(Source: ECI/ABP News/ABP Majha)
Home Loan: હોમ લોનના EMIથી પરેશાન છો, તો આ રીતે ઓછો કરાવી શકો છો મહિનાનો હપ્તો
સામાન્ય રીતે મધ્યમવર્ગીય પરિવારના મોટાભાગના લોકોની જિંદગી હોમ લોનના EMI ભરવામાં જાય છે. હોમ લોન બહું લાંબા સમય સુધી ચાલતી હોવાથી આવી સ્થિતિ થાય છે. લાંબા સમય સુધી EMI ભરવાનું આવતા એક સમયે તે બોજ લાગવા લાગે છે. તો આજે અમે આપને કંઇક એવી રીતો જણાવી રહ્યાં છીએ જેનાથી આપ આપની હોમ લોનની EMIને ઓછી કરી શકો છો.

વધુ ડાઉનપેમેન્ટ
લોન આપતી બેન્ક પ્રોપર્ટીની બજાર કિંમતના આધારે લોન આપે છે. આ સમયે હોમ લોન લેતા પહેલા કોશિશ કરો કે, વધુમાં વધુ ડાઉન પેમેન્ટ કરો. જેટલું ડાઉન પેમેન્ટ પ્રોપર્ટી માટે કરશો EMI એટલું ઓછું ચૂકવવું પડશે. તેના કારણે તેના પરના વ્યાજમાં પણ થોડી રાહત રહેશે. ડાઉન પેમેન્ટ વધુ આપવાનો ફાયદો એ પણ છે કે, લોન મળવાના ચાન્સ પણ વધી જાય છે. વર્ષે એક અથવા 2થી વધુ EMI ચૂકવીને પણ તેની સમય અવધિ ઘટાવી શકાય છે.
ફ્રી પેમેન્ટ
હોમ લોન લીધા બાદ કોશિશ કરો કે થોડું પ્રી પેમેન્ટ પણ કરી દો. પ્રી પેમેન્ટ કરવાથી ફાયદો એ થશે કે, આપની તરફથી ચૂકવવામાં આવતું લોનનું પેમેન્ટ ઓછું થઇ જશે અને લોનની સમય અવધિ પણ ઘટી જશે. બીજા ફાયદો વ્યાજનો પણ થાય છે. વ્યાજ પણ એટલું ઓછું પે કરવું પડે છે. આપ આપની આવક મુજબ પ્રિ પેમેન્ટનું આયોજન કરી શકો છો.
ઓફર
હોમ લોન લેતી વખતે જુદી-જુદી ઓફરની પણ તપાસ કરો. અલગ અલગ કંપની હોમ લોન પર સમય-સમય પર ઓફર આપતી રહે છે. આ ઓફર દ્રારા પણ હોમ લોનના EMIની રકમ ઓછી થઇ શકે છે
લોનમાં ભાગીદારી
જો આપને લોનનું EMI વધુ લાગી રહ્યું હોય તો આપ જ્વોઇન્ટ હોમલોન પર પણ વિચાર કરી શકો છો. જોઇન્ટ હોમલોનમાં લોન લેનારની આવક જોવામાં આવે છે અને ત્યાર બાદ લોનનું નિર્ધારણ થાય છે. કેટલીક લોન દેનાર કંપની મહિલા સહ અરજદારોને ડિસ્કાઉન્ટ વ્યાજ દર પર પણ લોન આપે છે.