો શેરના ભાવને અવાસ્તવિક ઊંચાઈએ લઈ જવાની રમત રમી રહ્યા છે.
નાના રોકાણકારોને મોટું નુકસાન થઈ શકે છે
તેમણે લખ્યું કે હવે સમય આવી ગયો છે કે નાણા મંત્રાલય આમાં હસ્તક્ષેપ કરે અને તપાસ કરે અને કાર્યવાહી કરે. શેરબજારમાં આવી ખોટી પ્રથાઓ આખરે નાના રોકાણકારોને ભારે નુકસાન પહોંચાડી શકે છે. તેમણે આ પોસ્ટમાં નાણા મંત્રાલયને પણ ટેગ કર્યું છે.
RPG ગ્રુપમાં 15 કંપનીઓનો સમાવેશ થાય છે
હર્ષવર્ધન ગોએન્કા 1988થી RPG ગ્રુપના ચેરમેન છે. આ જૂથમાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી 15 કંપનીઓનો સમાવેશ થાય છે. RPG ગ્રુપનું ટર્નઓવર આશરે 4.7 અરબ ડોલર છે. તેના મોટા ઘટસ્ફોટ બાદ શેરબજારમાં ઉથલપાથલ થઈ શકે છે. નોંધનિય છે કે, છેલ્લા ઘણા સમયથી શેર બજારમાં ખુબ તેજી જોવા મળી રહી છે.