શોધખોળ કરો

શેરબજારમાં તેજીના તરખાટને પગલે ઓગસ્ટમાં SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં ₹15,814 કરોડનું જંગી રોકાણ

Mutual Fund News: ઓગસ્ટ 2023માં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રૂ. 20,245.26 કરોડનું રોકાણ આવ્યું છે, જે જુલાઈની સરખામણીએ 165 ટકા વધુ છે.

Mutual Fund Update: શેરબજારમાં જબરદસ્ત વૃદ્ધિને કારણે, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ઓગસ્ટ 2023માં રૂ. 20,245 કરોડની પાંચ મહિનાની ઊંચી સપાટીને પાર કરી ગયું છે. તે જ સમયે, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા કરવામાં આવેલ રોકાણ ઓગસ્ટમાં સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં કુલ રૂ. 15,814 કરોડનું રોકાણ આવ્યું છે.

એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સે ડેટા જાહેર કર્યો છે જે મુજબ ઓગસ્ટ મહિનામાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રૂ. 20,245.26 કરોડનું રોકાણ થયું હતું, જ્યારે જુલાઈ 2023માં માત્ર રૂ. 7625 કરોડનું રોકાણ જોવા મળ્યું હતું.

સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે રોકાણકારોનો વિશ્વાસ વધી રહ્યો છે. સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા ઓગસ્ટ મહિનામાં રેકોર્ડ રોકાણ જોવા મળ્યું છે. SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં કુલ રૂ. 15,814 કરોડનું રોકાણ આવ્યું છે, જે જુલાઈમાં રૂ. 15,243 કરોડ હતું.

શેરબજારમાં સ્મોલ કેપ અને મિડ કેપ ઈન્ડેક્સ રેકોર્ડ હાઈ પર ટ્રેડ થઈ રહ્યા છે. સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં જબરદસ્ત ખરીદી જોવા મળી રહી છે. તેથી મિડ કેપ અને સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝોક વધી રહ્યો છે. મ્યુચ્યુઅલ ફંડની સ્મોલ કેપ મિડ કેપ સ્કીમ્સમાં પણ ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ રોકાણ જોવા મળ્યું છે. ઓગસ્ટમાં સ્મોલ કેપ ફંડ્સમાં રૂ. 4265 કરોડનું રોકાણ આવ્યું છે, જે જુલાઈમાં રૂ. 4171 કરોડ હતું. મિડ કેપ ફંડ્સમાં રૂ. 2512 કરોડનું રોકાણ આવ્યું હતું જે જુલાઈમાં માત્ર રૂ. 1623 કરોડ હતું.

એએમએફઆઈના ડેટા અનુસાર, મ્યુચ્યુઅલ ફંડની ડેટ સ્કીમમાંથી રૂ. 25,872 કરોડનો ઉપાડ જોવા મળ્યો છે. જ્યારે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF)માં રૂ. 1893 કરોડનો આઉટફ્લો હતો, જે જુલાઈમાં માત્ર રૂ. 353 કરોડ હતો. નવી ફંડ ઓફર દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. 7343 કરોડનું રોકાણ આવ્યું છે, જ્યારે જુલાઈમાં રૂ. 6723 કરોડનું રોકાણ આવ્યું હતું.

આપણે ઘણી વાર સાંભળ્યું છે કે નાના ટીપાંથી સમુદ્ર બને છે અને આ 100% સાચું છે. આ જ બાબત રોકાણના કિસ્સામાં પણ લાગુ પડે છે. એવું બિલકુલ જરૂરી નથી કે મોટી રકમ મેળવવા માટે આપણે હંમેશા મોટું રોકાણ કરવું પડે. આમ કરવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ પર બિનજરૂરી બોજ પડી શકે છે કારણ કે મોટું રોકાણ કરતી વખતે તે પોતાની આર્થિક સ્થિતિને જોખમમાં મૂકશે. તેથી, જો નાનું રોકાણ નિયમિતપણે કરવામાં આવે તો પણ લાંબા ગાળે જંગી ભંડોળ ઊભું કરી શકાય છે, તે પણ કોઈપણ જોખમ વિના. SIP પણ એ જ રીતે કામ કરે છે. ઓછી ખોટ સાથે રોકાણ કરવાની SIP એ ખૂબ જ સરળ રીત છે. જેમાં તમે દર મહિને/અંતરે એક નિશ્ચિત રકમનું રોકાણ કરીને મોટા ધ્યેય માટે બચત કરી શકો છો, તે પછી તે નાની રોકાણ કરેલી રકમમાંથી તમે લાંબા ગાળે મોટી રકમ મેળવી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Embed widget