શોધખોળ કરો

Important Rule changes in August: ક્રેડિટ કાર્ડથી લઇને ITR સુધી, ઓગસ્ટમાં થઇ રહ્યા છે આ પાંચ મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર કરશે અસર

ઑગસ્ટ મહિનામાં પૈસા સંબંધિત ઘણા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે

Rule Change From August 2023: ઑગસ્ટ મહિનામાં પૈસા સંબંધિત ઘણા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. આ તમારી બચત અને રોકાણોને અસર કરી શકે છે. અહીં આવા પાંચ ફેરફારો વિશે માહિતી આપવામાં આવી છે, જેમાં ખાસ ફિક્સ્ડ ડિપોઝિટ, ITR ફાઇલિંગ અને ક્રેડિટ કાર્ડ સંબંધિત બાબતોનો સમાવેશ થાય છે. તમારે તેમના વિશે જાણવું જોઈએ.

ક્રેડિટ કાર્ડ નિયમો

જો તમે એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો અને ફ્લિપકાર્ટ પરથી ખરીદી કરો છો તો હવે તમને કેટલાક કેશબેક અને ઇન્સેટિવ પોઇન્ટ ઓછા મળશે. ખાનગી ક્ષેત્રની આ બેન્કે તેમાં 12 ઓગસ્ટ 2023 સુધીનો ઘટાડો કર્યો છે. બેન્કની વેબસાઈટ મુજબ, 12 ઓગસ્ટ, 2023 થી તમે ફ્લિપકાર્ટ પર મુસાફરી સંબંધિત ખર્ચની ચૂકવણી કરવા માટે તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા પર 1.5 ટકા કેશબેક માટે પાત્ર બનશો.

SBI અમૃત કળશ

SBIની સ્પેશિયલ એફડી સ્કીમ અમૃત કળશમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ છે. આ 400-દિવસની ટર્મ ડિપોઝિટ સ્કીમ છે, જેનો વ્યાજ દર નિયમિત ગ્રાહકો માટે 7.1 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 7.6 ટકા હશે. આ વિશેષ FD હેઠળ સમય પહેલા ઉપાડ અને લોનની સુવિધા પણ મેળવી શકાય છે.

ઇન્ડિયન બેન્ક IND SUPER 400 દિવસની સ્પેશ્યલ FD

ઇન્ડિયન બેન્ક દ્વારા ખાસ FD રજૂ કરવામાં આવી છે, જેનું નામ "IND SUPER 400 DAYS" છે. આ 400-દિવસની ફિક્સ ડિપોઝિટ સ્કીમ હેઠળ 10,000 રૂપિયાથી 2 કરોડ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. તેમાં રોકાણ કરવાની છેલ્લી તક 31 ઓગસ્ટ 2023 છે. 400-દિવસની વિશેષ FD હેઠળ સામાન્ય લોકોને 7.25% અને વરિષ્ઠ નાગરિકોને 7.75% વ્યાજ આપવામાં આવે છે.

ઇન્ડિયન બેન્કની 300-દિવસની FD પણ છે જેના હેઠળ 5 હજારથી 2 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે અને તેમાં રોકાણ કરવાની છેલ્લી સમય 31 ઓગસ્ટ છે. તે સામાન્ય લોકોને 7.05 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.55 ટકા વ્યાજ આપે છે.

આવકવેરા રિટર્ન ફાઇલિંગ

જો તમે 31મી જુલાઈ સુધી ITR ફાઈલ નથી કર્યું તો તમારે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા પર પેનલ્ટી ભરવી પડશે. 5 હજાર રૂપિયાનો આ દંડ 1 ઓગસ્ટ 2023થી લાગુ થશે. જો તમે અંતિમ તારીખ સુધીમાં તમારું ITR ફાઇલ કરવામાં નિષ્ફળ થશો તો તમારી પાસે રિટર્ન ફાઇલ કરવા માટે 31 ડિસેમ્બર, 2023 સુધીનો સમય છે. 31 જુલાઈ પછી ITR ફાઈલ કરવા પર ઈન્કમ ટેક્સ એક્ટ 1961ની કલમ 234F હેઠળ 5,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. જો કે, જેમની વાર્ષિક આવક પાંચ લાખથી ઓછી છે, તેમણે 1000 રૂપિયા જમા કરાવવા પડશે.

IDFC બેન્ક FD

IDFC બેન્કે 375 દિવસ અને 444 દિવસ માટે અમૃત મહોત્સવ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે, જેમાં રોકાણ કરવાની છેલ્લી તક 15 ઓગસ્ટ છે. 375 દિવસની FD પર મહત્તમ વ્યાજ 7.60 ટકા છે. 444 દિવસની FD પર મહત્તમ વ્યાજ 7.75 ટકા છે.

બેન્કમાં રજાઓ

જો તમારી પાસે બેન્કને લગતું કોઈ કામ હોય જે બ્રાન્ચમાં ગયા વિના પૂરું ન થાય તો તેને જલદી પતાવી લો, કારણ કે ઓગસ્ટમાં બેન્કો કુલ 14 દિવસ માટે બંધ રહેવાની છે

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
આગામી 3 મહિના સુધી નહીં વધે FD વ્યાજ દર, SBI ચેરમેન CS શેટ્ટીનું મોટું નિવેદન
આગામી 3 મહિના સુધી નહીં વધે FD વ્યાજ દર, SBI ચેરમેન CS શેટ્ટીનું મોટું નિવેદન
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
8માં પગાર પંચમાં 40 વર્ષ જૂના આ નિયમ થશે બદલાવ, જાણો શું થશે ફાયદો?
8માં પગાર પંચમાં 40 વર્ષ જૂના આ નિયમ થશે બદલાવ, જાણો શું થશે ફાયદો?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget