શોધખોળ કરો

HDFC બેંકે વેપારીઓ માટે સ્માર્ટ હબ વ્યાપાર એપ લૉન્ચ કરી, બેંકિંગ અને બિઝનેસની તમામ સેવા મળશે

એચડીએફસી બેંકે આજે સ્માર્ટ હબ વ્યાપાર મર્ચંટ એપને લૉન્ચ કરવાની જાહેરાત કરી છે, જે વેપારીઓની બિઝનેસની રોજબરોજની જરૂરિયાતોને પૂરી કરશે.

અમદાવાદ, 6 ઑક્ટોબર, 2022: મર્ચંટ એક્વાયરિંગ બિઝનેસમાં પ્રભુત્ત્વશાળી માર્કેટ નેતૃત્ત્વ ધરાવતી ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી બેંકે આજે સ્માર્ટ હબ વ્યાપાર મર્ચંટ એપને લૉન્ચ કરવાની જાહેરાત કરી છે, જે વેપારીઓની બિઝનેસની રોજબરોજની જરૂરિયાતોને પૂરી કરવા માટે તૈયાર કરવામાં આવેલું એક વ્યાપક પેમેન્ટ્સ અને બેંકિંગ સોલ્યુશન્સ છે.

સ્માર્ટ હબ વ્યાપાર એચડીએફસી બેંકના ગ્રાહકો માટે વેપારીઓને ઑનબૉર્ડ કરવા માટેની ત્વરિત, ડિજિટલ અને પેપરલેસ પ્રક્રિયાની સુવિધા પૂરી પાડે છે અને તેની મદદથી વેપારીઓ એકથી વધુ પેમેન્ટ મૉડ્સ (જેમ કે, ટૅપ એન્ડ પે, યુપીઆઈ અને ક્યુઆર કૉડ)માં આંતર-સંચાલિત ચૂકવણીઓને સ્વીકારી શકે છે. રૂબરૂમાં ન થઈ શકતી હોય તેવી નાણાંની વસૂલાતની પ્રક્રિયાને સુવિધાજનક બનાવવા માટે વેપારીઓ હવે મોબાઇલ કે ઈ-મેઇલ પર પેમેન્ટની લિંક મોકલીને દૂરથી જ ચૂકવણીઓ સ્વીકારી શકે છે.

યુપીઆઈ મારફતે સ્વીકારવામાં આવેલી ચૂકવણીઓ બેંક ખાતામાં તરત જ જમા થઈ જાય છે અને વેપારીઓને વેચાણની રસીદો તરત જ પ્રાપ્ત થાય તેની ખાતરી કરવામાં આવે છે. ટ્રાન્ઝેક્શન્સના મામલે વેપારીઓની બેચેનીને દૂર કરવા માટે સ્માર્ટ હબ વ્યાપારમાં એક ઇનબિલ્ટ વોઇસની પણ વિશેષતા છે, જે વેપારીને સફળ ટ્રાન્ઝેક્શન અંગે જાણકારી આપે છે, જેના પગલે વોઇઝ-બેઝ્ડ નોટિફિકેશન્સ પ્રાપ્ત કરવા માટે અલગ ડીવાઇઝ લેવા સહિત અન્ય કોઇપણ માધ્યમ મારફતે ટ્રાન્ઝેક્શનને ટ્રેક કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી.

બેંકિંગના મોરચે વેપારીઓ બાંધી મુદતની થાપણ ખોલાવવા, અગાઉથી મંજૂર લૉન અને ક્રેડિટ કાર્ડને ઍક્સેસ કરવા જેવી બેંકિંગ સેવાઓ મેળવી શકે છે. આ ઉપરાંત વેપારીઓ તેમના બેંક ખાતામાં જમા થયેલા સ્માર્ટ હબ વ્યાપારના તમામ ટ્રાન્ઝેક્શનોને રીયલ ટાઇમમાં જોઈ પણ શકે છે.

વેપારીઓને તેમના બિઝનેસને વિસ્તારવામાં મદદરૂપ થવાના હેતુની સાથે સ્માર્ટ હબ વ્યાપાર એક માર્કેટિંગ ટૂલ ધરાવે છે, જેની મદદથી વેપારીઓ તેમના વર્તમાન અને સંભવિત ગ્રાહકો માટે સોશિયલ મીડિયા મારફતે વિવિધ ઑફરોનો પ્રચાર-પ્રસાર કરી શકે છે.

ચૂકવણીઓ સ્વીકારવા ઉપરાંત, સ્માર્ટ હબ વ્યાપારની મદદથી વેપારીઓ તેમના વિતરકો અને વિક્રેતાઓને પણ ચૂકવણીઓ કરી શકે છે. એટલું જ નહીં, સ્માર્ટ હબ વ્યાપાર એપ મારફતે વેપારીઓ યુટિલિટી બિલની ચૂકવણી જેવા ખર્ચાઓ અને જીએસટીની પણ ચૂકવણી કરી શકે છે. સ્માર્ટ હબ વ્યાપાર પ્લેટફૉર્મની રચના માર્કેટનો ઊંડાણપૂર્વકનો સરવે હાથ ધરીને કરવામાં આવી છે, જે સૂચવે છે કે, વેપારીઓ ચૂકવણીઓ અને બેંકિંગ માટેનું એક વ્યાપક સોલ્યુશન ઝંખી રહ્યાં હતાં, જેની મદદથી તેઓ તેમના વ્યાપારને વિકસાવી શકે.

સ્માર્ટ હબ વ્યાપાર એપ તેમના બિઝનેસના સંચાલનની કાર્યક્ષમતાને સુધારી રહી છે તથા તે બેંકની ચૂકવણી અને સમાધાનની અનેકવિધ વિશેષતાઓની સાથે-સાથે ધીરાણ, બેંકિંગ અને મૂલ્યવર્ધનની સેવાઓનો સંપૂર્ણ ક્ષમતાપૂર્વક લાભ ઉઠાવીને તેમના બિઝનેસને વિકસાવવામાં મદદરૂપ થઈ રહી છે. વેપારીઓને ફોન બેંકિંગ અને બેંકની રીલેશનશિપ મેનેજમેન્ટ ટીમ મારફતે ઉપલબ્ધ કરાવવામાં આવતાં સપોર્ટ ઉપરાંત બેંકના ઇવીએ ચેટબોટ મારફતે પણ 24x7 સહાય પ્રાપ્ત થાય છે.

એચડીએફસી બેંકના પેમેન્ટ્સ બિઝનેસ, ડિજિટલ અને આઇટીના ગ્રૂપ હેડ પરાગ રાવ, બ્રાન્ચ બેંકિંગના ગ્રૂપ હેડ અરવિંદ વોરા અને બેંકના ચીફ ડિજિટલ ઑફિસર અંજની રાઠોડે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ મર્ચંટ એપનું અનાવરણ કર્યું હતું. આ ઉપરાંત, એચડીએફસી બેંકના ઝોનલ હેડ સુશ્રી પર્લ સાબાવાલા અને એચડીએફસી બેંકના રુરલ બેંકિંગ હેડ પિનલ શાહ દ્વારા અમદાવાદમાં પણ સ્થાનિક વેપારીઓ માટે તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
Embed widget