Vedanta Dividend: વેદાંતામાં કર્યું છે રોકાણ? તો નફો કમાવવા થઇ જાવ તૈયાર, 3324 કરોડના ડિવિડન્ડની જાહેરાત
Vedanta Dividend: વેદાંતા કંપનીએ તેના રોકાણકારોને રૂ. 3324 કરોડનું ડિવિડન્ડ વિતરણ કરવાની જાહેરાત કરી છે. ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટ 24મી ડિસેમ્બર રાખવામાં આવી છે.
Vedanata Stock Price: જો તમે વેદાંતના શેરમાં રોકાણ કર્યું છે તો તમારા માટે ખુશખબર છે. વેદાંતા કંપનીએ તેના રોકાણકારોને રૂ. 3,324 કરોડનું ડિવિડન્ડ વિતરણ કરવાની જાહેરાત કરી છે. આ એક ખાણ, ખનીજ અને ધાતુ ક્ષેત્રની વિશાળ કંપની છે. ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટ 24મી ડિસેમ્બર રાખવામાં આવી છે. એટલે કે, જે રોકાણકારો 23 ડિસેમ્બર અથવા તે પહેલાં વેદાંતના શેર ખરીદે છે અને 24 ડિસેમ્બર સુધી તેમના ડીમેટ ખાતામાં રાખે છે તેમને લાભ મળશે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ચોથા ડિવિડન્ડ તરીકે રોકાણકારોને પ્રતિ શેર રૂ. 8.5 આપવાનો નિર્ણય કર્યો છે. વેદાંત કંપનીએ કહ્યું છે કે, ડિવિડન્ડ કાયદા દ્વારા નિર્ધારિત સમય મર્યાદામાં ચૂકવવામાં આવશે. ગયા વર્ષે 29 ડિસેમ્બરે કંપનીના દરેક શેરની કિંમત 258 રૂપિયા 50 પૈસા હતી. જે હવે વધીને 526.50 રૂપિયા થઈ ગયો છે. આ રીતે વેદાંતે માત્ર એક વર્ષમાં તેના રોકાણકારોની સંપત્તિ બમણી કરી દીધી છે.
વેદાંતા બની હાઇ ડિવિડન્ટ દેનાર કંપની
અનિલ અગ્રવાલની આગેવાની હેઠળની વેદાંત ભારતીય શેરબજારના રોકાણકારો માટે ઉચ્ચ ડિવિડન્ડ ચૂકવતી કંપની બની ગઈ છે. ત્રીજા વચગાળાના ડિવિડન્ડ હેઠળ, વેદાંતે શેર દીઠ રૂ. 20ના દરે રોકાણકારોને રૂ. 7821 કરોડનું વિતરણ કર્યું હતું. આ પહેલા પણ કંપનીએ 4 રૂપિયા પ્રતિ શેર અને 11 રૂપિયા પ્રતિ શેરના દરે પહેલું અને બીજું ડિવિડન્ડ આપ્યું છે. વેદાંતે નાણાકીય વર્ષ 2025માં રોકાણકારોને પ્રતિ શેર રૂ. 43.50નું કુલ ડિવિડન્ડ પહેલેથી જ આપ્યું છે. છેલ્લા 12 મહિનામાં તેણે પ્રતિ શેર રૂ. 54.50નું ડિવિડન્ડ ચૂકવ્યું છે.
અન્ય કંપનીઓ કરતાં ઘણી ઊંચી છે
વેદાંતા દ્વારા ચોથા વચગાળાના ડિવિડન્ડ તરીકે જાહેર કરાયેલ રૂ. 9 પ્રતિ શેર અન્ય કંપનીઓ કરતા ઘણો વધારે છે. જ્યારે કોલ ઈન્ડિયાએ નવ ટકા, હિન્દુસ્તાન ઝિંક લિમિટેડે છ ટકા, ઓએનજીસી અને આઈઓસીએ ચોથા ડિવિડન્ડમાં પાંચ-પાંચ ટકા આપ્યા છે. આઈટી કંપનીઓ એચસીએલ ટેક્નોલોજીસ અને ઈન્ફોસિસે પણ અનુક્રમે રૂ. 54 અને રૂ. 49 આપ્યા છે. પરંતુ તે માત્ર બે-ત્રણ ટકાની આસપાસ જ રહે છે.