ઈન્ડિયન ઓઈલના વાડીનાર સ્થિત ભારતના પ્રથમ SPM ટર્મિનલ પર 6000મું ઓઈલ ટેન્કર પહોંચ્યું
તેમાં ક્રુડ ઓઈલને અનલોડીંગ કર્યા બાદ ટેન્કરો દ્વારા લાવવામાં આવે છે.
અમદાવાદ: ગુજરાતનાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાડીનાર સ્થિત ઈન્ડિયન ઓઈલ દ્વારા કાર્યરત ભારતની પ્રથમ અનલોડીંગ સિંગલ પોઈન્ટ મુરીંગ (એસપીએમ) સુવિધામાં મહત્ત્વપૂર્ણ સિમાચિન્હન પ્રસ્થાપિત થયું છે. ઈન્ડિયન ઓઈલની વાડીનાર સ્થિત એસપીએમ સુવિધામાં એમટી યીઓ નામનું લાયબેરિયન વીએલસીસી (વેરી લાર્જ ક્રુડ કેરિયર) લાંગર્યું છે. જે ઈરાકથી બસરાહ ક્રુડ ઓઈલ સાથે આવ્યું છે. આ યાદગાર પ્રસંગની ઉજવણીમાં ઈન્ડિયન ઓઈલનાં ચેરમેન એસ એમ વૈદ્ય અને ડી એસ નાનાવરે, ડાયરેક્ટર (પાઈપલાઈન્સ) ખાસ ઉપસ્થિત રહ્યા હતાં અને તેમણે એમટી યીઓની ક્રુ ને આવકારી હતી.
ઈન્ડિયન ઓઈલની ટીમ વાડીનાર અંગે પ્રતિભાવ આપતા એસ એમ વેદ્યએ જણાવ્યું હતું કે આર્થિક અને સામાજિક વૃદ્ધિ ઉર્જા પર નિર્ભર છે અને આપણે જ્યારે વિદેશી ક્રુડ પર નિર્ભર છીએ ત્યારે ઊંડા દરિયામાં ઉભેલા લાર્જ ક્રુડ કેરીંગ વેસલ્સમાંથી આપણી રિફાઈનરીઓને કાર્યરત રાખવા સલામત પણે ક્રુડ લાવવું ઘણું આગત્યનું છે. વાડીનાર સ્થિત આઈઓસીનાં કર્મચારીઓને આ પ્રસંગે હું ખાસ બિરદાવું છું, કે જેઓ ઘણા પડકારજનક સંજોગો વચ્ચે પણ સફળતાપૂર્વક કામગીરી કરીને આપણા રાષ્ટ્રને ઉર્જાસભર રાખે છે અને કાર્યદક્ષતાનાં નવા ધોરણો પ્રસ્થાપિત કરે છે. એમટી યીઓ ત્રણ લાખ કિલોલિટર ક્રુડ ઓઈલ લઈને આવ્યું છે જે સમગ્ર રાષ્ટ્રની દૈનિક ૪૦ ટકા ઉર્જા જરૂરિયાતને સંતોષવા પર્યાપ્ત છે.
ઈન્ડિયન ઓઈલ હાલમાં કચ્છનાં અખાતની દક્ષિણે વાડીનારમાંબે એસપીએમ ટર્મિનલ્સથી કાર્ય કરે છે. તેમાં ક્રુડ ઓઈલને અનલોડીંગ કર્યા બાદ ટેન્કરો દ્વારા લાવવામાં આવે છે. દરિયામાં ૧૪ કિમિની પાઈપલાઈન મારફતે આ ક્રુડ ઓઈલ આવ્યા પછી તેને ઈન્ડિયન ઓઈલની વડોદરા, મથુરા અને પાણીપતમાં આવેલી મેગા રિફાઈનરીમાં ક્રોસ કન્ટ્રી પાઈપલાઈન્સ મારફતે મોકલવામાં આવે છે. આ ક્રુડ પાર્સલને અનલોડીંગ કર્યા બાદ ઈન્ડિયન ઓઈલનાં વાડીનાર ટર્મિનલે ૭૩૫ એમએમટીની સંચિત પ્રાપ્તિને પાર કરી છે.