શોધખોળ કરો
Advertisement
ભારતનું સૌપ્રથમ ડિજિટલ પ્રોપર્ટી એક્સચેન્જ પ્લેટફોર્મ થયું લોન્ચ, જાણો કેવી રીતે કરે છે કામ
ભારતના પ્રથમ ડિજિટલ પ્રોપર્ટી એક્સચેન્જ પ્લેટફોર્મ વિશે માહિતી આપતાં બડા પ્રોપર્ટી એક્સચેન્જના સીઓઓ હરદીપસિંહ રાણાએ જણાવ્યું કે આ એપ્લિકેશનમાં પ્રોપર્ટી કન્સલ્ટન્ટ્સ પણ સામેલ હોવા છતાં તેની પારદર્શકતા તથા ગ્રાહકના હાથમાં રહેલા નિયંત્રણને લીધે તેઓ નાણાંના તફાવત જેવી રમતો નહીં રમી શકે.
અમદાવાદઃ રિઅલ એસ્ટેટ ડેવલપર 7 ઓકે ‘બડા પ્રોપર્ટી એક્સચેન્જ એપ્લિકેશન’ નામનું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે, જે પ્રોપર્ટીની શોધની કામગીરીને અત્યંત સરળ અને પારદર્શક બનાવવાની સાથે સાથે જ સમગ્ર પ્રક્રિયાનું નિયંત્રણ ગ્રાહકો(ખરીદકર્તા અને વેચાણકર્તા)ના હાથમાં આપે છે. આ એપ્લિકેશનની સૌથી મહત્ત્વની ખાસિયત તેમાં રહેલી તમારી પ્રોપર્ટીની ખરીદ-વેચાણ સહિતની એક્સચેન્જની જોગવાઈ છે. આ તમામ વ્યવહારો તમારા સ્માર્ટફોનની એક ક્લિકથી શક્ય બનશે.
ભારતના પ્રથમ ડિજિટલ પ્રોપર્ટી એક્સચેન્જ પ્લેટફોર્મ વિશે માહિતી આપતાં બડા પ્રોપર્ટી એક્સચેન્જના સીઓઓ હરદીપસિંહ રાણાએ જણાવ્યું કે આ એપ્લિકેશનમાં પ્રોપર્ટી કન્સલ્ટન્ટ્સ પણ સામેલ હોવા છતાં તેની પારદર્શકતા તથા ગ્રાહકના હાથમાં રહેલા નિયંત્રણને લીધે તેઓ નાણાંના તફાવત જેવી રમતો નહીં રમી શકે. નાણાંના તફાવતની રમત અંગે સમજાવતા તેમણે જણાવ્યું કે પ્રોપર્ટી કન્સલ્ટન્ટ ગ્રાહકની ઓળખ એકબીજાથી છુપી રાખી પ્રોપર્ટીની કિંમતમાં હેરફેર કરે છે. ગ્રાહકો એકબીજાથી અજાણ હોવાને લીધે પ્રોપર્ટીની કિંમતનો તફાવત કન્સલ્ટન્ટ પોતાના ખિસ્સામાં સેરવી દે છે. અહીં આ એપ્લિકેશનમાં ગ્રાહકો પ્રથમ એકબીજા સાથે સંપર્ક કરશે અને તેમની જરૂરિયાતને આધારે તેમણે બ્રોકરની સેવા લેવી કે કેમ તે અંગે નિર્ણય લેશે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ્સ સાથેની સમજૂતીના આધારે તેઓ દલાલી નક્કી કરશે. જોકે પ્રોપર્ટી કન્સલ્ટન્ટ વિશ્વસનીય છે કે કેમ તે ગ્રાહક સુનિશ્ચિત કરી શકતો નથી. કંપની વિશ્વસનીય અને પ્રામાણિક પ્રોપર્ટી કન્સલ્ટન્ટ્સ પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. આ માટે કંપની તેની સાથે નોંધાયેલા પ્રોપર્ટી કન્સલ્ટન્ટ્સની યાદી તૈયાર કરી રહી છે.
પ્રોપર્ટી કન્સલ્ટન્ટ્સ પાસેથી વાર્ષિક ફી
કંપનીએ એક વિસ્તારમાં એક પ્રોપર્ટી કન્સલ્ટન્ટને અધિકૃત માન્યતા આપવાનો નિર્ણય કર્યો છે. અને જો અમદાવાદ શહેર જેવો મોટો વિસ્તાર હોય તો તેની પાસે વધુ માન્ય પ્રોપર્ટી કન્સલ્ટન્ટ રહેશે. ઉદાહરણ તરીકે અમદાવાદ શહેરમાં કંપની પાસે નોંધાયેલા 20 પ્રોપર્ટી કન્સલ્ટન્ટ છે. કોઈ પણ ગ્રાહક આ કન્સલ્ટન્ટ્સની સેવા લઈ તેમને દલાલી ચૂકવી શકે છે. જો કોઈ પક્ષકારને લાગે કે તેનો સોદો સંતોષકારક છે તો તે કન્સલ્ટન્ટની સેવા લેવાનું ટાળી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે કંપની ગ્રાહકો પાસેથી કોઈ ચાર્જ વસૂલતી નથી. તેની આવકનું મોડેલ અનોખું છે. આવકના મોડેલને સમજાવતા તેમણે જણાવ્યું કે કંપની પ્રોપર્ટી કન્સલ્ટન્ટ્સ પાસેથી ન્યૂનતમ વાર્ષિક રૂ. 10,000ની ફી વસૂલે છે.
ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે મળે છે સીધો રેફરન્સ
કંપનીની પેનલમાં સામેલ થવાના અગણિત લાભોની સામે કન્સલ્ટન્ટ માટે આ રકમ અત્યંત નહિંવત છે. તેણે ખરીદનાર કે વેચનાર શોધવા દોડાદોડ કરવાની જરૂર નથી. ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે તેને સીધો રેફરન્સ મળે છે અને તેની સેવાનો લાભ લેનાર પાસેથી તેને નાણાં મળે છે. તેમની કામગીરીમાં કેટલીક વિગતોની ખાતરી કરવાથી લઈને જે તે વિસ્તારના માહોલની માહિતી પૂરી પાડવા વગેરેનો સમાવેશ થાય છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટને તેમના સ્માર્ટફોન પર જ કામ મળી રહે છે અને તે ગ્રાહકની જરૂરિયાત અનુસારના કામ પૂરાં કરે છે. તેને વિશેષ પ્રયાસો વગર કામ મળે છે. તેમણે જણાવ્યું કે આ સમગ્ર એપ્લિકેશન કંપની દ્વારા કન્સલ્ટન્ટ્સ પાસેથી વસૂલવામાં આવનારી ફી દ્વારા ચાલે છે.
દર વર્ષે થશે રિવ્યૂ
કંપની સાથે કન્સલ્ટન્ટ્સના જોડાણનો આધાર વર્ષ દરમિયાનની તેમની કામગીરી પર આધારિત રહેશે. જો તેમની સેવા નબળી હશે તો કંપની આગામી વર્ષે તેમની સાથે કરાર રિન્યૂ નહીં કરે. આ એપ્લિકેશન હજી લોકો માટે લોન્ચ નથી કરાઈ અને હાલમાં તે પરિક્ષણ હેઠળ ચલાવાઈ રહી છે, જેમાં હાલ 50થી વધુ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ્સ અને 2000થી વધુ ગ્રાહકો જોડાયાં છે.
એપ્લિકેશન કેવી રીતે કામ કરે છે?
તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ એપ્લિકેશનને જાહેર જનતા માટે લોન્ચ કરાયા બાદ સમગ્ર દેશમાં વ્યાપ ધરાવતી આ અનોખી એપમાં હજારો ગ્રાહકો અને પ્રોપર્ટી કન્સલ્ટન્ટ્સ જોડાશે. આ એપ્લિકેશન કેવી રીતે કામ કરે છે તેનું નિદર્શન કરતાં તેમણે તેમાં લોગિન કેવી રીતે કરી શકાય તથા પ્રોપર્ટીની લે-વેચ કે અન્ય પ્રોપર્ટી સાથે પ્રોપર્ટી એક્સચેન્જ કેવી રીતે કરી શકાય તેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે એવા અનેક લોકો છે જેમની પાસે પ્રોપર્ટી છે પરંતુ તેમને યોગ્ય ખરીદનારા નથી મળતાં. આવા લોકો પોતાની પ્રોપર્ટીની વિગતો એપ પર અપલોડ કરે તો પ્રોપર્ટી ખરીદવા ઈચ્છુક સંબંધિત વિસ્તારના લોકો તે પ્રોપર્ટી જોઈ શકે. જો ખરીદનાર પાસે પણ પ્રોપર્ટીહોય તો તે બંને પક્ષે માન્ય શરતોએ પ્રોપર્ટી એક્સચેન્જ કરી શકે છે. આ બાબત સુનિશ્ચિત કરે છે કે ગ્રાહકથી કંઈ પણ છુપાવાતું નથી. હાલમાં જ્યારે કોઈ ગ્રાહક કન્સલ્ટન્ટની સેવા લે છે ત્યારે કન્સલ્ટન્ટ પાસે પ્રોપર્ટીની તમામ વિગતો હોય છે અને ભાવતાલમાં તેની જ મરજી સર્વોપરી રહે છે જેથી તે ગ્રાહકને જણાવાતી કિંમતનો તફાવત પોતાના ખિસ્સામાં સેરવી લે છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ વિચાર અતાર્કિક કે કાલ્પનિક નથી પરંતુ વર્તમાન પત્રો કે ચોપાનિયામાં પોતાની પ્રોપર્ટીની જાહેરાત આપતાં હજારો લોકોની જરૂરિયાતોના અભ્યાસ બાદ ઉદભવ્યો છે. આ તમામ લોકોની સૌથી મોટી એક જ ફરિયાદ હોય છે કે તેમને યોગ્ય ખરીદનાર નથી મળતો.
આ તમામ પાસાંઓ આ એપ્લિકેશનને સરળ બનાવે છે, કારણકે તેમાં પ્રોપર્ટીના ખરીદનાર કે વેચાણકર્તાએ ગ્રાહકો શોધવા આમ-તેમ જવું પડતું નથી. માત્ર તમારા સ્માર્ટફોનની મદદથી પ્રોપર્ટીની વિગતો તેમાં અપલોડ કરો અને જો તમારી ઓફર સામેવાળા પક્ષને સંતોષકારક લાગે તો તેણે સોદો પૂર્ણ કરવા કન્સલ્ટન્ટ સહિત કે તેની મદદ વગર માત્ર વેચનાર કે ખરીદનારને જ મળવાનું રહે છે. તેમણે જણાવ્યું કે આ એપ્લિકેશન અત્યંત સક્ષમ છે જે ચાર કરોડ યુઝર્સનું સંચાલન કરી શકે છે. તે એમેઝોન પર ઉપલબ્ધ છે, અને ગૂગલ પ્લે સ્ટોર તથા તમામ પ્રકારના ફોન્સના એપ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દુનિયા
દેશ
Advertisement