શોધખોળ કરો

એક કરતા વધુ સિમ ધરાવતા ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલવાના સમાચારનું TRAIએ ખંડન કર્યું, જાણો શું આપ્યું નિવેદન

ટેલિકોમ સેક્ટર રેગ્યુલેટર ટ્રાઈ(Trai)એ મોબાઈલ અને લેન્ડલાઈન નંબર લેવા પર ફી વસૂલવાના સમાચારને નકારી કાઢ્યા છે.

National Numbering Plan: ટેલિકોમ સેક્ટર રેગ્યુલેટર ટ્રાઈ(Trai)એ મોબાઈલ અને લેન્ડલાઈન નંબર લેવા પર ફી વસૂલવાના સમાચારને નકારી કાઢ્યા છે. ટ્રાઈએ પોતાના નિવેદનમાં કહ્યું કે, એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ટ્રાઈ એકથી વધુ સિમ ધરાવતા ગ્રાહકો અને નંબરિંગ રિસોર્સ પર કોઈ પ્રકારનો ચાર્જ લાદવાનું વિચારી રહી છે, જે  સંપૂર્ણપણે પાયાવિહોણી છે. ટ્રાઈએ કહ્યું કે આવા ખોટા દાવાઓનો હેતુ માત્ર લોકોને ગેરમાર્ગે દોરવાનો છે.

કન્સલ્ટેશન પેપરનો સંદર્ભ આપતા, ટ્રાઈએ કહ્યું, અમારા ધ્યાન પર આવ્યું છે કે કેટલીક મીડિયા સંસ્થાઓએ અહેવાલ આપ્યો છે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ પ્રસ્તાવ મૂક્યો છે કે મોબાઈલ અને લેન્ડલાઈન નંબરની ફાળવણી માટે ફી વસૂલવામાં આવશે, જેનાથી આ સંસાધનોનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરી શકાય.  ટ્રાઈના જણાવ્યા અનુસાર, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ટ્રાઈ એકથી વધુ મોબાઈલ સિમ ધરાવતા ગ્રાહકો પર અથવા નંબરિંગ રિસોર્સેઝની ફાળવણી પર ચાર્જ વસૂલવાની તૈયારી કરી રહ્યું છે.

ટ્રાઈએ તેની સ્પષ્ટતામાં કહ્યું છે કે, આવા દાવાઓ પાયાવિહોણા છે અને માત્ર જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. ટ્રાઈના જણાવ્યા મુજબ, તે સતત ન્યૂનતમ નિયમનકારી હસ્તક્ષેપની તરફેણમાં છે અને માર્કેટ ફોર્સેઝના ફોરબીયરેંસ અને સેલ્ફ -રેગ્યૂલેશનને  પ્રોત્સાહન આપી રહ્યું છે. ટ્રાઈએ કહ્યું કે, અમે કન્સલ્ટેશન પેપરને લગતી આવી ભ્રામક માહિતીના ફેલાવાને સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ અને સખત નિંદા કરીએ છીએ.

6 જૂન, 2024ના રોજ, TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા) એ નેશનલ નંબરિંગ પ્લાનના રિવિઝન માટે કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું હતું. આ કન્સલ્ટેશન પેપરના સંદર્ભમાં, ટ્રાઈએ 4 જુલાઈ, 2024 સુધીમાં સ્ટેકહોલ્ડર પાસેથી લેખિત સૂચનો માંગ્યા છે અને તેમને 18 જુલાઈ સુધીમાં જવાબી ટિપ્પણીઓ આપવા પણ કહ્યું છે.

TRAI એ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, દૂરસંચાર વિભાગ ટેલિકોમ્યુનિકેશન આઇડેન્ટિફાયર (TI) સંસાધનોનો એકમાત્ર કસ્ટોડિયન છે. અને 29 સપ્ટેમ્બર, 2022 ના રોજ, તેણે દેશમાં સંશોધિત રાષ્ટ્રીય નંબરિંગ યોજના અંગે સૂચનો માંગ્યા હતા જેથી દેશમાં નંબરિંગ સંસાધનોનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકાય. આ નેશનલ નંબરિંગ પ્લાનની સમીક્ષા કરવા માટે ટ્રાઈનું કન્સલ્ટેશન પેપર બહાર પાડવામાં આવ્યું હતું જેથી કરીને ટેલિકોમ ઓળખકર્તા સંસાધનોની ફાળવણી અને ઉપયોગને અસર કરતા પરિબળોનો અભ્યાસ કરી શકાય. ટ્રાઈએ કહ્યું કે, તેની પરામર્શ પારદર્શિતા પર આધારિત છે. 

ટોપ સ્ટોરી

RBI Repo Rate Hike: રેપો રેટ વધતા પેટ્રોલ, ડીઝલ અને રાશન સસ્તા થશે? જાણો ગણિત
RBI Repo Rate Hike: રેપો રેટ વધતા પેટ્રોલ, ડીઝલ અને રાશન સસ્તા થશે? જાણો ગણિત
શું આપના UANથી ખોટું PF અકાઉન્ટ લિંક છે ? તો નહી કરી શકો ક્લેમ, આ રીતે કરો ડિલિંક
શું આપના UANથી ખોટું PF અકાઉન્ટ લિંક છે ? તો નહી કરી શકો ક્લેમ, આ રીતે કરો ડિલિંક
8th Pay Commission: બેંગ્લુરુમાં મહત્વની બેઠક, પગાર-પેન્શનથી લઈ ફિટમેન્ટ ફેક્ટર, જાણો અપડેટ 
8th Pay Commission: બેંગ્લુરુમાં મહત્વની બેઠક, પગાર-પેન્શનથી લઈ ફિટમેન્ટ ફેક્ટર, જાણો અપડેટ 
Gold Silver Rate Today: સોનું 1.50 લાખની નજીક, ચાંદીમાં પણ શાનદાર તેજી 
Gold Silver Rate Today: સોનું 1.50 લાખની નજીક, ચાંદીમાં પણ શાનદાર તેજી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં લોન થશે સસ્તી! MCLR ઘટાડ્યો
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં લોન થશે સસ્તી! MCLR ઘટાડ્યો
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
Embed widget