IPL 2025 auction: ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આટલા કરોડમાં ખરીદ્યો
સ્વિંગના કિંગ તરીકે જાણીતા ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ખરીદ્યો છે. RCBએ ભુવનેશ્વર કુમારને 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
IPL 2025 auction: સ્વિંગના કિંગ તરીકે જાણીતા ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ખરીદ્યો છે. RCBએ ભુવનેશ્વર કુમારને 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ બોલર માટે લખનૌ અને મુંબઈએ પણ મોટી બોલી લગાવી હતી.
He brings solid experience! 👌
— IndianPremierLeague (@IPL) November 25, 2024
Bhuvneshwar Kumar goes the #RCB way for INR 10.75 Crore! 👏 👏#TATAIPLAuction | #TATAIPL | @BhuviOfficial | @RCBTweets pic.twitter.com/zY9h8yQAkk
ભુવનેશ્વર કુમાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતો જોવા મળશે
ભુવનેશ્વર કુમારે 2009 માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (તે સમયે બેંગ્લોર) સાથે તેની IPL સફરની શરૂઆત કરી હતી પરંતુ તેના બે સીઝન દરમિયાન રમવાની તક મળી ન હતી. જોકે, 2014માં જ્યારે તે સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે જોડાયો ત્યારે તેનું નસીબ બદલાઈ ગયું.
ઉત્કૃષ્ટ દેખાવ કરીને ટીમમાં એક મહત્વપૂર્ણ રીતે પોતાની જાતને સ્થાપિત કરી. ફ્રેન્ચાઇઝી સાથેની તેની પ્રથમ ચાર સિઝનમાં તેણે સતત 18 થી વધુ વિકેટો લીધી. 2016માં સનરાઇઝર્સની પ્રથમ IPL ટાઇટલ જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
કેવી રહી ભુવનેશ્વરની IPL કારકિર્દી?
આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ભુવનેશ્વર ચોથા સ્થાન પર છે. SRH ઉપરાંત, તે પુણે સુપર જાયન્ટ્સ તરફથી પણ રમ્યો હતો.
ભુવનેશ્વર કુમારે 176 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે 27.23ની એવરેજથી 181 વિકેટ ઝડપી છે. તે બે વખત 4 વિકેટ અને બે વખત 5 વિકેટ ઝડપવામાં સફળ રહ્યો છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 5/19 રહ્યું છે. IPL 2025માં આ અનુભવી ખેલાડી પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે.
RCBએ આ ખેલાડીઓને ખરીદ્યા
IPL 2008 થી RCB નું પ્રતિનિધિત્વ કરનાર વિરાટ કોહલીને ફ્રેન્ચાઇઝીએ જાળવી રાખ્યો હતો. તેની સાથે RCBએ યશ દયાલ અને રજત પાટીદારને પણ જાળવી રાખ્યા છે.
RCBએ કોહલીને 21 કરોડ રૂપિયામાં, પાટીદારને 11 કરોડ રૂપિયામાં અને દયાલને 5 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. બીજી તરફ RCBએ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડને પણ પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
IPL 2025ની મેગા ઓક્શનના પ્રથમ દિવસે કુલ 72 ખેલાડીઓનું વેચાણ થયું હતું. આ સમયગાળા દરમિયાન તમામ 10 ટીમોએ મળીને કુલ 467.95 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. હવે આજે એટલે કે હરાજીના બીજા દિવસે 493 ખેલાડીઓ માટે બિડ લગાવવામાં આવશે. જો કે, આ સમયગાળા દરમિયાન વધુમાં વધુ 132 ખેલાડીઓ જ વેચી શકાશે.