શોધખોળ કરો

દેશમાં 41.2 લાખ કન્ટેન્ટ ક્રિએટર્સ, પણ માત્ર 15% જ કરે છે કમાણી; બાકીના તો...

ISB ના રિપોર્ટ મુજબ દેશમાં ક્રિએટર્સની સંખ્યા સતત વધી રહી છે, પરંતુ તેમાંથી માત્ર 15% જ સારી આવક મેળવી રહ્યા છે. નવા ક્રિએટર્સ માટે કન્ટેન્ટમાંથી પૈસા કમાવવા એક મોટો પડકાર બની ગયો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • નાના શહેરોમાં કન્ટેન્ટ ક્રિએશનનો વ્યાપ ઝડપથી વધ્યો છે.
  • નવા રિપોર્ટ મુજબ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રમાં સૌથી વધુ ક્રિએટર્સ છે.
  • પ્રાદેશિક ભાષાના ક્રિએટર્સને કમાણીની તકો ઘણી ઓછી મળે છે.
  • માત્ર 15% ક્રિએટર્સ જ નોંધપાત્ર આવક મેળવી શકે છે.

content creators india: આજકાલ કોઈ પણ અન્ય પ્રોફેશન કરતા કન્ટેન્ટ ક્રિએશનનો ક્રેઝ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. કોવિડના સમયગાળાથી શરૂ થયેલો આ ટ્રેન્ડ હવે માત્ર મોટા શહેરો પૂરતો સીમિત ન રહેતા ગામડાઓ અને નાના શહેરો સુધી પહોંચી ગયો છે. લોકો અન્ય વ્યવસાયની જગ્યાએ કન્ટેન્ટ ક્રિએશનને પોતાના કરિયર તરીકે પસંદ કરી રહ્યા છે. જોકે, આકર્ષક લાગતા આ ક્ષેત્રમાં હવે એક મોટો પડકાર સામે આવ્યો છે. નાના શહેરોમાંથી આવતા કન્ટેન્ટ ક્રિએટર્સની સંખ્યા ભલે ઝડપથી વધી રહી હોય, પરંતુ મોટાભાગના લોકો માટે તેમાંથી સારા પૈસા કમાવવા એક મોટો સંઘર્ષ બની ગયો છે.

આ ક્રિએટર્સ સામે છે મોટો પડકાર

ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ (ISB) અને હેશફેમના તાજેતરના અહેવાલમાં કેટલાક ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ, વર્ષ 2025 સુધીમાં ભારતમાં આશરે 4.12 મિલિયન કન્ટેન્ટ ક્રિએટર્સ હશે, જેમાંથી બે તૃતીયાંશ (લગભગ 66%) તો માત્ર નાના (નોન-મેટ્રો) શહેરોમાંથી જ હશે. 2020 થી 2025 ની વચ્ચે નાના શહેરોમાં ક્રિએટર્સની સંખ્યામાં 6.4 ગણો ધરખમ વધારો જોવા મળ્યો છે, જ્યારે મોટા મેટ્રો શહેરોમાં આ વધારો માત્ર 2.6 ગણો જ છે.

આ અહેવાલ જણાવે છે કે દેશમાં દર 4 માંથી 1 ક્રિએટર ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી આવે છે. આ ઉપરાંત તમિલનાડુ, કર્ણાટક અને ગુજરાતમાં પણ તેમની વસ્તીના પ્રમાણમાં ક્રિએટર્સની સંખ્યા ઘણી વધારે જોવા મળી છે. નાના શહેરોના 50% થી વધુ ક્રિએટર્સ એવા છે જેમના સોશિયલ મીડિયા પર 1,000 થી 10,000 ફોલોઅર્સ છે, જ્યારે 28% ક્રિએટર્સ એવા છે જેઓ 10,000 થી 100,000 ફોલોઅર્સ ધરાવે છે.

ભાષાકીય ક્રિએટર્સની સ્થિતિ

ભાષાની વાત કરીએ તો, ભારતમાં 42% ક્રિએટર્સ હિન્દીમાં કન્ટેન્ટ બનાવે છે, જ્યારે 58% ક્રિએટર્સ પ્રાદેશિક ભાષાઓમાં કન્ટેન્ટ બનાવે છે. જોકે, ભોજપુરી અને કન્નડ જેવી ભાષાઓમાં કન્ટેન્ટ બનાવતા ક્રિએટર્સની સંખ્યા ભલે વધુ હોય, પરંતુ તેમની પાસે કમાણીની તકો ઘણી ઓછી રહેલી છે. રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે દર્શકોનો એંગેજમેન્ટ રેટ જે 2020 માં માત્ર 1.8% હતો, તે 2025 માં વધીને 7.2% થઈ જશે. તેનો સીધો અર્થ એ છે કે લોકો પહેલા કરતા હવે કન્ટેન્ટ પર વધુ પ્રતિક્રિયા (રિએક્શન) આપી રહ્યા છે.

કમાણી હજુ પણ સૌથી મોટી સમસ્યા

વ્યૂઝ અને એંગેજમેન્ટ રેટ વધવા છતાં, ક્રિએટર્સ માટે કમાણી હજુ પણ સૌથી મોટી સમસ્યા બની રહી છે. રિપોર્ટ અનુસાર, માત્ર 15% ક્રિએટર્સ જ એવા છે જેઓ પોતાના કન્ટેન્ટમાંથી નોંધપાત્ર આવક મેળવી શકે છે. મોટાભાગના અન્ય લોકો માટે, કન્ટેન્ટ ક્રિએશન હજુ પણ ફૂલ-ટાઈમ રોજગારનો સ્ત્રોત નથી બની શક્યું, તે માત્ર એક વધારાની આવકનો સ્ત્રોત બનીને રહી ગયું છે. એક નોંધવા જેવી બાબત એ પણ છે કે જે ક્રિએટર્સ પહેલેથી જ પ્રખ્યાત છે અને સ્થાપિત છે, તેઓ પોતાના કામમાં સ્થિર વૃદ્ધિ જોઈ રહ્યા છે. પરંતુ, જે નવા અને ઉભરતા ક્રિએટર્સ છે, તેઓ અત્યારે કમાણી કરવામાં સૌથી વધુ મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરી રહ્યા છે.

Frequently Asked Questions

ભારતમાં કન્ટેન્ટ ક્રિએટર્સની સંખ્યામાં કેવો વધારો જોવા મળી રહ્યો છે?

રિપોર્ટ મુજબ, 2025 સુધીમાં ભારતમાં આશરે 4.12 મિલિયન કન્ટેન્ટ ક્રિએટર્સ હશે. નાના શહેરોમાં ક્રિએટર્સની સંખ્યામાં 2020 થી 2025 વચ્ચે 6.4 ગણો વધારો થયો છે.

કન્ટેન્ટ ક્રિએટર્સ સામે સૌથી મોટો પડકાર કયો છે?

કન્ટેન્ટ ક્રિએટર્સ માટે સૌથી મોટો પડકાર તેમાંથી સારા પૈસા કમાવવાનો છે. માત્ર 15% ક્રિએટર્સ જ પોતાના કન્ટેન્ટમાંથી નોંધપાત્ર આવક મેળવી શકે છે.

ભારતમાં કન્ટેન્ટ ક્રિએટર્સ કઈ ભાષાઓમાં કન્ટેન્ટ બનાવે છે?

ભારતમાં 42% ક્રિએટર્સ હિન્દીમાં કન્ટેન્ટ બનાવે છે, જ્યારે 58% ક્રિએટર્સ પ્રાદેશિક ભાષાઓમાં કન્ટેન્ટ બનાવે છે. ભોજપુરી અને કન્નડ ક્રિએટર્સ પાસે કમાણીની તકો ઓછી છે.

દર્શકોનો એંગેજમેન્ટ રેટ કેવો રહ્યો છે?

દર્શકોનો એંગેજમેન્ટ રેટ 2020માં 1.8% હતો, જે 2025માં વધીને 7.2% થવાનો અંદાજ છે. આ દર્શાવે છે કે લોકો કન્ટેન્ટ પર વધુ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં વધારો, રોકેટ ગતિએ ઉંચકી કિંમત, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં વધારો, રોકેટ ગતિએ ઉંચકી કિંમત, જાણો લેટેસ્ટ પ્રાઇસ
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
સપ્તાહના ત્રીજા દિવસે શેરબજારમાં નરમાઈ, સેંસેક્સ 109 પોઈન્ટ વધ્યો; નિફ્ટી ફ્લેટ
સપ્તાહના ત્રીજા દિવસે શેરબજારમાં નરમાઈ, સેંસેક્સ 109 પોઈન્ટ વધ્યો; નિફ્ટી ફ્લેટ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત

Embed widget