શોધખોળ કરો

Hinduja Family: આ ઉદ્યોગપતિને નોકરો સાથે ખરાબ વર્તન કરવું ભારે પડ્યું, પરિવારના ચાર લોકોને જવું પડશે જેલમાં

Hinduja Family Servant Case: ભારતીય મૂળના અબજોપતિઓના પરિવારના હિન્દુજાના ચાર સભ્યોને સ્વિટ્ઝર્લેન્ડમાં ઘર નોકરનું શોષણ કરવા બદલ સાડા ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે...

Hinduja Family: સ્વિટ્ઝરલેન્ડના કોર્ટે ભારતીય મૂળના ધનકુબેર અને બ્રિટનના શ્રેષ્ઠ અમીરોમાં સામેલ હિન્દુજા પરિવારના (Hinduja Family) ચાર સભ્યોને તેમના ઘરેલુ નોકર સાથે દુર્વ્યવહાર કરવા બદલ જેલની સજા ફટકારી છે. આ ચુકાદો હિન્દુજા પરિવાર માટે મોટો આંચકો છે, જે તેમની સંપત્તિ અને પ્રભાવ માટે જાણીતા છે.

આ ચાર સભ્યોને સજા કરવામાં આવી હતી

હિન્દુજા પરિવારના જે સભ્યોને સ્વિસ કોર્ટે જેલની સજા ફટકારી છે તેમાં ભારતમાં જન્મેલા ધનકુબેર પ્રકાશ હિન્દુજા, તેમની પત્ની, પુત્ર અને પૌત્રનો સમાવેશ થાય છે. તેમના પર માનવ તસ્કરી અને નોકરો સાથે અમાનવીય વ્યવહારના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. જો કે કોર્ટને માનવ તસ્કરીના આરોપ સાચા ન લાગ્યા, પરંતુ ગેરવર્તનના કેસમાં કોર્ટે તેને સાડા ચાર વર્ષની જેલની સજા ફટકારી.

પ્રકાશ હિંદુજાના પરિવાર પર આરોપ હતો કે તેઓ ભારતમાંથી એવા નોકરોને લાવતા હતા, જેઓ ભણેલા ન હતા, તેઓને જિનીવામાં તેમના વૈભવી લેકસાઇડ વિલામાં કામ કરવા માટે લાવ્યા હતા. તેના પર તસ્કરી દ્વારા ઘરેલુ નોકર લાવવાનો પણ આરોપ હતો. જો કે, કોર્ટે આ આરોપને સાચો માન્યો ન હતો. કોર્ટે કહ્યું કે કામ કરતા લોકો જાણતા હતા કે તેમને શા માટે લાવવામાં આવી રહ્યા છે.

આ રીતે શોષણ કરતા હતા

જો કે, પ્રકાશ હિન્દુજાના પરિવાર પર અન્ય ઘણા ગંભીર આરોપો સાચા જણાયા હતા. કોર્ટે તેમને અનધિકૃત નોકરીઓ આપવા અને કામદારોનું શોષણ કરવાના આરોપોને સાચા માનીને સ્વીકાર્યા. હિન્દુજા પરિવાર પર કામદારોને સ્વિસ ફ્રેંકના બદલે ભારતીય રૂપિયામાં પગાર આપવાનો પણ આરોપ હતો. નોકરોના પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવ્યા હતા અને તેમને વિલાની બહાર જવા દેવામાં આવ્યા ન હતા.

અગાઉ પણ આવા આક્ષેપો થયા છે

આ પહેલીવાર નથી કે જ્યારે પ્રકાશ હિન્દુજાના પરિવાર પર આ પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા હોય. દાયકાઓથી સ્વિટ્ઝર્લેન્ડમાં રહેતા પ્રકાશ હિન્દુજા પર પણ 2007માં યોગ્ય પેપર વર્ક વગર લોકોને અનધિકૃત રીતે નોકરી પર રાખવાનો આરોપ લાગ્યો હતો. હવે તાજેતરના કેસમાં કોર્ટે અનેક ગંભીર આરોપો સાચા હોવાનું શોધીને તેમના પરિવારના સભ્યોને ચાર વર્ષથી સાડા ચાર વર્ષની જેલની સજા ફટકારી છે.

બ્રિટનનો સૌથી ધનિક પરિવાર

હિન્દુજા પરિવારની ગણતરી વિશ્વના સૌથી ધનિક પરિવારોમાં થાય છે. હિન્દુજા પરિવાર બ્રિટનનો સૌથી ધનિક પરિવાર કહેવાય છે. કહેવાય છે કે હિંદુજા પરિવાર પાસે બ્રિટિશ શાહી પરિવાર કરતા અનેક ગણી વધારે સંપત્તિ છે. પારિવારિક વ્યવસાય ઘણા દેશોમાં ફેલાયેલો છે. ભારતમાં હિન્દુજા પરિવારનો બિઝનેસ અશોક લેલેન્ડ, ઇન્ડસઇન્ડ બેંક જેવી કંપનીઓ દ્વારા ઘણા ક્ષેત્રોમાં ફેલાયેલો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Embed widget