શોધખોળ કરો

ICICI Loan fraud case: ચંદા કોચર બાદ હવે વીડિયોકોનના માલિક વેણુગોપાલ ધૂતની ધરપકડ

ICICI બેંક અને વિડિયોકોનના શેરહોલ્ડર અરવિંદ ગુપ્તાએ પીએમ, રિઝર્વ બેંક અને સેબીને પત્ર લખીને વિડિયોકોનના ચેરમેન વેણુગોપાલ ધૂત અને ICICI CEO અને MD ચંદા કોચર પર એકબીજાની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો હતો.

ICICI Loan fraud case: બેંક લોન ફ્રોડ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ મોટી કાર્યવાહી કરી છે. સીબીઆઈએ આ કેસમાં વીડિયોકોનના માલિક વેણુગોપાલ ધૂતની ધરપકડ કરી છે. આ પહેલા સીબીઆઈએ આ કેસમાં આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ એમડી ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ કરી હતી.

આરોપ છે કે જ્યારે ચંદા કોચર ICICI બેંકના વડા હતા ત્યારે તેમણે વીડિયોકોન ગ્રુપને લોન આપી હતી. તેના બદલામાં ચંદાના પતિ દીપક કોચરની કંપની નુ રિન્યુએબલને વીડિયોકોન પાસેથી રોકાણ મળ્યું. ગયા અઠવાડિયે, CBIએ ICICI બેંકના ભૂતપૂર્વ MD અને CEO ચંદા કોચર અને તેના દીપક કોચરની વીડિયોકોન ગ્રૂપને 3,250 કરોડ રૂપિયાની બેંક લોન આપવાના સંબંધમાં ધરપકડ કરી હતી. આ પછી મુંબઈની વિશેષ અદાલતે બંનેને ત્રણ દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દીધા હતા.

2012માં વીડિયોકોન ગ્રુપને ICICI બેંક દ્વારા લોન આપવામાં આવી હતી. જે પાછળથી NPA બની ગઈ અને પછીથી તેને "બેંક ફ્રોડ" કહેવામાં આવ્યું. સપ્ટેમ્બર 2020માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દીપક કોચરની ધરપકડ કરી હતી. હકીકતમાં, 2012 માં, ચંદા કોચરની આગેવાની હેઠળની ICICI બેંકે વિડિયોકોન જૂથને 3,250 કરોડની લોન આપી હતી અને છ મહિના પછી વેણુગોપાલ ધૂતની માલિકીની મેસર્સ સુપ્રીમ એનર્જીએ મેસર્સ ન્યુપાવર રિન્યુએબલ્સને 64 કરોડની લોન આપી હતી. જેમાં દીપક કોચરનો 50% હિસ્સો છે.

ICICI બેંક અને વિડિયોકોનના શેરહોલ્ડર અરવિંદ ગુપ્તાએ વડાપ્રધાન, રિઝર્વ બેંક અને સેબીને પત્ર લખીને વિડિયોકોનના ચેરમેન વેણુગોપાલ ધૂત અને ICICI CEO અને MD ચંદા કોચર પર એકબીજાની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે ધૂતની કંપની વિડિયોકોનને ICICI બેંક તરફથી રૂ. 3250 કરોડની લોન આપવામાં આવી હતી અને તેના બદલામાં ધૂતે ચંદા કોચરના પતિ દીપક કોચર દ્વારા સંચાલિત વૈકલ્પિક ઊર્જા કંપની નુપાવરમાં રોકાણ કર્યું હતું.

વેણુગોપાલ ધૂતની તરફેણ કરવાનો આરોપ

આરોપ છે કે આ રીતે ચંદા કોચરે વેણુગોપાલ ધૂતને તેમના પતિની કંપની માટે ફાયદો કરાવ્યો હતો. વર્ષ 2018માં આ ખુલાસા બાદ ચંદા કોચરે બેંકમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. સીબીઆઈએ અગાઉ ફેબ્રુઆરી 2018માં આ મામલે પ્રાથમિક તપાસ (PE) નોંધી હતી. વર્ષ 2019માં જસ્ટિસ બી.એન. શ્રીકૃષ્ણ સમિતિનો રિપોર્ટ આવ્યો. સમિતિને તેની તપાસમાં જાણવા મળ્યું કે કોચરે વીડિયોકોનને લોન આપવામાં બેંકની આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. કોચરની મંજૂરી પર, આ લોનનો કેટલોક ભાગ તેના પતિ દીપકની માલિકીની કંપનીને આપવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
Embed widget