શોધખોળ કરો

Aadhaar Update: આધારકાર્ડમાં કેટલી વખત બદલી શકો છો ડિટેલ ? જાણો તમામ જાણકારી  

આધારકાર્ડ આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. બેંક ખાતું ખોલાવવાથી લઈને સરકારી યોજનાઓ માટે અરજી કરવા માટે આધાર કાર્ડ હોવું જરૂરી છે.

આધારકાર્ડ આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. બેંક ખાતું ખોલાવવાથી લઈને સરકારી યોજનાઓ માટે અરજી કરવા માટે આધાર કાર્ડ હોવું જરૂરી છે. આ સિવાય તમે તેનો ફોટો આઈડી અને એડ્રેસ પ્રૂફ તરીકે પણ ઉપયોગ કરી શકો છો. UIDAI અનુસાર, આધાર કાર્ડ દર 10 વર્ષે અપડેટ થવું જોઈએ. હાલમાં, જો તમે તમારા આધાર કાર્ડમાં કોઈપણ અપડેટ કરવા માંગો છો, તો તમે તેને ઘરે બેઠા મફતમાં ઑનલાઇન કરી શકો છો.

આધાર કાર્ડના નિયમો 

સરકારે આધાર કાર્ડની વિગતોને મફતમાં ઓનલાઈન અપડેટ કરવાની તારીખ લંબાવીને 14 ડિસેમ્બર 2024 કરી છે. જો તમે પણ તમારા આધાર કાર્ડમાં કોઈપણ વિગતો અપડેટ કરવા માંગો છો, તો તમારે વિગતો અપડેટ કરતા પહેલા UIDAI દ્વારા જારી કરવામાં આવેલા નિયમો વિશે જાણવું જોઈએ. તમે આધાર કાર્ડમાં નામ, સરનામું, મોબાઈલ નંબર અને જન્મ તારીખમાં ફેરફાર કરી શકો છો. જો કે, વિવિધ વિગતો અપડેટ કરવા માટે અલગ-અલગ નિયમો છે.

વિગતો કેટલી વખત બદલી શકાય છે ? 

તમે તમારા આધાર કાર્ડમાં વધુમાં વધુ એકવાર જન્મ તારીખ બદલી શકો છો. આ સિવાય તમે નામમાં મહત્તમ ફેરફાર ફક્ત બે વાર કરી શકો છો. જોકે, UIDAIએ મોબાઈલ નંબર અને સરનામું બદલવા માટે કોઈ મર્યાદા નક્કી કરી નથી. તમે ઇચ્છો તેટલી વખત તમારા આધાર કાર્ડમાં સરનામું અને મોબાઇલ નંબર બદલી શકો છો. જો કે, આ માટે UIDAI દ્વારા કેટલાક ચાર્જ વસૂલવામાં આવે છે. હાલમાં આ સુવિધા 14 ડિસેમ્બર 2024 સુધી મફત છે.

સહાયક દસ્તાવેજો આપવાના રહેશે 

આધાર કાર્ડમાં કોઈપણ વિગત બદલવા માટે તમારે તેને સંબંધિત સહાયક દસ્તાવેજો અપલોડ કરવા પડશે. સહાયક દસ્તાવેજોની ચકાસણી વિના તમારા આધાર કાર્ડની વિગતોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. ઉદાહરણ તરીકે, જો તમે તમારા આધાર કાર્ડમાં જન્મતારીખ અપડેટ કરવા માંગો છો, તો તમારે સહાયક દસ્તાવેજ તરીકે જન્મ પ્રમાણપત્ર અથવા હાઇસ્કૂલની માર્કશીટ અપલોડ કરવી પડશે.

UIDAI અનુસાર, આધાર કાર્ડમાં વિગતો અપડેટ કરવાની વિનંતી 30 દિવસની અંદર મંજૂર કરવામાં આવે છે. જો કે, કેટલીક વિગતો અપડેટ કરવામાં 90 દિવસ જેટલો સમય લાગી શકે છે. જો તમને તમારી વિગતો અપડેટ કરવામાં કોઈ સમસ્યા આવે તો તમે UIDAI હેલ્પલાઈન નંબર 1947 પર સંપર્ક કરી શકો છો અથવા નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લઈ શકો છો અને વિગતો બદલવા માટે ફરીથી વિનંતી કરી શકો છો.  

Jio ના 4 સૌથી શાનદાર રિચાર્જ પ્લાન, 300 રુપિયાથી ઓછી કિંમતે મળશે આ ફાયદા

ટોપ સ્ટોરી

EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
8th Pay: લેવલ 10 કર્મચારીઓને 10 વર્ષમાં મળશે 34 લાખ એક્સ્ટ્રા!
8th Pay: લેવલ 10 કર્મચારીઓને 10 વર્ષમાં મળશે 34 લાખ એક્સ્ટ્રા!
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

Embed widget