Ration Card e-KYC: રાશન કાર્ડ ધારકો માટે જરૂરી ખબર, હવે ઘરે બેઠા કરો ઈ-કેવાયસી
રાશનકાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ માહિતી પ્રકાશમાં આવી છે. હવે e-KYC કરાવવાની અંતિમ તારીખ 15 માર્ચ સુધી લંબાવવામાં આવી છે

Ration Card e-KYC: રાશનકાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ માહિતી પ્રકાશમાં આવી છે. હવે e-KYC કરાવવાની અંતિમ તારીખ 15 માર્ચ સુધી લંબાવવામાં આવી છે. પહેલા આ પ્રક્રિયા ફક્ત રાશનની દુકાનો પર ઇ-પૉસ મશીનો દ્વારા જ થતી હતી પરંતુ હવે તમે ઘરે બેઠા તમારા મોબાઇલથી ઇ-કેવાયસી કરી શકો છો. વાસ્તવમાં સરકારે નાગરિકોની સુવિધા માટે 'મેરા ઈ-કેવાયસી' મોબાઇલ એપ લોન્ચ કરી છે. આ એપની મદદથી તમે રાશનની દુકાન પર ગયા વિના તમારા અને તમારા પરિવારના બધા સભ્યો માટે e-KYC પૂર્ણ કરી શકો છો.
આ માટે બે એપ ડાઉનલોડ કરવી જરૂરી છે: પહેલી- આધાર ફેસ આરડી સેવા એપ અને બીજી મેરા ઈ-કેવાયસી મોબાઈલ એપ. આ એપ્સ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને e-KYC તાત્કાલિક પૂર્ણ કરી શકાય છે.
ઈ-કેવાયસી શા માટે ફરજિયાત છે?
સરકાર જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળ અંત્યોદય અને પ્રાથમિકતા ધરાવતા પરિવારોને સસ્તા દરે અનાજ પૂરું પાડે છે. પરંતુ ઘણા અયોગ્ય લોકો પણ આનો લાભ લઈ રહ્યા હતા. હવે આને રોકવા માટે સરકારે બધા રાશનકાર્ડ ધારકો માટે e-KYC ફરજિયાત બનાવ્યું છે.
અયોગ્ય લોકો સામે થશે કાર્યવાહી
સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જે લોકો પાત્રતા વિના રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છે તેમની પાસેથી હવે વસૂલાત કરવામાં આવશે. જો નામ સ્વેચ્છાએ દૂર કરવામાં ન આવે તો રકમ વ્યાજ સાથે વસૂલ કરવામાં આવશે. અપાત્ર સરકારી કર્મચારીઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે અને તેમના પગારમાં કાપ મૂકવાનો આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે. જો તમે પાત્ર નથી અને હજુ પણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો ટૂંક સમયમાં તમને એક નોટિસ આવી શકે છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશના ખેડૂતો માટે ખરેખર આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે, અને તાજેતરમાં જ આ લોકપ્રિય યોજનાએ સફળતાપૂર્વક પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે. આ યોજના હેઠળ, દેશભરના ખેડૂતોને વર્ષમાં ત્રણ વાર 2,000 રૂપિયાના હપ્તામાં કુલ 6,000 રૂપિયાની સીધી આર્થિક સહાય આપવામાં આવે છે. તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે યોજનાના 19મા હપ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કિસાન સન્માન નિધિ યોજના: ગુજરાતના 51 લાખ ખેડૂતો માટે બની આશીર્વાદરૂપ, ₹1148 કરોડથી વધુ જમા થયા





















