શોધખોળ કરો

Hindenburg : હવે અદાણી નહીં કરી શકે અંબાણી સાથે હરિફાઈ, હિંડનબર્ગના રિપોર્ટે કરી કમાલ

અદાણી ગ્રૂપે આ પ્રોજેક્ટ માટે 2021માં જ નવી કંપની 'મુન્દ્રા પેટ્રોકેમ લિમિટેડ'ની રચના કરી હતી. જેણે પેટ્રોકેમિકલ સેગમેન્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને જોરદાર પડકાર આપ્યો હતો.

Adani Group Suspends Petrochem Project : હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ સામે આવ્યા બાદ અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના સિતારા ઝાંખા પડી રહ્યાં છે. ભારે દેવાના બોજ હેઠળ દબાયેલ અદાણી જૂથ સતત ક્રેડિટ ક્રંચનો સામનો કરી રહ્યું છે. જ્યારે જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝે પેટ્રોકેમિકલ બિઝનેસની યોજનાને અભરાઈએ ચડવી દીધી છે.

અદાણી ગ્રૂપે આ પ્રોજેક્ટ માટે 2021માં જ નવી કંપની 'મુન્દ્રા પેટ્રોકેમ લિમિટેડ'ની રચના કરી હતી. જેણે પેટ્રોકેમિકલ સેગમેન્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને જોરદાર પડકાર આપ્યો હતો. તે અદાણી એન્ટરપ્રાઇઝિસની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. પરંતુ હવે 34,900 કરોડનો આ પ્રોજેક્ટ મુશ્કેલીમાં છે.

ગુજરાતમાં મુન્દ્રા પોર્ટ ખાતે પ્લાન્ટ સ્થાપવામાં આવશે

પીટીઆઈએ સૂત્રોને ટાંકીને માહિતી આપી છે કે, ગુજરાતના કચ્છ વિસ્તારમાં મુંદ્રા પોર્ટ પર સ્થાપવામાં આવનાર આ પ્લાન્ટનું કામ અટકી ગયું છે. આ પ્લાન્ટ અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ)ની જમીન પર સ્થાપિત થવાનો છે. હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટથી પરેશાન અદાણી ગ્રુપ સતત તેની કામગીરી મજબૂત કરી રહ્યું છે. આ રીતે તે રોકાણકારોમાં સર્જાયેલી ક્રેડિટ ક્રંચને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ સાથે તેમનું ધ્યાન દેવાનો બોજ ઘટાડવા પર પણ છે.

હિંડનબર્ગ સંશોધનનો અહેવાલ 24 જાન્યુઆરીએ આવ્યો હતો. જેમાં અમેરિકન શોર્ટ સેલર કંપનીએ અદાણી ગ્રુપ પર તેના શેરની કિંમતમાં વધારો કરવાનો અને એકાઉન્ટિંગ ફ્રોડ કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારથી અદાણી ગ્રુપ ક્રેડિટ ક્રંચનો સામનો કરી રહ્યું છે. રોકાણકારોનો વિશ્વાસ ડગમગી ગયો હતો, જેને પાછો મેળવવા માટે તે સતત પ્રયાસ કરી રહ્યો છે.

કોલસામાંથી પીવીસી બનાવવાની યોજના

કંપનીનો આ પેટ્રોકેમિકલ પ્લાન્ટ એક નવેસરથી વિકસાવવામાં આવી રહ્યો છે. એટલે કે તે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે. કોલસામાંથી પીવીસી બનાવતા આ પ્લાન્ટનું કામ હાલ બંધ થઈ ગયું છે. આ પ્લાન્ટની ક્ષમતા વાર્ષિક 2000 કિલો ટન પીવીસી બનાવવાની છે. આ માટે દર વર્ષે ઓસ્ટ્રેલિયા, રશિયા અને અન્ય દેશોમાંથી 31 લાખ ટન કોલસાની આયાત કરવી પડશે.

કંપનીનું કહેવું છે કે, આગામી સૂચના સુધી કામમાં વિક્ષેપ રહેશે. પ્લાન્ટનું કામ અટકાવવા અંગે કંપનીના પ્રવક્તાનું કહેવું છે કે, અદાણી એન્ટરપ્રાઈઝ આગામી મહિનાઓમાં પ્રાથમિક ક્ષેત્રના ઉદ્યોગોની વૃદ્ધિની સ્થિતિની સમીક્ષા કરશે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો દબદબો

પ્લાસ્ટિક માટે પેટ્રોકેમિકલ ગ્રાન્યુલ્સ બનાવવાના મામલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો દબદબો છે. તે ભારતમાં પેટ્રોકેમિકલ્સની સૌથી મોટી કંપની છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વિવિધ પ્રકારના પોલિમર અને પોલિએસ્ટરનું ઉત્પાદન કરે છે. તેમાં પીવીસી પણ છે. આ સ્થિતિમાં અદાણી ગ્રૂપના આ પ્લાન્ટનું કામ બંધ થવાને કારણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે તેની સીધી સ્પર્ધા હાલ પુરતી તો ઝાંખી દેખાઈ રહી છે.

PVCએ વિશ્વમાં ત્રીજું સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સિન્થેટિક પોલિમર પ્લાસ્ટિક છે. તેનો ઉપયોગ ઘરોના ફ્લોરને ટાઇલિંગ કરવા, સીવેજ પાઇપ અને અન્ય પાઇપ બનાવવા માટે થાય છે. જ્યારે તેનો ઉપયોગ એપ્રોનના પેકેજિંગ અને ઉત્પાદનમાં, ઇલેક્ટ્રિક વાયર માટેના કવર અને પેકેજિંગ મટિરિયલ બનાવવા માટે થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત 
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
Embed widget