શોધખોળ કરો

Aadhar Card Update: આધાર કાર્ડમાં નામ, એડ્રેસ અને જન્મતારીખ કેટલી વખત બદલી શકાય ? જાણો  

આજના સમયમાં આધાર કાર્ડ ખૂબ જ મહત્વનું દસ્તાવેજછે જે લગભગ તમામ સરકારી અને ખાનગી કામો માટે જરૂરી છે. ઘણી વખત લોકો આધાર કાર્ડ બનાવતી વખતે ઘણી ભૂલો કરે છે.

Aadhar Card Update: આજના સમયમાં આધાર કાર્ડ ખૂબ જ મહત્વનું દસ્તાવેજછે જે લગભગ તમામ સરકારી અને ખાનગી કામો માટે જરૂરી છે. ઘણી વખત લોકો આધાર કાર્ડ બનાવતી વખતે ઘણી ભૂલો કરે છે જેના કારણે ઘણા મહત્વપૂર્ણ કામ અટકી જાય છે. ઉદાહરણ તરીકે, આધાર કાર્ડમાં કોઈનું નામ ખોટું છે, કોઈની જન્મતારીખ ખોટી રીતે નોંધવામાં આવી છે. પરંતુ, સરકારી વેબસાઇટ UIDAI ગ્રાહકોની સુવિધા માટે ખોટી માહિતી સુધારવાની તક પૂરી પાડે છે. જો કે, અહીં તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે કારણ કે આધાર કાર્ડમાં સુધારો કરવાની આ તક વારંવાર મળતી નથી. ચાલો તમને જણાવીએ કે તમે આધાર કાર્ડમાં તમારું નામ, સરનામું અને અન્ય માહિતી કેટલી વાર અપડેટ કરી શકો છો.

આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વાર બદલી શકાય છે ?

તમને જણાવી દઈએ કે આધાર કાર્ડમાં જન્મતારીખ અને જેન્ડર અપડેટ કરવાની માત્ર એક તક આપવામાં આવે છે. એટલે કે, જો તમે પહેલીવાર આધાર કાર્ડ બનાવી રહ્યા છો, તો ખૂબ કાળજી રાખો કે જન્મતારીખ અને જેન્ડરમાં કોઈ ખોટી માહિતી દાખલ ન થાય. આ પછી પણ જો કોઈ ભૂલ પહેલીવાર થઈ હોય તો તમે તેને એકવાર અપડેટ કરી શકો છો.

આધાર કાર્ડમાં નામ અને સરનામું કેટલી વાર બદલી શકાય છે ?

આધાર કાર્ડ પર તમે તમારું નામ માત્ર બે વાર બદલી શકો છો.  UIDAI અનુસાર, આધાર કાર્ડ ધારકો તેમના આધાર કાર્ડમાં સરનામું ઘણી વખત અપડેટ કરી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે તમારું સ્થાન બદલ્યું છે, તો ગભરાવાની જરૂર નથી. કારણ કે, આધાર કાર્ડમાં એડ્રેસ ઘણી વખત બદલી શકાય છે. જો કે, સરનામું બદલવા માટે, તમારે અમુક દસ્તાવેજો જેમ કે પાસપોર્ટ, રેશન કાર્ડ, વિકલાંગતા કાર્ડ (જો કોઈ હોય તો), કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલ SC/ST/OBC પ્રમાણપત્ર, સરનામાના પુરાવા તરીકે વીજળી બિલ અથવા પાણીનું બિલ અપલોડ કરવાની જરૂર છે.

આધાર કાર્ડ કેવી રીતે અપડેટ કરવું? 

આધાર કાર્ડ અપડેટ કરવું અને સરનામું બદલવું એ એક સરળ ઓનલાઈન પ્રક્રિયા છે અને વપરાશકર્તાઓ ઘરે બેઠા તેમના મોબાઈલ ફોનથી કરી શકે છે. નીચે કેટલાક સ્ટેપ્સ આપવામાં આવ્યા છે, જેને અનુસરીને તમે સરળતાથી તમારું આધાર અપડેટ કરી શકો છો.

સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ વેબસાઈટ https://uidai.gov.in/ પર જાઓ.

આ પછી UIDAI વેબસાઈટ પર દેખાતા ‘My Aadhaar’ વિકલ્પ પર ક્લિક કરો.

અપડેટ આધાર વિભાગ પર જાઓ, ‘ડેમોગ્રાફિક ડેટા અપડેટ કરો અને સ્થિતિ તપાસો’ પર ક્લિક કરો.

પછી આધાર નંબર અને કેપ્ચા દાખલ કરો.

આ પછી, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે, તેને દાખલ કરો અને લોગિન પર ક્લિક કરો.

હવે તમારે ‘અપડેટ આધાર ઓનલાઈન’ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

આ પછી, તમે સુધારણા માટે તમને જોઈતા વિકલ્પને પસંદ કરીને અને આગળની પ્રક્રિયાને અનુસરીને અપડેટ કરી શકો છો.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત

બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ

SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

Embed widget