ઈન્કમટેક્સ વિભાગે આ કરદાતાઓ માટે જાહેર કરી ડેડલાઇન, તમે તો સામેલ નથી ને
સીબીડીટીએ કરદાતાઓની સુવિધા માટે વિવાદ સે વિશ્વાસ યોજના શરૂ કરી છે, આ એક સરકારી યોજના છે

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) એ વિશ્વાસ યોજના 2024 માટે ડાયરેક્ટ ટેક્સ ડિસ્પ્યુટ માટે ઘોષણાપત્ર ફાઇલ કરવાની અંતિમ તારીખ નક્કી કરી છે. જો તમે પણ કરદાતા છો અને આ યોજનાના કાર્યક્ષેત્રમાં આવો છો તો તમારે 30 એપ્રિલ 2025 સુધીમાં તમારું ઘોષણાપત્ર ફાઇલ કરવું જોઈએ. CBDT એ આ સમયમર્યાદા અંગે એક પરિપત્ર જાહેર કર્યો છે.
CBDT notifies 30.04.2025 as the last date, on or before which a declaration in respect of tax arrears can be filed by the declarants to the designated authority under the Direct Tax Vivad se Vishwas Scheme, 2024.
Notification S.O. 1650(E) dated 08.04.2025 has been published in… pic.twitter.com/nrKx2QWuod— Income Tax India (@IncomeTaxIndia) April 9, 2025
વિવાદ સે વિશ્વાસ યોજના શું છે?
સીબીડીટીએ કરદાતાઓની સુવિધા માટે વિવાદ સે વિશ્વાસ યોજના શરૂ કરી છે, આ એક સરકારી યોજના છે, જેમાં આવકવેરા વિભાગ અને કરદાતાઓ વચ્ચે ચાલી રહેલા વિવાદોનું નિરાકરણ લાવવામાં આવશે. આ યોજનામાં, કરદાતાઓને તેમના જૂના કર વિવાદોનું સમાધાન કરવાની અને તમામ પ્રકારની કાનૂની મુશ્કેલીઓથી બચવાની તક મળે છે. આમ કરવાથી આવકવેરા વિભાગ કરદાતાઓ સામે કોઈ કાનૂની કાર્યવાહી પણ કરતું નથી.
વિવાદ સે વિશ્વાસ યોજનાની છેલ્લી તારીખ અંગેની માહિતી ઇન્કમ ટેક્સ ઇન્ડિયા દ્વારા તેના X (અગાઉ ટ્વિટર) હેન્ડલ પર શેર કરવામાં આવી હતી.
આ યોજનાને VSV 2.0 તરીકે પણ ઓળખવામાં આવે છે.
વિવાદ સે વિશ્વાસ યોજનાને VSV 2.0 તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યોજના 1 ઓક્ટોબર 2024ના રોજ શરૂ કરવામાં આવી હતી જે હેઠળ તમે 22 જુલાઈ 2024 સુધીના ટેક્સ પેન્ડિંગ કેસનું સમાધાન કરી શકો છો. આ યોજનાની મદદથી આવકવેરા સંબંધિત વિવાદોમાં ફસાયેલા કરદાતાઓને રાહત મળે છે. હાલમાં દેશભરમાં લગભગ 30 લાખ કરોડ રૂપિયા આવકવેરા વિવાદમાં ફસાયેલા છે.
8માં પગાર પંચમાં નવા સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો
8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. ફિટમેન્ટ ફેક્ટર એ એક મલ્ટીપ્લાયર છે જેનો ઉપયોગ કર્મચારીઓના બેસિક પગારમાં સુધારો કરવા માટે થાય છે. 7મા પગાર પંચમાં આ પરિબળ 2.57 હતું, પરંતુ 8મા પગાર પંચમાં તેને 2.28 થી 2.86 ની વચ્ચે રાખવામાં આવે તેવી શક્યતા છે. જો 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.86 હોય તો વર્તમાન બેસિક પગાર 18,000 રૂપિયાથી વધીને 51,480 રૂપિયા થશે.
નવા કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે?
આ રીતે સમજો કે જ્યાં સુધી 8મું પગાર પંચ લાગુ ન થાય ત્યાં સુધી કેન્દ્ર સરકાર હેઠળની તમામ નોકરીઓમાં જોડાવાનું કામ 7મા પગાર પંચના આધારે કરવામાં આવે છે. હવે જ્યારે 8મું પગાર પંચ લાગુ થશે ત્યારે તે તમામ કેન્દ્ર સરકારી કર્મચારીઓને સમાન રીતે લાગુ પડશે, પછી ભલે તેઓ 1 વર્ષ પહેલા જોડાયા હોય કે 10 વર્ષ પહેલા.