ફેસ્ટિવ સીઝન પહેલા જ ગ્રાહકોને મોટો ઝાટકો! આ દિગ્ગજ ટૂ-વ્હીલર કંપનીએ 3000 હજાર રૂપિયાનો વધારો કર્યો
કંપનીએ જણાવ્યું હતું કે મોટરસાઇકલ અને સ્કૂટરની કિંમતમાં વધારો રૂ. 3,000 સુધીનો રહેશે અને વધારાની ચોક્કસ રકમ મોડેલ અને બજાર પર આધારિત રહેશે.
દેશની સૌથી મોટી દ્વિચક્રી વાહન નિર્માતા કંપની હીરો મોટોકોર્પ વધતા ખર્ચની અસરને આંશિક રીતે સરભર કરવા માટે તેના તમામ મોડલની કિંમતમાં 3,000 રૂપિયા સુધીનો વધારો કરવા જઈ રહી છે. હીરો મોટોકોર્પે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કંપની 20 સપ્ટેમ્બર, 2021 થી તેની મોટરસાઇકલ અને સ્કૂટરના એક્સ-શોરૂમ ભાવમાં વધારો કરશે. એવું કહેવામાં આવ્યું છે કે ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારાની અસર ઘટાડવા માટે કિંમતોમાં વધારો કરવો જરૂરી બન્યો છે.
ત્રીજી વખત કિંમત વધી
કંપનીએ જણાવ્યું હતું કે મોટરસાઇકલ અને સ્કૂટરની કિંમતમાં વધારો રૂ. 3,000 સુધીનો રહેશે અને વધારાની ચોક્કસ રકમ મોડેલ અને બજાર પર આધારિત રહેશે. આ વર્ષે કંપનીનો આ ત્રીજો ભાવ વધારો હશે. કંપનીએ અગાઉ તેની મોટરસાઇકલ અને સ્કૂટરની કિંમતોમાં જાન્યુઆરીમાં રૂ. 1,500 અને આ વર્ષે એપ્રિલમાં રૂ. 2,500 નો વધારો કર્યો હતો.
ત્રીજી વખત ભાવમાં વધારો થયો