શોધખોળ કરો
Advertisement
આ કંપની ભારતમાં પાંચ વર્ષમાં એક-બે નહીં 50 પ્રકારની બાઇકો લૉન્ચ કરશે, દર વર્ષે 10 બાઇકો નવી લાવશે, જાણો વિગતે
કંપની અનુસાર દર વર્ષે લગભગ 10 પ્રૉડક્ટને લૉન્ચ કરવામાં આવશે, જે એડવાન્સ ટેકનોલૉજી વાળી હશે
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ટૂ વ્હીલર કંપની Hero MotoCorpએ તાજેતરમાં જ 10 કરોડમી બાઇક લૉન્ચ કરીને ઇતિહાસ રચી દીધો છે. વળી હવે કંપની આગામી પાંચ વર્ષોમાં પોતાની કુલ 50 પ્રૉડક્ટ્સને માર્કેટમાં ઉતારશે. કંપની અનુસાર દર વર્ષે લગભગ 10 પ્રૉડક્ટને લૉન્ચ કરવામાં આવશે, જે એડવાન્સ ટેકનોલૉજી વાળી હશે.
પાંચ વર્ષમાં 50 બાઇક થશે લૉન્ચ
Hero MotoCorpના ડાયરેક્ટર અને સીઇઓ ડૉ. પવન મુંજાલે કહ્યું કે અમે અમારી વિકાસયાત્રાને ચાલુ રાખીશું, બી ધ ફ્યૂચર ઓફ મોબિલિટી માટે પોતાના નજરીયાને ધ્યાનમાં રાખતા અમે અમારી ગ્લૉબલ ફૂટપ્રિન્ટને આગળ વધારવા ઉપરાંત આગામી પાંચ વર્ષોમાં નવી બાઇકો અને સ્કૂટરો લાવવા જઇ રહ્યાં છીએ. આ પગલુ કંપનીને આગળ વધારવા અને ભારતીય માર્કેટમાં પોતાની પકડ મજબૂત કરવામાં કામ કરશે.
ગયા મહિને વેચ્યા 4.25 લાખ વાહન
વળી, ડિસેમ્બર 2020માં આ ટૂવ્હીલર કંપની ભારતમાં 4.25 લાખથી વધુ ટૂવ્હીલર્સનુ સેલિંગ કરવામાં સફળ રહી અને વર્ષના અંતમાં 37.68 ટકા માર્કેટ ભાગીદારી હાંસલ કરી. પોતાની દસ કરોડમી બાઇક લૉન્ચ કરવાના પ્રસંગે કંપનીએ 6 મૉડલ્સ લૉન્ચ કર્યા છે. જેમાં Splendor Plus, Passion Pro, Glamour, Maestro Edge 110, Destini 125 અને Xtreme 160R સામેલ છે. આ મૉડલ્સને ખાસ કિંમત અને સ્કીમની સાથે માર્કેટમાં ઉતારવામાં આવ્યા છે. આ મૉડલ્સ આગામી મહિનાથી સેલ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement